<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

મનહરપુરના મહિલા ઘરનો દરવાજો બહારથી બંધ કરી માધાપર ફાટકે ટ્રેન હેઠળ કપાઇ ગયા

મુળ ગ્‍વાલીયરના રામકેસરીબેન પ્રજાપતિ માનસિક બિમારીથી કંટાળી જતાં પગલુ ભર્યુઃ પરિવારજનો જાગ્‍યા ત્‍યારે ઘરમાં ન દેખાતાં તપાસ કરતાં ઘટનાની જાણ થઇ

રાજકોટ તા. ૧૬: જામનગર રોડ પર માધાપર નજીક મનહરપુર-૧માં રહેતાં રામકેસરીબેન મુન્‍નાભાઇ પ્રજાપતિ (ઉ.વ.૪૫)એ સવારે માધાપર ફાટકે ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ રામકેસરીબેન સવારે ઘરના સભ્‍યો સુતા હતાં ત્‍યારે બહારથી દરવાજો બંધ કરી નીકળી ગયા હતાં. પરિવાજનો જાગ્‍યા ત્‍યારે તેણી ઘરમાં ન દેખાતા અને દરવાજો પણ બંધ  હોઇ પડોશીઓને જાણ કરતાં દરવાજો ખોલાયા હતો. પતિ, પુત્ર સહિતના લોકો રામકેસરીબેનને શોધવા નીકળ્‍યા હતાં. એ દરમિયાન માધાપર ફાટક પાસે ટ્રાફિક ખુબ જામ થયો હોઇ અને એક બહેન ટ્રેનમાં કપાઇ ગયા છે તેવી વાતો થતી હોઇ પરિવારજનોએ ત્‍યાં જઇને જોતાં કપાઇ ગયેલા મહિલા રામકેસરીબેન હોવાનુ ખુલતાં સ્‍વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં.

આપઘાત કરનારના પતિ મુન્‍નાભાઇ મુળ ગ્‍વાલીયરના વતની છે, વર્ષોથી રાજકોટ રહી માધાપર ચોકડીએ પાણીપુરી વેંચે છે. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. માનસિક બિમારીથી કંટાળીને પગલુ ભર્યાનું પરિવારજઓએ કહ્યું હતું. ગાંધીગ્રામના પોલીસે કાર્યવાહી કરી હતી.

(3:57 PM IST)