News of Thursday, 14th November 2024
ભોમેશ્વર પ્લોટના રહેવાસીઓને બાનમાં લેતા વાહન ચાલકોમાંથી મુકિત અપાવો : લતાવાસીઓનો પોકાર
પોલીસ કમિશ્નરના જાહેરનામાનો સરેઆમ ભંગ થતો હોવા છતા ટ્રાફીક પોલીસ મુક પ્રેક્ષક બનતી હોવાની વધુ એક રજુઆત સાંઢીયા પુલની કામગીરીના કારણે ડાયવર્ટ કરાયેલા ટ્રાફીકના કારણે આ વિસ્તારના લોકોને અનેક સમસ્યાઃ અવાર નવાર સર્જાતા ટ્રાફીક જામમાં એમ્બ્યુલન્સો ફસાતી હોવાથી માનવ જીંદગી ઉપર ખડુ થતુ જોખમ

ભોમેશ્વર પ્લોટના મુખ્ય માર્ગ પર વાહન પ્રવેશ સંબંધી પોલીસ કમિશ્નરના જાહેરનામાનો સરેઆમ ભંગ થતો હોવાથી સર્જાતો ટ્રાફીક જામ તસ્વીરમાં નજરે પડે છે. (૪.૩૦)
રાજકોટ, તા., ૧૪: જામનગર રોડ સાંઢીયા પુલને તોડીને નવા પુલનું નિર્માણકાર્ય શરૂ થયું છે ત્યારથી ભોમેશ્વર પ્લોટના રહેવાસીઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહયો છે. આ વિસ્તારના મુખ્ય માર્ગ ઉપર રેલ્વે ક્રોસીંગ આવેલું હોવાથી દિવસ દરમ્યાન ટ્રેનની અવર-જવર વખતે લાંબો ટ્રાફીક જામ સર્જાતો હોવાથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. એટલું જ નહિ ભારેખમ ટ્રાફીકના કારણે શેરી-ગલ્લીઓમાં બાળકોનેુ રમવું કે હરવુ-ફરવું મુશ્કેલ બન્યાનું રજુઆતકર્તાઓનું કહેવું છે.
આજે ડીસીપી પુજા યાદવ સમક્ષ વધુ એક વખત આ બારામાં રજુઆત કરવામાં આવી હતી. લેખીત રજુઆતમાં જણાવાયું છે કે,
હાલમાં જામનગર રોડ સાંઢીયા પુલ તોડીને નવો બનાવવાની કામગીરી ચાલુ છે. જેનો ટ્રાફીક ભોમેશ્વર વાડી અને ભોમેશ્વર પ્લોટમા ડાયવર્ટ કરવામા આવેલ છે. આપશ્રીના જાહેરનામામા સ્પષ્ટ જાહેર કરવામા આવેલ છે કે આ રસ્તો ફક્ત મોટરસાયકલ ચાલકો માટે જ છે ત્યા રીક્ષા, મોટરકાર કે હેવી ટ્રકને આ રસ્તા ઉપરથી ચાલવા દેવાના નથી તેવી સ્પષ્ટ સુચના છતા રીક્ષા ચાલકો, મોટરકાર ચાલકો અને હેવી ટ્રકો આપના જાહેર નામાનો ભંગ કરીને ત્યાંથી ચાલે છે અને જેના કારણે અમો લતાના રહેવાસીઓને ખુબ જ અગવડતા પડે છે અને અમો લતાવાસીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અમારા વિસ્તારના મોટરકાર ચાલકો અને રીક્ષા ચાલકોને પાસ કાઢી આપવા તથા રાત્રીના સમયે પેટ્રોલ/ડિઝલ તથા કેમીકલના ટેન્કરો પસાર થાય છે. જેના કારણે અકસ્માત થવાનો ભય રહે છે જેથી તેની આવક જાવક પર સંપુર્ણપણે બંધ કરાવવા અરજ છે. આ રસ્તા ઉપર રેલ્વે ફાટક આવેલ હોય ટ્રેનની અવર જવર દર અડધી કલાકે રહેતી હોવાથી આ રસ્તો વન વે કરી આપવાની અમારી લાંબા સમયની માંગણી ગ્રાહ્ય રાખવા અમારી માંગણી છે.
રીક્ષા ચાલકો, મોટરકાર અને હેવી ટ્રકોના કારણે ભોમેશ્વર મેઈન રોડ ઉપર આવેલ જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ લેવા માટે જઇ શકતા ન હોય અને બાળકોને શેરીમા રમવુ મુશ્કેલ પડી ગયેલ હોય. પરંતુ આ રીક્ષા ચાલકો, મોટરકાર ચાલકો અને હેવી ટ્રક ચાલકો કાયદાનો કોઈ ડર ન હોય તે રીતે બેફામ રીતે માનવ જીંદગી જોખમાય તે રીતે અને ટ્રાફીકનો જામ થાય અને લતાવાસીઓ અને મોટરસાયકલના ચાલકો હેરાન પરેશાન ટ્ટ થાય તે રીતે વાહન ચલાવીને આખો વિસ્તાર બાનમા લે છે અને તેઓને આપના જાહેરનામાની વાત કરીએ તો લતાવાસીઓ સાથે લડાઇ ઝગડો કરીને ડરાવે ધમકાવે છે અને અકસ્માત કરીને ટાંટીયા ભાંગી નાખીશું અને કાયદો અમારૂ કશુ બગાડી નહી શકે તેમ કહીને ડરાવતા ધમકાવતા હોય છે. રાત્રીના સમયે હેવી ટ્રકો પસાર થાય છે જેના કારણે ઘરના વિજ કનેકશનના વાયરો તુટી જાય છે અને આ અસહ્ય ગરમીમા લોકો
ત્રાહીમામ થઈ જાય છે અને રાત્રીના સમયે વાયર રીપેર થાય ત્યા સુધી ગરમીમા શેકાવુ પડતુ હોય જેના કારણે વિસ્તારના રહેવાસીઓ હેરાન પરેશાન થાય છે. ટ્રક, રીક્ષા ચાલકો અને મોટરકાર ચાલકો વિસ્તારને બાનમા લે છે જેના કારણે આ અરજી કરવાની ફરજ પડેલ છે.
અમારા વિસ્તારમા રેલ્વેનું ફાટક આવેલ હોય અને આખો દિવસમાં ૧૨ ટ્રેન પસાર થાય છે. આ ટ્રેન પસાર થાય ત્યાર પછી અડધી થી એક કલાક સુધી એવો ટ્રાફીક જામ હોય છે અને સતત હોર્ન વગડાતા હોય અને ઙ્કદુષણના કારણે વળદ્ધો, બિમાર લોકો અને બાળકો ને આ ગરમીના વાતાવરણમા રહેવું મુશ્કેલ થઇ પડેલ હોય જેથી આપ સાહેબને વિનંતિ કે દિવસના સમયે ટ્રેન પસાર થવાની હોય તે સમયે આપ રૂબરૂ વિઝીટ કરીને પરિસ્થિતિ જોવા તો આપશ્રીને ખબર પડશે કે વિસ્તારના લોકો કેવી પરેશાનીઓનો સામનો કરે છે.
ઉપરોકત લેખીત રજુઆતમાં ભોમેશ્વર પ્લોટ અને ભોમેશ્વર વાડી વિસ્તારના સેંકડો લોકોએ પોતાના નામ નંબર સાથે સહીઓ કરી છે. રજુઆતકર્તાઓમાં પ્રવિણભાઇ, પટ્ટણી ઇમ્તીયાઝ, પ્રતિક વલ્લભભાઇ, જગદીશ દવે, અરવિંદભાઇ, અનિલભાઇ, વાય.આઇ. જુણાચ, નાથાભાઇ, ઇબ્રાહીમ કાસમભાઇ, જીતુભાઇ હીરપરા, અયાઝ સિકંદરભાઇ, એમ.યુ.બુખારી, પુનીત સોલંકી, મનોજ સોલંકી, વિનોદભાઇ વી., વિદ્યા ડાભી, ભાવેશભાઇ બોળીયા, ઉત્સવ રાઠોડ, પ્રકાશ એન.પરમાર, પ્રિન્સગીરી ગોસાઇ, જયેશ ધામેચા, અરૂણભાઇ એસ., રાધીકા ડ્રેસીસ, વર્ષા એમ્બ્રોઇડરી, શૈલેષભાઇ, સંજયભાઇ, રતનબેન, ચામુંડા સોઇંગ મશીન, વિશાલભાઇ ચાવડા, ચંદુલાલ લાલજીભાઇ, દર્શન જેઠવા, ભીખુભાઇ જેઠવા, મનસુખભાઇ સોઢાતર, વિરાગ ચાવડા, નરેશભાઇ, દિલીપભાઇ ત્રિવેદી, રામદેવસિંહ, વિજય અગ્રાવત, કરણ અગ્રાવત, વી.એમ.વાજાર, દમયંતી વાજાર, વી.વી.વાજાર, આર.બી.પરમાર, મહિપાલસિંહ ચુડાસમા, લક્ષ્મણ શિયાળીયા, વિક્રમ શિયાળીયા, સંગ્રામ શિયાળીયા, સનતસિંહ ચુડાસમા, સંજય શિયાળીયા, રાઘવભાઇ પટેલ, મનસુખભાઇ વેકરીયા, જીવરાજભાઇ પટેલ, એઝાજ હિંગોરજા, દાઉદભાઇ હિંગોરજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, બહાદુરભાઇ ખાચર, રાજુભાઇ ખંભાયતા, સ્મીત ખંભાયતા, ધર્મેશ સિતાપરા, અશોક સિતાપરા, ગણેશભાઇ સિતાપરા, મીઠાભાઇ ધંધુકીયા, જયદીપ સિતાપરા, નુરમામદ આમદભાઇ, પ્રતીકસિંહ ભરતસિંહ ચાવડા, હનીફ સુમરા, કુશલ કક્કડ, ચિરાગ સંચાણીયા, ખુમાન વાજા, રણજીતભાઇ ખાચર, રવિભાઇ શિયાળીયા, રાજેશ સાપરીયા, મુન્ના ધોળકીયા, કિશોરભાઇ વાળા, એ.એન.વાળા સહિતના સેંકડો લતાવાસીઓ જોડાયા હતા.
(3:48 PM IST)










