<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

સોરઠીયાવાડી સર્કલ પાસે બીમારીના કારણે અજાણ્‍યા યુવાનનું મોત

રાજકોટ તા. ૧૯: શહેરના સોરઠીયાવાડી સર્કલ પાસે બીમારીના કારણે યુવાનનું સિવિલ હોસ્‍પિટલમાં સારવાર દરમ્‍યાન મોત નિપજયુ હતું.

મળતી વિગત મુજબ સોરઠીયા સર્કલ  પાસે આશરે ૪૭ વર્ષ નો અજાણ્‍યા યુવાન બીમારીના કારણે બેભાન હાલતમાં પડેલ હોઇ, કોઇએ જાણ કરતા તેને ૧૦૮ મારફતે સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા  હતા. ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયુ હતું. બનાવની જાણ થતા ભકિતનગર  પોલીસ મથકના પી.એસ.આઇ. જે. જે. ગોહિલ સહિતે સિવિલ હોસ્‍પિટલે પહોંચી તપાસ કરતા મૃતક યુવાનનું નામ અલ્‍પેશભાઇ અશ્વીનભાઇ ભટ્ટી (ઉ.વ. ૪૭) હોવાનું જાણવા મળ્‍યું હતું તે સોરઠીયાવાડી સર્કલ આસપાસ રખડતુ જીવન ગાળતા હતા જો કોઇ આ યુવાનના વાલીવારસ હોઇ તો ભકિતનગર પોલીસ સ્‍ટેશન ફોન નં. ૦૨૮૧- ૨૩૯૧૦૫૮ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:20 PM IST)