News of Monday, 18th November 2024
જંકશન પ્લોટમાં શાકભાજી અને ફ્રુટની લારીવાળાઓનો ત્રાસ
સામાજીક કાર્યકરો દ્વારા તંત્રને રજુઆત

રાજકોટ તા. ૧૮ : જંકશન પ્લોટમાં રેલ્વે સ્ટેશનવાળા મેઇન રોડ પર દરરોજ શાકભાજી અને ફ્રુટની લારીવાળાઓ ખડકાઇ જતા હોય રાહદારીઓ અને વાહનચાલકોને પારાવાર પરેશાની ભોગવવી પડે છે.
આ અંગે સામાજીક કાર્યકર્તા યોગેશ માખેચા, ડો. સંજય જીવરાજાની અને અતુલ રાજાણી દ્વારા તંત્રવાહકોને રજુઆત કરવામાં આવી છે.
અગાઉ પણ રજુઆતો થઇ ચુકી છે. જયારે મ્યુ. જગ્યા રોકાણ શાખાની ટીમ આવે ત્યારે થોડા સમય માટે રસ્તા સાફ થઇ જાય છે. બાદમાં હતી એવીને એવી જ સ્થિતી સર્જાઇ જાય છે. ખાસ કરીને જંકશન પ્લોટ ૧૫ ના રહેવાસીઓને બજારમાં નિકળવુ મુશ્કેલ બની જતુ હોય તંત્રવાહકો વહેલી તકે યોગ્ય કરે તેવી માંગણી ઉઠાવાઇ છે.
(4:54 PM IST)










