<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

વાવડીમાં તાલુકા મામલતદારનું દબાણ હટાવ ઓપરેશનઃ પાંચ કોમર્શીયલ બાંધકામો દૂર કરાયા

ર કરોડની જમીન ખુલ્લીઃ સર્કલ ઓફીસર તેજ બાણુગારીયા તથા તલાટી સાગર ચાવડા દ્વારા કાર્યવાહી

રાજકોટ તા. ૧૩: રાજકોટ કલેકટરની સૂચના બાદ તાલુકા મામલતદાર શ્રી મકવાણાએ વાવડીમાં આજે પાંચ કોર્મશીયલ બાંધકામો ઉપર બૂલડોઝર ફેરવી દઇ ર કરોડની ૯૦૦ ચો.મી. જમીન ખૂલ્લી કરાવી હતી.

તાલુકા મામલતદારના માર્ગદર્શન હેઠળ વાવડીમાં માલધારી ફાટકની સામેની બાજુએ વાવડી સર્વે નં. ૧૪૯ પૈકીની અંદાજે ૯૦૦ થી ૧ હજાર ચો.મી. જમીન .પર ખડકાઇ ગયેલ કાચા-પાકા-બેલાના કોમર્શીયલ દબાણો અંગે નોટીસો ફટકારાઇ હતી, પરંતુ આમ છતાં દબાણ દૂર નહિ થતા પોલીસ બંદોબસ્‍ત સાથે સર્કલ ઓફીસર શ્રી તેજ બાણુંગરીયા, તલાટી સાગર ચાવડાએ બુલડોઝર ફેરવી દઇ ત્રણ જેટલા પતરાના અને બે દબાણો બેલાવાળા હોય તે તોડી પાડી જમીન ખુલ્લી કરાવી, કલેકટરને રીપોર્ટ કરી દીધો છે.

(3:43 PM IST)