<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

મંજુર થયેલ ૬ ટ્રેનો રાજકોટ-સૌરાષ્‍ટ્રને કયારે મળશે ? રામભાઇ મોકરીયા

બે વર્ષ પહેલા રેલ્‍વેમંત્રી દર્શનાબેન જરદોસેઃ મંજુરી પણ આપી દીધી હતી પરંતુ કયા અટકે છે? તેની માહીતી રેલ્‍વે તંત્ર પાસે માંગતા રાજયસભાના સાંસદ : રાજકોટ-દિલ્‍હી વચ્‍ચે સવારની ફલાઇટ પુનઃ ચાલુ કરાવવા તથા ટ્રેનો મુદ્દે દિલ્‍હીમાં રાજકોટ-સૌરાષ્‍ટ્રના સાંસદો રજુઆત કરશે

રાજકોટ, તા., ૧૩: રાજકોટ-સૌરાષ્‍ટ્રના લોકોને સુવિધા મળે તે માટે હંમેશા કાર્યરત રહેતા રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ કેન્‍દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ સમક્ષ રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રના લોકો માટે ટ્રેનની માંગણી કરી હતી અને ૬ ટ્રેનો મંજુર પણ થઇ ગઇ હતી. જેની માહીતી કેન્‍દ્રીય રેલ્‍વે મંત્રી દર્શનાબેન જરદોશે ટવીટ કરીને પણ આપી હતી. પરંતુ આજે ર વર્ષ જેટલો સમય થવા છતા આ ૬ ટ્રેનો મળી નથી.

આજે રાજકોટના રેલ્‍વે સ્‍ટેશન વિસ્‍તારની હદમાં કેન્‍દ્ર સરકાર દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની વર્ચ્‍યુઅલ ઉપસ્‍થિતિમાં દેશમાં ૧૮ જન ઔષધી કેન્‍દ્રો શરૂ કરવામાં આવ્‍યા છે.

આજે રાજકોટ ખાતે આયોજીત આ કાર્યક્રમ દરમિયાન રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાનું સન્‍માન રેલ્‍વેના અધિકારી-ડીઆરએમ શ્રી વૈષ્‍ણવ દ્વારા કરવામાં આવ્‍યું ત્‍યારે રામભાઇ મોકરીયાએ સન્‍માનની જરૂર નથી પરંતુ જે ૬ ટ્રેન મંજુર થઇ છે તે કયારે મળશે? તેવો સવાલ ઉઠાવ્‍યો હતો.

સાંસદ પરસોતમભાઇ રૂપાલા, તથા ધારાસભ્‍યોની હાજરીમાં રામભાઇ મોકરીયાએ જણાવ્‍યુ હતું કે  ૨ વર્ષ પહેલા આ ૬ ટ્રેનો મંજૂર થઇ છે તે કેમ ચાલુ થતી નથી? તેનું કામ કયા અટકે છે તે અંગે સવારલ કર્યા છે.

રામભાઇ મોકરીયાએ વધુમાં જણાવ્‍યુ હતું કે હરીદ્વાર જવા માટે માત્ર એક જ ટ્રેન દર સપ્‍તાહે  દોડે છે. તેના બદલે ડેઇલી ટ્રેન અથવા સપ્‍તાહમાં ત્રણ કે ચાર દિવસ આ ટ્રેન દોડાવવા જોઇએ.

આ ઉપરાંત રાજકોટ અમદાવાદ વચ્‍ચે ડેમુ ટ્રેન દોડાવવા પણ માંગણી કરી છે. આ ઉપરાંતરાજકોટ  સૌરાષ્‍ટ્ર માટે લાંબા અંતરની ટ્રેન ફાળવા માંગણી કરી છે. દિલ્‍હી - મુંબઇ માં પણ રજુઆત કરાશે.

રાજયસાભના સાંસદ રામભાઇ મોકરીયાએ વધુમાં જણાવ્‍યું હતું કે દિલ્‍હી માટે સવાર અને સાંજની ફલાઇટો હતી પરંતુ હાલમાં સવારની ફલાઇટો બંધ છે જે શરૂ કરવા માટે રાજકોટ - સોૈરાષ્‍ટ્ર થી સાંસદો - દિલ્‍હીમાં રજૂઆત કરશે.

રામભાઇ મોકરીયાએ વધુમાં જણાવ્‍યું હતું કે આ ૬ ટ્રેનો શરૂ થવાની જાહેરાત બાદ હજુ સુધી ટ્રેનો શરૂ ન થાય પત્રકારો પણ વારંવાર આ મુદે વારંવાર આ મુદે પૂછપરછ કરે છે.

(3:42 PM IST)