તા. ૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧ શુક્રવાર
News of Monday, 18th November 2024
સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ એક વર્ષમાં અનેકવિધ કાર્યો સંપન્ન કર્યા : મહત્વની જવાબદારીઓ સોંપાઈ
ટ્રાન્સપોર્ટ ટુરીઝમ એન્ડ કલ્ચર પાર્લામેન્ટરી કમીટીમાં ચેરમેન તરીકેની જવાબદારી વહન કરી : એઈમ્સમાં, હિરાસર એરપોર્ટ કમીટી, ભારત સરકારની ઉચ્ચ સ્તરીય સબ કો-ઓર્ડીનેટ લેજીસ્લેટીવ કમીટીમાં નિમણુંક : સ્કોટલેન્ડની મુલાકાત લીધી : વાંકાનેરમાં ડીવાયએસપી કચેરી શરૂ કરાવી : વાંકાનેરથી પસાર થતી લાંબા રૂટની ૪ એક્સપ્રેસ ટ્રેનોના સ્ટોપ અપાવ્યા : એઈમ્સના સહયોગથી મેગા નિદાન - સારવાર કેમ્પનો સેંકડો લોકોએ લાભ લીધો

રાજકોટ : રાજયસભાના સભ્ય અને વાંકાનેરના રાજવી શ્રી કેસરીદેવસિંહજી ઝાલા તાજેતરમાં અકિલાની મુલાકાતે પધાર્યા હતા.
યુવા વયે ભાજપના સાંસદ તરીકે રાજયસભામાં પ્રારંભથી જ તેઓશ્રીની કામગીરી ખૂબ જ ઝળહળતી રહી છે અને તેમની નોંધ લેવાયેલ છે. તથા વિશેષ જવાબદારીઓ સોંપવામાં આવી છે.
શ્રી કેસરીદેવસિંહજી ઝાલાની ૨૦ ઓગષ્ટ ૨૦૨૩માં રાજયસભામાં નિમણુંક થતા ત્યારથી અત્યાર સુધીની કામગીરીની વિગત. તેઓશ્રીએ અકિલાને આપી હતી.
પાર્લામેન્ટરી કમીટીમાં નિમણુંક (ટ્રાન્સપોર્ટ ટુરીઝમ એન્ડ કલ્ચર) ભારત સરકાર આ કમીટીના ચેરમેન તરીકેની જવાબદારી નિભાવી તેનું પ્રતિનિધિત્વ કરેલ.
કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસીએશન ટ્રેનીંગ પ્રોગ્રામ એડનબર્ગ સ્કોટલેન્ડની મુલાકાત લીધેલ હતી.
ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ (એઈમ્સ) રાજકોટના મેમ્બર તરીકે નિમણુંક થઈ.
હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટની કમીટીમાં મેમ્બર તરીકે નિમણુંક થઈ.
સબ કોર્ડીનેટ લેજીસલેટી કમીટી ભારત સરકારમાં મેમ્બર તરીકે નિમણુંક થઈ. જે ભારત સરકારની ઉચ્ચ કક્ષાની કમીટીમાંની એક છે. (પાર્લામેન્ટરી કમીટી)
ઉડતી નજરે તેઓશ્રીની કામગીરી જોઈએ તો ઢુવા ઈન્ડસ્ટ્રીયલ ઝોનની માંગણી મુજબ પીજીવીસીએલ સબ ડીવીઝનની માંગણી થતા ગુજરાત સરકારમાં માંગણી ધ્યાને લઈ આ સબ ડિવીઝન મંજૂર થયેલ છે.
વાંકાનેર ખાતે ડીવાયએસપી કચેરી શરૂ કરવા માટે સરકારમાં રજૂઆત કરી જે ધ્યાને લઈ આ કચેરીમાં વાંકાનેરમાં શરૂ થયેલ છે.
વાંકાનેર તાલુકામાં ૧,૨૦,૦૦૦ વૃક્ષોનું વાવેતર કરેલ.
વાંકાનેરની પસાર થતી લાંબા રૂટની એક્સપ્રેસ ટ્રેનોની સ્ટોપ અપાવેલ.
૧. ટ્રેન નં. ૧૯૫૬૬/૬૫ ઓખા દહેરાદૂન એક્સપ્રેસ.
૨. ટ્રેન નં.૧૨૯૦૫ શાલીમાર સુ.ફા. એક્સપ્રેસ.
૩. ટ્રેન નં. ૧૨૯૪૯ સાત્રાંચી કવિ ગુરૂ સુ.ફા. એક્સપ્રેસ.
૪. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોના સ્ટોપ અપાવેલ.
તાજેતરમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ (એઈમ્સ) હોસ્પિટલ રાજકોટના સહયોગથી મેગા કેમ્પ શ્રી કેસરીદેવસિંહજી ઝાલાના માર્ગદર્શન હેઠળ યોજાઈ ગયો. જેમાં વિવિધ રોગોના નિષ્ણાંત સર્જનો ડોકટરોની ટીમે આ મેગા કેમ્પમાં સેવા આપેલ. આ મેગા કેમ્પમાં રીપોર્ટ તથા દવા ફ્રીમાં આપવામાં આવેલ. આ મેગા કેમ્પનું સમગ્ર આયોજન રાજયસભા સાંસદ અને એઈમ્સ હોસ્પિટલ રાજકોટના મેમ્બર શ્રી કેસરીદેવસિંહજી ઝાલાના હસ્તક કરવામાં આવેલ છે.
(11:11 AM IST)










