<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

દોડવીરો થઇ જાવ તૈયાર...રાજકોટમાં ઓમનીટેક નાઇટ હાફ મેરેથોન ર.૦

રાજકોટ રનર્સ એસો. અને રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા રાજકોટ મહાનગરપાલીકા-રાજકોટ પોલીસના સહયોગથી આયોજન " ૬ થી ૮ હજાર દોડવીરો ભાગ લેશે, ૧૭મી સુધીમાં રજીસ્‍ટ્રેશન કરાવનારને ૧૦% ડિસ્‍કાઉન્‍ટ આપવામાં આવશે" ૨૧ કિ.મી.ની હાફ મેરેથોન અને ૧૦ કિમી ડ્રીમ રન એમ બે કેટેગરીમાં દોડવીરો ભાગ લેશે. વિજેતાઓને રૂા. ૧૩ લાખથી વધુના ઇનામો અને ટ્રોફી અપાશે, રાજકોટના પ્રતિયોગીઓ માટે ઇનામમાં ખાસ કેટેગરી રખાશેઃ રાજકોટ મહાનગરપાલીકા અને રાજકોટ પોલીસ દ્વારા ડ્રગ્‍ઝ નિષેધ, ટ્રાફીક નિયમોનું પાલન, કલીન-ગ્રીન સીટી અને સાયબર સજાગતા વિશે જાગરુકતા ફેલાવવાના ઉદ્દેશ સાથે આયોજનમાં સહભાગીતાઃ સ્‍પર્ધા પહેલા તા. ૨૬ થી ૨૮ દરમિયાન રાજકોટમાં RNHM ૨.૦ બીબ એક્‍સ્‍પો યોજાશેઃ એક્‍સ્‍પો દરમિયાન રાજકોટના રમત-ગમત ક્ષેત્રે રાષ્‍ટ્રીય સિધ્‍ધી પ્રાપ્ત કરેલા રમતવીરોને સન્‍માનિત કરાશે

રાજકોટ :.  રાજકોટ રનર્સ એસોસીએશન અને રોટરી કલ્‍બ ઓફ રાજકોટ ગ્રેટરના સંયુકત ઉપક્રમે રાજકોટમાં બીજી વાર યુવાધનને સ્‍વાસ્‍થ્‍ય અને હેલ્‍ધી લાઈફ સ્‍ટાઈલ પ્રત્‍યે જાગળત કરવા, તેમજ સમાજીક અને પર્યાવરણ સંરક્ષણની બાબતો અંગે પ્રોત્‍સાહીત કરવાના ઉમદા ઉદ્દેશ સાથે તા. ૨૮ ડિસેમ્‍બર, ૨૦૨૪ શનિવારના રોજ રાજકોટમાં નાઇટ હાફ મેરેથોન ૨.૦ નું ભવ્‍ય આયોજન રાજકોટ મહાનગરપાલીકા અને રાજકોટ પોલીસના સહયોગથી થવા જઈ રહ્યું છે.

દશેરાના શુભ દિવસથી શરૂ થયેલ રજીસ્‍ટ્રેશનને અપ્રતિમ પ્રતિસાદ સાંપડી રહ્યો છે. હાલમાં ૧૦ હજારથી પણ વધુ રજીસ્‍ટ્રેશન થઈ ચૂકયા છે અને વધુને વધુ લોકો આ નાઈટ હાફ મેરેથોનમાં જોડાઈ રહ્યા છે. સ્‍પર્ધકોને પ્રોત્‍સાહિત કરવા તા.  ૧૭ નવેમ્‍બર સુધી ૧૦ ટકા ડિસ્‍કાઉન્‍ટનો પણ લાભ આપવામાં આવી રહ્યો છે,  રજીસ્‍ટ્રેશન માટે www rajkotrunners.com વેબસાઈટ તથા  મો. નં.  ૮૭૬૮૭૬૯૭૯૭ ઉપર સવારે ૧૦ થી સાંજે ૬  દરમિયાન સંપર્ક કરી શકાશે. રજીસ્‍ટ્રેશનની અંતિમ તારીખ ૧૦ ડિસેમ્‍બર રહેશે.

રાજકોટના યુવાઓને દેશ અને દુનિયામાં પ્રચલિત આ એથલેટીક રમત સાથે જોડવાના આશયથી રાજકોટમાં બીજી વાર આ મેરેથોન દોડનું આયોજન થઈ રહ્યું છે. રાજકોટ નાઇટ હાફ મેરેથોનમાં નોંધાયેલ રેકોર્ડસ દેશમાં યોજાતી તમામ નામાંકીત મેરેથોનમાં માન્‍ય ગણાશે. આ મેરેથોન રાજકોટના રેસકોર્સ ખાતેથી રાત્રે દસ કલાકે શરુ થઈ વિવિધ વિસ્‍તારોમાં ફરી સ્‍ટાર્ટ પોઇન્‍ટ પર પૂર્ણ થશે. તેમ યાદીમાં જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ ખાતે વર્ષ ૨૦૧૬ થી કાર્યરત રાજકોટ રનર્સ એસોસીએશન તમામ માટે શારીરિક સ્‍વાસ્‍થ્‍યના સુત્ર સાથે જોડાયેલુ ગુજરાત અને દેશમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત ૧૮ થી ૭૫ વર્ષની વયજુથના એલીટ લોકોનું ૨૭૫ થી વધુ સભ્‍યો ધરાવતુ ગ્રુપ છે. જેમણે ગત વર્ષે માર્ચ ૨૦૨૩ માં સૌરાષ્‍ટ્રમાં પ્રથમ વાર ડ્રગ્‍સના સેવન વિરુદ્ધ જાગરુકતા લાવવાના શુભ આશય સાથે રાજકોટ નાઇટ હાફ મેરેથોન ઇવેન્‍ટ યોજી યુવાઓમાં સ્‍વાસ્‍થ્‍યની જાગરુકતા ફેલાવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. જ્‍યારે વર્ષ ૧૯૮૭ થી કાર્યરત ૧૫૦ થી વધુ સભ્‍યો ધરાવતું રોટરી કલ્‍બ ઓફ રાજકોટ ગ્રેટર એ એક આંતરરાષ્‍ટ્રીય સેવા સંસ્‍થા છે, જેનો હેતુ માનવતાવાદી સેવાઓ પ્રદાન કરવા, તમામ વ્‍યવસાયોમાં ઉચ્‍ચ નૈતિક ધોરણોને પ્રોત્‍સાહિત કરીને સમગ્ર વિશ્વમાં સદ્વાવના અને શાંતિ સ્‍થાપી વ્‍યવસાય અને વ્‍યાવસાયિક નેતાઓને એક મંચ ઉપર એકત્રિત કરવાનો હોવાનું જણાવાયું  છે.

 આ નાઈટ હાફ મેરેથોનમાં  ઓમનિટેક એન્‍જીનિયરીંગ પ્રા. લી.,  પ્‍લેટીનમ,  જી. એમ. એન્‍જીનિયરીંગ,  ડો. રાહુલ શર્મા સ્‍થાપિત સાઇરન્‍સ ફીટનેસ ફોર ઓલ કંપની,     હેલ્‍થ પાર્ટનર સીનર્જી હોસ્‍પિટલે,  આઇ.એમ.એ. રાજકોટ,  ખોડલધામ ટ્રસ્‍ટનો    ઉપરાંત   મારવાડી યુનિવર્સિટી, હાઇડ્રેશન પાર્ટનર દાવત, ટેક પાર્ટનર સ્‍ફિયર રેઇસ, રિકવરી પાર્ટનર સ્‍પિયર  અને રેડિયો પાર્ટનર તરીકે રેડ એફ.એમ. જોડાયેલ છે.

આ વખતની નાઈટ હાફ મેરેથોનમાં ડ્રગ્‍સના સેવન વિરુદ્ધ જાગરુકતા લાવવા, ઓનલાઈન ફ્રોડથી બચવા, ટ્રાફીક નિયમોના પાલન અંગે, તેમજ વળક્ષોનું જતન અને શહેરની સ્‍વચ્‍છતા જેવા સંદેશા અને વિષયવસ્‍તુઓને કેન્‍દ્રમાં રાખીને લોકજાગળતિ ફેલાવવાનો ઉદ્દેશ રહેલો છે. તા. ૨૮ ડિસેમ્‍બરના આયોજીત આ મેરેથોનમાં રાજકોટ, સૌરાષ્‍ટ્ર ઉપરાંત દેશ અને વિદેશમાંથી ૨૧ કિમી ની હાફ મેરેથોન અને ૧૦ કિમી ડ્રીમ રન એમ બે કેટેગરીમાં દોડવીરો ભાગ લેશે. જેમાં સ્‍પર્ધકોનુ રીયલ ટાઇમ મોનીટરીંગ અને સમયની નોંધ લઈ વિજેતા ઘોષિત કરવામાં આવશે. વિજેતાઓને રૂા. ૧૩ લાખથી વધુના ઇનામો અને ટ્રોફી એનાયત કરવામાં આવશે. આ વર્ષે ખાસ કરીને રાજકોટની જનતાને પ્રોત્‍સાહિત કરવા માટે અલગ કેટેગરી બનાવવામાં આવી છે, જે અનુસાર રાજકોટના દોડવીરોને વિશેષ ઈનામો એનાયત કરવામાં આવશે.

     આ નાઈટ હાફ મેરેથોન સ્‍પર્ધા પહેલા એટલે કે તા. ૨૬ અને ૨૭ ડિસેમ્‍બર દરમિયાન રાજકોટ ખાતે બીબ એક્‍સ્‍પોનું આયોજન થવા જઈ રહ્યું છે. રાજકોટ બહારથી આવતા સ્‍પર્ધકો અને મુલાકાતીઓ માટે તા. ૨૮ ના રોજ સ્‍પેશ્‍યલી બીબ પ્રદર્શન સાંજ સુધી ચાલુ રાખવામાં આવશે. આ પ્રદર્શન દરમિયાન રાજકોટનું પ્રતિનિધિત્‍વ કરી વિવિધ ખેલ-કુદ સ્‍પર્ધામાં જવલંત સફળતા મેળવી રાષ્‍ટ્રીય ફલક ઉપર રાજકોટને નામના અપાવનાર રમતવીરોને સન્‍માનિત કરવામાં આવશે.     આ નાઇટ હાફ મેરેથોનના અયોજનને સફળ બનાવવા રાજકોટ રનર્સ એસોસીએશનના પ્રમુખ ડો.અજીતસિંહ વાઢેર, ઉપપ્રમુખ ડો. દેવેન્‍દ્ર રાખોલીયા, મંત્રી ડો. દિપ્તિ મહેતા, સહ-મંત્રી શ્રી રવિ ગણાત્રા, શ્રી શૈલેષભાઈ ગોટી, શ્રી સનતભાઈ માખેચા, પ્રોજેક્‍ટ ચેરમેન શ્રી પુનિતભાઈ કોટક, રોટરી કલ્‍બ ઓફ રાજકોટ ગ્રેટરના પ્રેસિડન્‍ટ શ્રી જયદિપભાઈ વાઢેર, સેક્રેટરી શ્રી આશિષભાઈ જોષી, રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના પૂર્વ પ્રમુખ શ્રી દિપેનભાઈ પટેલ અને પૂર્વ પ્રમુખ શ્રી મેહુલભાઈ નથવાણી સહીતના  જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના પ્રેસીડેન્‍ટ જયદીપ વાઢેર, સેક્રેટરી આશીષ જોશી, જયદેવ શાહ તથા રાજકોટ રનર્સ એસોસીએશનના પ્રેસીડેન્‍ટ ડો. અજીતસિંહ વાઢેર, વાઇસ પ્રેસીડેન્‍ટ ડો. દેવેન્‍દ્ર રાખોલીયા, સેક્રેટરી ડો. દિપ્તીબેન મહેતા અને પુનિત કોટક નજરે પડે છે.  (પ-૧૭)

(4:04 PM IST)