<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

ઋષભદેવ સંઘમાં મુમુક્ષુઓ હેતભાઇ તથા ડિમ્‍પલબેનની સોમવારે દીક્ષા અનુજ્ઞાપત્ર અર્પણ વિધિ

 

રાજકોટ, તા. ૧પ : અનંત ઉપકારી શ્રમણ ભગવાન મહાવીર સ્‍વામીની અનંતી કળપા થકી તેમજ ગોંડલ સંપ્રદાયના બહુશ્રુત આચાર્ય ભગવંત સ્‍વ. પૂજ્‍ય શ્રી જશાજી સ્‍વામીના પાટાનુપાટ સ્‍વ. પૂજ્‍ય સ્‍થવિર ગુરુભગવંત શ્રી પ્રેમચંદજી મહારાજ સાહેબના શિષ્‍યરત્‍ન આગમ અર્કદર્શક ચારિત્રનિષ્‍ઠ પરમ પૂજ્‍ય ગુરુભગવંત બા.બ્ર. શ્રી રાજેશમુનિજી મહારાજસાહેના શુભ સાંનિધ્‍યમાં જામનગર નિવાસી ચિ. હેતકુમાર નીતિનભાઈ તુરખીયા તથા મુંબઈ નિવાસી કુમારી શ્રી ડિમ્‍પલબેન નવીનભાઈ વિરાણી જૈન ભાગવતી દીક્ષા ગ્રહણ કરવા ઉદ્યમવંત થયા છે.

આ બંને દીક્ષાર્થીના દીક્ષા અનુજ્ઞાપત્ર અર્પણ વિધિ તા. ૧૮ ને સોમવારના રોજ સવારે ૯ કલાકે શ્રી ઋષભદેવ સંઘના આંગણે શાશ્વત, પારસ હોલ સામે, નિર્મલા રોડ ખાતે  ચતુર્વિધ શ્રીસંઘની ઉપસ્‍થિતિમાં યોજાશે.

દીક્ષાર્થી ચિ. હેતકુમાર નીતિનભાઈ તુરખીયા ખૂબ જ નાની ઉંમરમાં આ સંસારનો સદા માટે ત્‍યાગ કરી સંયમરત્‍ન પ્રાપ્ત કરવા ઉત્‍સાહ અને ઉમંગથી આગળ વધી રહ્યા છે. પૂજ્‍ય ગુરુભગવંતની કળપાથી અનેક આગમોની વાંચના લીધેલ છે. તેઓશ્રી જામનગર ધર્મનગરીમાં તા. ૫ ડિસેમ્‍બરને ગુરુવારના દીક્ષા અંગીકાર કરશે. જયારે  સમળદ્ધ અને સુખી સંપન્ન પરિવારના પુત્રીરત્‍ના, મુંબઈ મહાનગરીમાં ઉછરેલા કુમારી શ્રી ડિમ્‍પલબેન નવીનભાઇ વિરાણી ઉચ્‍ચતર શૈક્ષણિક અભ્‍યાસ કરીને ખ્‍યાતનામ કંપનીમાં મહત્ત્વના સ્‍થાને કાર્યરત હતા અને ભારતભરમાં તથા અનેક દેશોમાં ગયેલ. તેમને પ્રભુવીરનો માર્ગ ગમ્‍યો અને સંયમ અંગીકાર કરવા થનગની રહ્યા છે.

(3:19 PM IST)