તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૦ મંગળવાર
News of Monday, 18th November 2024
સ્મશાનની ભઠ્ઠીનું કામ વધુ સારૂ કરવા જયમીન ઠાકરનો આદેશ
મોટામૌવાનું કામ અટકાવાયું: અન્ય સ્થળોએ પણ સીએનજી આધારીત ભઠ્ઠીમાં સ્ટીલની પેટ્ટી બનાવવા સહિત સારૂ કામ કરવા અધિકારીઓ, એજન્સીઓને દોડાવતા સ્ટે. ચેરમેન

રાજકોટ તા. ૧૮ : મહાનગરપાલિકાના દ્વારા શહેરના ત્રણ સ્મશાનમાં સીએનજી આધારીત અગિ્નદાહ માટેની ભઠ્ઠીનું કામ ચાલી રહયુ છે. એક અગિ્નદાહમાં વધુ સમય લાગતો હોય ત્યારે અધિકારીઓને એજન્સીઓને આજે કોર્પોરેશન ખાતે બોલાવી નિયમ મુજબ દોઢ કલાકમાં અગિ્નદાહ ક્રિયા સંપન્ન થઇ જાય તે મુજબની ભઠ્ઠી બનાવવા જયમીન ઠાકર દ્વારા સુચના આપવામાં આવી છે.
આ અંગે સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે દાધિકારી સાથેની વાતચીતમાં જણાવેલ કે, હાલ મોટા મૌવા, રામનાથપરા અને કોઠારિયા ખાતેના ત્રણ સ્મશાનોમાં સીએનજી આધારિત ભઠ્ઠીઓનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા સીએનજી ગેસ ફ્રીમાં આપવામાં આવશે. જેના લીધે અગ્નિદાન સમયે થતી વિજળીની ખપતમાં ભારેબચત આથી શહેરના તમામ સ્મશાનો સીએનજી આધારિત કરવાનો નિર્ણય લઈ પ્રથમ ત્રણ સ્મશાનોની ભઠ્ઠી માટે બે એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે. હાલ મોટામૌવા સ્મશાન ખાતે ભઠ્ઠીનું કામ પૂર્ણતાના આરે છે. પરંતુ તજજ્ઞોના જણાવ્યા મુજબ લોખંડના સ્ટ્રક્ચરની બનાવેલ આ ભઠ્ઠીમાં એક અગ્નિદાન માટે સાત કલાક જેટલો ભારે સમય લાગશે જેના લીધે લોકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે. નિયમ મુજબ એક અગ્નિદાનમાં દોઢથી બે કલાકનો સમય લાગતો હોય છે. જેની સામે ચારગણો સમય લાગવાનું કારણ શું જેની તપાસ કરતા માલુમ પડેલ કે, એજન્સી દ્વારા સુચવવામાં આવેલ લોખંડનું બોક્સ તેમજ લોખંડના ખાટલાને સીએનજી આધારીત ગરમ થતાં જ દોઢથી બે કલાકનો સમય લાગી રહ્યો છે. જેના લીધે અગ્નિદાનનો સમય સાત કલાક થઈ જાય છે. જેની સામે સ્ટીલનું ઈન્ફાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવે તો રાબેતા મુજબ દોઢથી બે કલાકમાં અગ્નિદાનની ક્રિયા પૂર્ણ થઈ જાય તેમ છે. આથી સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે બન્ને એજન્સીઓને આજે કોર્પોરેશન ખાતે બોલાવેલ છે.
સ્ટેન્ડીંગ ચેરમેને વધુમાં જણાવેલ કે, હાલમાં ફીટ થઈ રહેલ લોખંડના ઈન્ફાસ્ટ્રક્ચરના સ્થાને સ્ટીલનું ઈન્ફાસ્ટ્રકચર કરવામાં આવે તો એજન્સીને સસ્તામાં પરવડે તેમ છે. તેના માટે વધારાનો કોઈ ખર્ચ કરવો પડે તેમ નથી. આથી બન્ને એજન્સીઓને સમજાવીને હવે ત્રણેય સ્મશાન ખાતે લોખંડના બદલે સ્ટીલનું ઈન્ફાસ્ટ્રક્ચર તૈયાર કરવાની સૂચના આપવામાં આવશે. આ સીએનજી આધારીત સ્મશાનના ભઠ્ઠીના કામ માટે ટેન્ડર મંજુર કરવામાં આવેલ.
(4:35 PM IST)










