<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

ચેમ્‍બર ઓફ કોમર્સમાં એકહથ્‍થુ શાસન અને બંધારણ સુધારણાની ભલામણ સામે વિરોધનું રણશીંગુ

વેપારીના પ્રાણ પ્રશ્નો ઉઠાવવાના બદલે ચેમ્‍બર ઓફ કોમર્સની બોડી સરકારની વાહવાહી સિવાય કશુ કરતી નહિ હોવાનો સણસણતો આક્ષેપ :વેપારીના પ્રાણ પ્રશ્નો ઉઠાવવાના બદલે ચેમ્‍બર ઓફ કોમર્સની બોડી સરકારની વાહવાહી સિવાય કશુ કરતી નહિ હોવાનો સણસણતો આક્ષેપ :'ચેમ્‍બરના સભ્‍ય સંજય લાખાણીએ હોદેદારોને અવારનવાર પત્ર લખી માંગેલી માહીતીઓના જવાબમાં ગલ્લાતલ્લાઃ ચેરીટી કમિશ્નર સમક્ષ બંધારણ સુધારણા સામે વાંધો ઉઠાવ્‍યો

રાજકોટ, તા., ૧૩: વેપારીઓના પ્રશ્નો અંગે સરકારમાં યોગ્‍ય રજુઆતો કરવા અને જરૂર જણાયે વિરોધ નોંધાવવા માટેના

ઉદેશ્ય સાથે રચાયેલી ચેમ્‍બર ઓફ કોમર્શીયલ ઇન્‍ડસ્‍ટ્રીમાં છેલ્લા ઘણા વર્ષોથી વેપારીઓના પ્રાણ પ્રશ્નો ઉઠાવવાના બદલે સરકારની વાહવાહી અને ચોક્કસ લોકોના સન્‍માન સિવાય કશું થતુ ન હોવાનો સણસણતો આક્ષેપ ચેમ્‍બર ઓફ કોસર્મના સભ્‍ય સંજય લાખાણીએ કર્યો છે. સાથોસાથ એક હથ્‍થુ શાસન અને બંધારણ સુધારણાની ભલામણ સામે ચેરીટી કમિશ્નર સમક્ષ વાંધો પણ રજુ કર્યો છે. આ સાથે લાંબા સમયથી ચેમ્‍બર ઓફ કોમર્સમાં ચાલતો ધુંધવાટ વધુ એક વખત બહાર આવ્‍યો છે. ચેમ્‍બર ઓફ કોમર્સના શંકાસ્‍પદ વહીવટો અંગે લાખાણી દ્વારા માંગવામાં આવેલી માહિતીઓ અંગે ગલ્લા તલ્લા કરવામાં આવતા હોવાનું પણ જણાવાયું છે.

લાખાણીએ લેખીત રજુઆતમાં જણાવ્‍યું છે કે, રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્શિયલ ઇન્‍ડસ્‍ટ્રી તરફથી તારીખ ૧૪ ૯ ૨૦૨૪ ના રોજ વાર્ષિક સામાન્‍ય સભા નો એજન્‍ડા મોકલવામાં આવેલ હતો. જેમાં એજન્‍ડા નંબર ૭ માં એવું દર્શાવેલ હતું કે બંધારણમાં ચેમ્‍બરને રજીસ્‍ટ્રેશન કરાવવા માટે ના ફેરફારો કરેલા છે જે ચેમ્‍બરની ઓફિસમાં વંચાણે મુકેલા છે જે સભ્‍યોને વાંચવા હોય તે આવીને વાંચી જાય અને પોતાના સૂચનો હોય તે લેખિતમાં ૨૩ ૧૦ ૨૦૨૪ સુધીમાં ચેમ્‍બરમાં આપી જાય.

હવે વાત એ તરફ આવે છે કે બંધારણના સુધારા જે કાંઈ ચેમ્‍બર સૂચવે તે હાલના બંધારણ પ્રમાણે તેની કલમ ૪૮ અ મુજબ દરેક મેમ્‍બરોને ૧૫ દિવસ પહેલા હાર્ડ કોપી થી જાણ કરવાની હોય અને તેઓના સૂચનો મંગાવવાના હોય કારણ કે બંધારણ સુધારા એ એક બહુ જટિલ પ્રક્રિયા છે અને તેની બહુ લાંબી અસર ચેમ્‍બરના કામકાજ ઉપર થતી હોય છે.

પરંતુ એક યા બીજા કારણોસર ચેમ્‍બરના હોદ્દેદારોએ આ બંધારણની કોપી કોઈ પણ સભ્‍યોને મોકલી નહોતી અને પોતાની વાતને વળગી રહ્યા કે ભાઈ તમે ચેમ્‍બર આવીને વંચાણે લઈ જાઓ અને તમારા વાંદા સૂચનો હોય તે લખાવો તે બાબતે સંજયભાઈ લાખાણી એ લેખિત આપી અને ૨૩ ૧૦-૨૦૨૪ સુધીમાં પોતાના વાંધાઓ રજૂ કરેલ હતા અને જ્‍યારે ડ્રાફ્‌ટ બંધારણ ની નવી કોપી તેમના હાથમાં આવી ત્‍યારે તો એવું જોવામાં આવ્‍યું કે આખું બંધારણ જ બદલાવી નાખવામાં આવ્‍યું છે! ખાલી ચેમ્‍બરને રજીસ્‍ટ્રેશન કરવા માટે જ બંધારણના સુધારા છે એવું એજન્‍ડામાં લખેલું હતું એવું કશું હતું નહીં અને આખું બંધારણ હાલના હોદ્દેદારો અને કારોબારીના સભ્‍યોને અનુકૂળ આવે એવું હતું અને તે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય એવું નહોતું, તેથી સંજયભાઈ લાખાણી એ પોતાની વાંધા અરજી રજૂ કરેલી અને ચેમ્‍બરના હોદ્દેદારો તથા કારોબારી સભ્‍યોને જાણ કરેલી કે  બંધારણ સુધારણનો એજન્‍ડા હાલ પૂરતો મોકૂફ રાખી અને ફરીથી અસાધારણ સામાન્‍ય સભા બોલાવી બધા મેમ્‍બરોને પંદર દિવસ અગાઉ હાર્ડ કોપીથી જાણ કરી અને પછી જ તેને અમલમાં લેવું જોઈએ તેવું તેમનું સૂચન હતું પરંતુ આ સૂચનને કોઈએ ધ્‍યાનમાં લીધેલું નથી અને પોતાની રીતે આગળ વધેલા.

 સંજય લાખાણીએ  જણાવ્‍યું છે કે, ઘણા બધા કાગળો લખેલા અને ઘણી બધી વિગતો માંગેલી એટલે બંધારણ સમિતિ અને ચેમ્‍બરના હોદ્દેદારોને એવું થયું કે આ વસ્‍તુ તો હવે આપણા કાયદા બહારની જાતી જાય છે એટલે એ લોકોએ ૨૯ મી તારીખે એટલે કે સાધારણ સભાના બે દિવસ પહેલા મેઇલથી દરેક સભ્‍યોને જાણ કરી કે આ અમારો ડ્રાફ્‌ટ બંધારણ છે આમાં કોઈ વાંધા સૂચનો હોય તો જણાવો. આટલા ટૂંકા સમયમાં કોઇ પણ વ્‍યકિત બંધારણનો અભ્‍યાસ કરી શકે નહીં અને સૂચનો આપી શકે નહીં. પરંતુ જોહુકમીથી તે લોકોએ ૩૧-૧૦-૨૦૨૪ના પોતાના લાગતા વળગતા સભ્‍યોને હાજર રાખી અને ચર્ચા વિચારણા કર્યા વગર બંધારણના સુધારા મંજુર કરાવવાની કોશિશ કરી જે ન્‍યાય પ્રક્રિયાની વિરુદ્ધ હતી.

લાખાણીએ જણાવ્‍યું કે, હદ ત્‍યારે થઈ કે બંધારણની અંદર પ્રમુખની અને હોદ્દેદારોની ટર્મ ત્રણ વર્ષની છે ત ે યથાવત છે. છતાં પણ એક સભ્‍યએ પાંચ વર્ષની કરવાનું કીધું એટલે એજન્‍ડામાં લીધા વગર તે લોકોએ પાંચ વર્ષનું પાસ કરી દીધું જે એકદમ ગેરકાયદેસર છે અને ચલાવી શકાય તેવું નથી.

આ ઉપરાંત ચેમ્‍બરના વહીવટમાં છેલ્લા છ વર્ષોમાં ઘણી બધી ગેરરીતીઓ થઈ છે જેમાં ઇન્‍કમટેક્‍સ ખર્ચાઓ બાબતે  કોઈપણ ક્‍લેરિફિકેશન આપવામાં આવેલું નથી. આ મુદ્દે ઘણી બધી ચર્ચાઓ થઈ અને કલેરિફિકેશન માગતા કોઈપણ હોદ્દેદારો આ આપવા તૈયાર નથી અને પોતે શું કરેલું છે?  તે પણ જણાવવા તૈયાર નથી.

ચેમ્‍બરના સભ્‍ય તરીકે  જ્‍યારે મે  મેમ્‍બરોનું લિસ્‍ટ માગ્‍યું તો લિસ્‍ટ આપવા પણ ચેમ્‍બર તૈયાર નહોતી.  ખૂબ જ દબાણ કર્યા પછી મેમ્‍બરોનું લિસ્‍ટ આપ્‍યું.  પણ ખાલી નામ જ આપ્‍યા ન તો મેમ્‍બરોના એડ્રેસ આપ્‍યા ન તેમના મોબાઈલ નંબર આપ્‍યા કે ન તેમના ઇમેલ આઇડી આપ્‍યા. શા માટે આ બધુ છુપાવવામાં આવે છે અને આની પાછળના કારણો તો હોદ્દેદારો જ જાણે. અત્‍યારે ચેમ્‍બરનો વહીવટ બાપીકી પેઢીની જેમ ચાલી રહયો છે.

હાલમાં રાજકોટ ઇન્‍ડસ્‍ટ્રીના હોદ્દેદારો અને કારોબારી સભ્‍યો  એક તરફી અને  જોહુકમીથી વહીવટ ચલાવી રહ્યા છે.  કોઈપણ મેમ્‍બરોના કામ થતા નથી. વેપાર ઉદ્યોગને પડતી તકલીફોની કોઈ ચિંતા નથી અને તે અંગે રજૂઆતો થતી નથી. સૌ હોદ્દેદારો અને કારોબારી સભ્‍યો પોતાના હિતના કામ કરાવવા માટે ચેમ્‍બર ઓફ કોમર્સના પ્‍લેટફોર્મનો ઉપયોગ ભરપૂર કરી રહ્યા છે તે જગ જાહેર છે.

હાલમાં ચેમ્‍બરમાં ૨૦૫૬ સભ્‍યો છે પરંતુ સાધારણ સભાનો કોઈને વધારે ખ્‍યાલ ન હોવાથી ફક્‍ત ૧૦ ટકા મેમ્‍બરો કદાચ હાજર રહ્યા હોય એવો અમને ખ્‍યાલ છે.  આવું શુ કામ શુ કામ થઈ રહ્યું છે એ સમજી શકાતું નથી. એવું લાગે છે કે પોતાના જ માણસોને હાજર રાખી અને પોતાના કામ કરાવી ચેમ્‍બરના પ્‍લેટફોર્મનો ગેરઉપયોગ થઇ રહયો છે. હકીકતે તો આ સાધારણ સભા એકદમ ગેર બંધારણીય રીતે બોલાવવામાં આવેલી હતી અને ગેર બંધારણીય રીતે બધા જ ઠરાવો પાસ કરાવી અને જોહુકમી ચલાવવામાં આવી હતી.  કોઈપણ સંજોગોમાં આ ચલાવી શકાય નહીં અને જો આ લોકો સમજયા નહીં તો આગળ ઉપર કાયદેસરની કાર્યવાહી પણ મેમ્‍બરો કરી શકે છે.

આ ઉપરાંત એવું પણ જાણવા મળેલ છે કે બંધારણ માટેની પૂરી સંખ્‍યા કરવા માટે ચેમ્‍બરના હોદ્દેદારો અને કારોબારીના સભ્‍યો ઘણા બધા સભ્‍યો પાસેથી પાછલી તારીખથી કાગળ લઈ અને ચેમ્‍બરની અંદર રાખે છે અને એમાં એવું લખાવે છે કે આ બંધારણનો સુધારો અમને મંજૂર છે ! બેક ડેઇટમાં  સપોર્ટ લેટર મેળવાતા હોવાની દ્રઢ શંકા છે ત્‍યારે ઇન્‍વર્ડ રજીસ્‍ટરમાં પણ ખોટુ થઇ રહયાનું સ્‍પષ્‍ટ છે. જો આમ થયું હશે તો તે ગુન્‍હાને પાત્ર છે તેમ અમારૂ માનવું છે તેમ અંતમાં સંજય લાખાણીએ જણાવ્‍યું છે.

(4:02 PM IST)