<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

સંસ્‍કૃતિ આર્ય ગુરૂકુલમ દ્વારા ગીતા જયંતિ નિમિતે નિબંધ સ્‍પર્ધાનું આયોજન

યુવાનો ફેસબુકને બદલે ગીતાની બુક ફેસ કરતા થાય તેવા હેતુથી

રાજકોટ તા. ૧૮ : સંસ્‍કૃતિ આર્ય ગુરૂકુલમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગીતા જયંતિ નિમિતે ‘ભગવદ્દ ગીતા નિબંધ સ્‍પર્ધા'નું આયોજન કરાયુ છે.

ખાસ કરીને કોલેજના યુવાનો ફેસબુકના બદલે ગીતાની બૂક ફેસ કરતા થાય, ગીતા વિષે લેખોમાં જાગૃતિ આવે લોકોમાં સકારાત્‍મક ઉર્જાનું નિર્માણ થાય તે હેતુથી સંસ્‍કૃતિ આર્ય ગુરૂકુલમ દ્વારા આવી સ્‍પર્ધા યોજવામાં આવે છે. ગત વર્ષે ૨૦૦૦ યુવાનોએ ભાગ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે વારાણસીમાં ગુરૂકુલમના મોટા આચાર્ય રાજવૈદ્ય પૂ. વિશ્વનાથ ગુરૂજીએ વેદ, ઉપનિષદ, આયુર્વેદનો સૂક્ષ્મ અભ્‍યાસ કરી ભગવદ્દ ગીતાના અનેક વિષયો સરળ ભાષામાં સમજાવ્‍યા છે. તેઓની પાસે ૧૪ વર્ષ સુધી સંસ્‍કૃત, વેદ, ઉપનિષદ અને આયુર્વેદના અનેક ગ્રંથોનો અભ્‍યાસ આચાર્ય મેહુલભાઇએ કર્યો અને તે પરંપરાને આગળ વધારવા રાજકોટ ખાતે સંસ્‍કૃતિ આર્ય ગુરૂકુલમની સ્‍થાપના કરી છે.

આ વર્ષે યોજનાર સ્‍પર્ધા માટેના વિષયો (૧) ભગવદ્દ ગીતા અને આયુર્વેદ, (૨) ભગવદ્દ ગીતા અને સ્‍ટુડન્‍ટ લાઇફ, (૩) ભગવદ્દ ગીતા અને ડે ટુ ડે લાઇફ, (૪) ભગવદ્દ ગીતા અને મેનેજમેન્‍ટ સિધ્‍ધાંતો, (૫) ભગવદ્દ ગીતા અને આધુનિક શિક્ષણ  રાખેલ છે. નિબંધ ગુજરાતી, હિન્‍દી, સંસ્‍કૃત કે અંગ્રેજી ભાષામાં પ૦૦ થી ૬૦૦ શબ્‍દોમાં લઇ તા. ૧ ડીસેમ્‍બ રસુધીમાં મોકલી આપવાના રહેશે.

પ્રથમ વિજેતાને રૂ.૧૧૦૦૦, દ્વીતીયને રૂ. ૯૦૦૦, તૃતીયને રૂ.૭૦૦૦, ચતુર્થને રૂ.૫૦૦૦ અને પાંચમાં વિજેતાને રૂ.૩૦૦૦ અપાશે. ઉપરાંત ૨૦ થી વધુને રૂ.૧૧૧૧ આશ્વાસન ઇનામ અપાશે.

ભાગ લેવા અને વધુ માહીતી માટે સંસ્‍કૃતિ ગર્ભ સંસ્‍કાર કેન્‍દ્ર, ૩૦૪, સોલીટર બિલ્‍ડીંગ, ૧૫૦ ફુટ રીંગરોડ, રાજકોટ (મો.૯૬૬૪૯ ૧૧૧૮૨ અથવા મો.૮૮૪૯૬ ૯૧૮૯૬) ખાતે સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ર્સંસ્‍કૃતિ આર્ય ગુરૂકુલમ રાજકોટના સ્‍થાપક આચાર્ય મેહુલભાઇ નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(4:43 PM IST)