News of Saturday, 16th November 2024
રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મ.સા.ના સાનિધ્યે કાલે ૪૫૦ થી વધુ ઉપધાન તપ આરાધકોની અનુમોદના
પરમધામના આંગણે ૧૧ દિવસીય તપ શીબીર સંપન્ન

રાજકોટ તા.૧૬: પરમધામ સાધના સંકુલના પ્રાંગણે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે સંયમ ભાવ સાધના ઉપધાન તપની આરાધના કરનારા ભાવિકોની અનુમોદનાનો અવસર કાલે તા.૧૭ સવારના ૯ કલાકથી આયોજિત કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, પરમ ગુરુદેવના સાનિધ્ય દર વર્ષે સાધુ જીવનશૈલીની આરાધના સ્વરૂપ સંયમ ભાવ સાધના ઉપધાન તપનું આયોજન કરવામાં આવે છે જેના અંતર્ગત સેંકડો ભાવિકો જોડાઈને સ્વયંની આત્મા પર સંયમ ભાવોનું સંસ્કરણ કરીને આત્મશુ દ્ધિ કરી રહ્યાં છે આ જ સંયમ ભાવ સાધનાની શળંખલામાં ફરીને આ વર્ષે પણ ૧૧ દિવસીય ઉપધાન તપ શિબિર આયોજિત થતા દેશ-વિદેશના મળીને સાડા ચારસોથી વધુ ભાવિકો જોડાઈને સાધુ જીવનશૈલીની આરાધના કરી ધન્ય બન્યાં છે. માતુશ્રી કંચનબેન રમણિકલાલ શેઠ પરિવાર જેઓએ સંપૂર્ણ સંવેગ ચાતુર્માસ ૨૦૨૪ સહ આ ઉપધાન આરાધકોની આરાધનામાં સહાયક થતાં ઉપધાન તપ સાધનાનો પણ સંપૂર્ણ લાભ લીધેલ છે.
ઘર, પરિવાર, અનુકૂળતાઓ, સ્વજનો અને સમગ્ર સંસારના વ્યવહારોથી કટ ઓફ થઈને. પરમ ગુરુદેવના સાનિધ્યે ૧૧ દિવસ સુધી પૂર્ણપણે તાાનનો ત્યાગ, કોમ્બનો ત્યાગ, અરીસાનો ત્યાગ, ચપ્પલનો ત્યાગ આવા અનેક અનુકૂળતાઓનો ત્યાગ કરી, સાધુ જીવનશૈલીની આરાધના કરનારા આરાધક ભાવિકોના તપ ત્યાગની અનુમોદનાના આયોજિત થયેલા આ અવસરમાં દરેક આરાધકોને ડોલીમાં બિરાજમાન કરીને એમના તપના વધામણા કર્યા બાદ પરમ ગુરૂદેવના શ્રીહસ્તે ઉપધાન પરિપૂર્ણના પ્રતિક સ્વરૂપે માળાની અર્પણતા થશે.
(3:10 PM IST)










