News of Monday, 18th November 2024
બીરસામુંડાજીને પુષ્પાંજલી : ભીલ આદીવાસી મહિલા મંડળ દ્વારા શનિવારે ભોજન સમારોહ

રાજકોટ : આદીવાસી ક્રાંતિવીર બિરસામુંડાની જન્મ જયંતિ નિમિતે ફુલહાર કરવાનો એક કાર્યક્રમ ભીલ (આદીવાસી) મહિલા ઉત્કર્ષ મંડળ દ્વારા બહુમાળી ચોક ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં આદીવાસી ગુજરાત ભીલ મહિલા પ્રમુખ વાસવીબેન સોલંકી તેમજ જયાબેન ચૌહાણ, મીનાબેન વાઘેલા, મીનાબેન મકવાણા, ભીલ જ્ઞાતિના આગેવાનો આનંદભાઇ વાગડીયા, રણજીતભાઇ તેમજ ટીમના સભ્યોએ બહુમાળી ભવન ખાતે બીરસામુન્ડા સર્કલ નામકરણ બદલ ખુશી વ્યતક કરી શાસક પક્ષને અનિંદન પાઠવ્યા હતા. બીરસામુન્ડાની તસ્વીર સમક્ષ સૌએ પુષ્પમાલા અર્પણ કરી ભાવવંદના કરી હતી. સાથો સાથ આ તકે વાસવીબેન સોલંકીના જન્મ દિવસની પણ ઉજવણી કરાઇ હતી. દરમિયાન આગામી તા. ૨૩ ના શનિવારે બપોરે ૩ થી રાત્રીના ૧૦ વાગ્યા સુધી ભીલવાડા ચોક, સદર ખાતે સ્વરૂચી ભોજન સમારોહ રાખવામાં આવ્યો છે. બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો શુભેચ્છકોએ લાભ લેવા રાજકોટ ભીલ મહિલા રૂઢી પ્રથા પંચ વ્યવસ્થા ભીલ આદીવાસી મહિલા ઉત્સકર્ષ મંડળ (મો.૯૯૦૪૬ ૨૪૨૮૬) દ્વારા નિમંત્રણ પાઠવાયુ છે.
(3:49 PM IST)










