News of Tuesday, 19th November 2024
ડીજીપી કપ બાસ્કેટ બોલ સ્પર્ધામાં રાજકોટ મહિલા પોલીસની ટીમ સતત ત્રીજી વખત બની વિજેતા
કૃપાબેન બન્યા પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટઃ ઉચ્ચ અધિકારીઓએ શુભેચ્છા પાઠવી

રાજકોટઃ ડીજીપી કપ બાસ્કેટ બોલ સ્પર્ધા-૨૦૨૪માં રાજકોટ શહેર પોલીસની મહિલા વિભાગની ટીમ સતત ત્રીજી વાર વિજેતા બની છે. ભાવનગર પોલીસ દ્વારા ત્રણ દિવસ માટે આ સ્પર્ધાનું આયોજન કરાયં હતું. શહેર પોલીસની મહિલા વિભાગની ટીમે વડોદરા રેન્જની ટીમને ૧૧ પોઈન્ટની લીડથી અને સુરત શહેર પોલીસની ટીમને ૩ પોઈન્ટની લીડથી પરાજીત કરી હતી. આ ટીમમાં હેતલબેન નારણભાઇ, કૃપાબેન દિનેશભાઇ, કેયાબેન રાજેશભાઇ, સોનલબેન ગણેશપરી, બંસીબેન રમેશભાઇ, શિલ્પાબેન વાલજીભાઇ, ભાગ્યલક્ષ્મીબા નરવિરસિંહ, ભાવનાબેન પોપટભાઇ, જયનાબેન ખીમાભાઇ, ધૃતિબેન દિનેશભાઇએ પોતાનું કોૈશલ્ય દેખાડયું હતું. પ્લયેર ઓફ ધ ટુર્નામેન્ટ કૃપાબેન બન્યા હતાં. ઇન્ચાર્જ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી પૂજા યાદવ, એસીપી એમ. આઇ. પઠાણ, પીઆઇ એસ. બી. ઝાલાએ તમામને શુભેચ્છા પાઠવી હતી.
(2:40 PM IST)










