<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

અમને પ્રચંડ સમર્થન મળી રહ્યું છે : કલ્‍પક મણીયાર

બેન્‍કનો અનેકગણો વિકાસ થાય : લાખો સભ્‍યોના મહાપરિવારનું કલ્‍યાણ થાય, બેન્‍કને લાગેલ ઉધઇમાંથી, મુકિત મળે : રવિવારે મતદાન

રાજકોટ :  રાજકોટ નાગરિક બેંક ચૂંટણી પૂર્વે સંસ્‍કાર પેનલના વડીલશ્રી કલ્‍પક મણિઆરે જણાવ્‍યું છે કે સંસ્‍કાર પેનલના મારા સહીત સેંકડો ટેકેદારો તેમજ તમામ ઉમેદવારોને ૯૦% ડેલીગેટો (મતદારો) તેમજ જાહેર જનતાનુ અકલ્‍પનીય સમથૅન મળી રહેલ છે. નાગરિક બેન્‍કનો અનેક ગણો વિકાસ થાય,દસ લાખથી વધુ લોકોના બનેલા નાગરિક મહા પરિવારનું કલ્‍યાણ થાય. બેન્‍કને લાગેલા કેન્‍સર કે ઉધઈમાંથી મુક્‍તી મળે અને બેન્‍કનું સંપૂર્ણ શુદ્ધીકરણ થાય તે મુખ્‍ય મુદ્દો સર્વે એ સહજ પણે સ્‍વીકારી લીધેલ છે.

થાપણદારો બેન્‍કની શાખ અને તેના સંચાલકોનુ અવલોકન કરતા રહેતા હોય છે. નાગરિક બેન્‍કના કૌભાંડોને છાવરનારાઓને યોગ્‍ય સ્‍થાનેથી કડક આદેશો મળતા ચૂંટણી લડતા નથી, હાલમાં કોઈ બે ટર્મનો કાયદાકીય બાધ નડતો નથી તેવો ઘટસ્‍ફોટ સંસ્‍કાર પેનલના કો-ઓડિનેટર શ્રી વિબોધ દોશીએ આજે કર્યો છે.

કૌભાંડોના છાવરનારાઓ એ પોતાના વારસદારો માટે પ્રયત્‍ન કરેલ પરંતુ તેની પણ યોગ્‍ય સ્‍થાનેથી‘ના' આવેલ. આવા સ્‍થાનો પવિત્ર અને સંસ્‍કારી હોય છે, બેકના ૯૦% ડેલીગેટો નિઃસ્‍વાર્થી, સેવાભાવી, પ્રમાણિક બધુ જ સમજનારા અને સંસ્‍કારી છે. જાહેરમાં સંજોગોવસાત પોતે પોતાના મનની વાત રજૂ નથી કરતાં પરંતુ ગુપ્ત મતદાન હોવાથી ડેલીગેટો સામૂહિક રીતે યોગ્‍ય જગ્‍યાએ મત આપીને પોતાની સંઘની વિચારધારાને નિભાવવાના છે. સત્‍ય, સંસ્‍કાર કઈ પણ ખોટુ નહી સ્‍વીકારવાની માનસિકતા એ એકતરફી વાતાવરણ સંસ્‍કાર પેનલ માટે નિર્માર્ણ કર્યું છે. પોતાની બેન્‍કની સંગઠનની પ્રતિષ્ઠા અને ભરોસો એ જ મુદ્દાઓ મતપેટીમાં ગુપ્ત મતદાન સ્‍વરૂપે વ્‍યક્‍ત થવાના છે. અને સંસ્‍કાર પેનલના પ્રણેતા શ્રી કલ્‍પકભાઇ મણિઆરની   પેનલ પ્રચંડ બહુમતીથી જીતી જશે તે હકીક્‍ત આખુ રાજકોટ જાણે છે. તેમ વિબોધ દોશી જણાવે છે.

બુલંદ સ્‍વરે મતપેટીઓ સંસ્‍કાર પેનલના પ્રતિક  ‘માઇક' ને મત આપી સંપૂર્ણ નાગરિક મહાપરિવારના સુખ-શાંતિ અને સમળદ્ધિ માટે તા.૧૭ને રવિવારે એક ભવ્‍ય ઇતિહાસ બનાવવા જઈ રહેલ છે તેમ શ્રી વિબોધ દોશી (મો. ૯૪ર૮ર ૦૬૦૬૦) એ અંતમાં ઉમેર્યું હતું.

(4:11 PM IST)