<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

શહેરમાં વધુ ૩ કિલો પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્‍ત

જાહેરમાં ગંદકી કરનાર બાવન દુકાનદારોને ૧૧,૫૬૦નો દંડ : મનપાના સોલીડ વેસ્‍ટ શાખા દ્વારા કાર્યવાહી

રાજકોટ, તા.૧૮: મહાનગરપાલિકા દ્વારા પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ મેનેજમેન્‍ટ (એમેન્‍ડમેન્‍ટ) રૂલ્‍સ-૨૦૨૧ અન્‍વયે ત્રણેય ઝોન વિસ્‍તારમાં અલગ અલગ મુખ્‍ય માર્ગો પર સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરનાર પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા ૨ દિવસ દરમ્‍યાન ત્રણેય ઝોનમાંથી કુલ ૫૨ આસામીઓ પાસેથી ૩.૧૭ કી.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૧૧૫૬૦/નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્‍યો હતો.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ સેન્‍ટ્રલ ઝોનના વિવિધ મુખ્‍ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરતા ૧૭ આસામીઓ પાસેથી ૧.૬૫ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીક  જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ ૪૧૪૦/નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

વેસ્‍ટ ઝોનના વિવિધ મુખ્‍ય માર્ગોપર ઝુંબેશરૂપે -તિબંધીત પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરતા ૧૬ પાસેથી  ૦.૬  કિ.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીક  જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૩૮૫૦/નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ઈસ્‍ટ ઝોનનાવિવિધ મુખ્‍ય માર્ગોપર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરતા ૧૯ પાસેથી ૦.૯૨ કિ.ગ્રા.પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીક જપ્ત કરીતથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૩૬૦૦/નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ઉપરોક્‍ત કામગીરી મ્‍યુનિસિપલ કમિશનરશ્રીની સુચના અને નાયબ મ્‍યુનિસિપલ કમિશનરશ્રીના  માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર સેનીટેશન ઓફિસરની હાજરીમાં સેનેટરી ઇન્‍સ્‍પેકટર/સેનેટરી સબ ઇન્‍સ્‍પેકટર દ્વારા કરવામાં આવેલ.

(3:56 PM IST)