તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Thursday, 14th November 2024
પંડિત જવાહરલાલ નહેરૂની ૧૩૫મી જન્મજયંતીઃ મનપા દ્વારા પુષ્પાંજલિ અર્પણ
મસ્તક નમન અને પ્રણામ કરતા પદાધિકારીઓ અને કોર્પોરેટરો

રાજકોટ તા.૧૪: આજ તા.૧૪ નવેમ્બરના રોજ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત શ્રી જવાહરલાલ નહેરૂની ૧૩૫મી જન્મજયંતિ પ્રસંગે તેઓની રાજકોટ મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આવેલ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી મસ્તક નમન અને પ્રણામ કરવામાં આવેલ. પંડિત જવાહરલાલ નહેરૂના જન્મ દિવસને ‘‘બાળ દિવસ'' તરીકે પણ ઉજવવામાં આવે છે તેમજ નહેરૂજી ‘‘ચાચા નહેરૂ'' તરીકેના હુલામણા નામથી પણ ઓળખાય છે.
આ પ્રસંગે મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, કોર્પોરેટર મગનભાઈ સોરઠીયા, વિનુભાઈ સોરઠીયા, જીતુભાઈ કાટોડીયા, રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષ કાર્યાલય મંત્રી મહેશભાઈ પરમાર, સાંસ્કળતિક વિભાગના મેનેજર કૌશિક ઉનાવા, મેનેજર અને પી.એસ.ટુ મેયર વિ.ડી.ઘોણીયા, મેનેજર અને પી.એસ.ટુ ચેરમેન એચ.જી.મોલિયા, વોર્ડ એન્જીનિયર એમ.બી.ગાવિત, આસી. એન્જીનિયર નિલેષ ગજેરા અને સાંસ્કળતિક વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.(
(3:40 PM IST)










