<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

મતદાર યાદી રવિવારથી બૂથ ઉપર ઝૂંબેશઃ ૧ દિવસમાં ૧૦૬૦૦ ફોર્મ ભરાયાઃ નામ ઉમેરવા ૪ હજાર ફોર્મ રજૂ

મતદાર યાદીમાં ભારે ભૂલો હોવાનું તારણઃ સુધારા માટે પ૩૦૩ ફોર્મ આવ્‍યા... : નામ ઉમેરવા સૌથી વધુ જસદણ બેઠક ઉપર ૭૪૮ તો સૌથી ઓછા ગોંડલ બેઠક ઉપર ૩૩૦ ફોર્મ આવ્‍યા....

રાજકોટ તા. ૧૮ :.. રાજકોટ શહેર- જીલ્લામાં હાલ તા. ર૮ સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, આમાં ગઇકાલે રાજકોટ શહેર-જીલ્લાના કુલ ર૬પ૦ મતદાન મથકો ઉપર સવારે ૧૦ થી સાંજે પ સુધી બીએલઓ-બૂથ લેવલ ઓફીસરોની હાજરીમાં નામ ઉમેરવા-કમી- સુધારણા-આધારલીંક અપ અંગેના વિવિધ ફોર્મ ભરવા અંગે ખાસ ઝુંબેશ રખાઇ હતી,

જેમાં રાજકોટ શહેર -જીલ્લામાં એક દિવસમાં વિવિધ પ્રકારના થઇને કુલ ૧૦૬૦ર ફોર્મ ભરાયા હતા, જેમાં નામ ઉમેરવાના ૪૦૪પ ફોર્મ મતદારોએ ભર્યા છે, જેમાં સૌથી વધુ જસદણ બેઠક ઉપર ૭૪૮ તો સૌથી ઓછા ગોંડલ વિધાનસભા બેઠક ઉપર ૩૩૦ ફોર્મ આવ્‍યા હતા. જયારે રાજકોટ-પૂર્વ-૪૮૧, રાજકોટ -વેસ્‍ટ-૩૪૭, રાજકોટ-દક્ષિણ-૩૩૮, રાજકોટ રૂરલ -૭૩૭, જેતપુર-પ૯ર અને ધોરાજી બેઠક ઉપર ૪૭ર ફોર્મ નામ ઉમેરવા માટે આવ્‍યા હતા.

આ ઉપરાંત ચૂંટણીકાર્ડને આધારકાર્ડ લીંકઅપ અંગે શહેર-જિલ્લામાં-રર૯, નામ રદ કરવા માટે ફુલ-ર૦રપ, તથા મતદાર યાદીમાં અનેક ભુલો સંદર્ભે નામો-સુધારા અંગે પ૩૦૩ ફોર્મ ભરાયા હતા, બધુ થઇને કુલ ૧૦૬૦ર ફોર્મ આવ્‍યા છે, હવે આવી ખાસ ઝુંબેશ આગામી શનિવાર અને રવિવાર એમ બે દિવસ યોજાશે.

(4:37 PM IST)