News of Tuesday, 19th November 2024
ગુરૂવારથી સોમનાથ સાનિધ્યે ચિંતન શીબીરઃ કલેકટર દ્વારા રાજકોટ જીલ્લા-ગ્રામ્ય કક્ષાનો પ્રવાસનનો પ્રોજેકટ
શહેર-ગ્રામ્ય કક્ષાએ પ્રવાસન સ્થળો કેમ વિકસાવવા-હાલના પ્રવાસન સ્થળનું ડેવલપમેન્ટ આવરી લેવાશે... પ્રભવ જોષી ગુરૂવારે સવારે જશેઃ રાજયભરના IAS-IPS અધીકારીઓ ગાંધીનગરથી મંત્રી મંડળ આવશે

રાજકોટ તા. ૧૯: આગામી ગુરૂવારથી સોમનાથ દાદાના સાનિધ્યમાં રાજય સરકારની ત્રણ દિવસની તા. ર૧/રર/ર૩ નવેમ્બર એમ ચિંતન શીબીર યોજાઇ રહી છે, ગુરૂવાર બપોરથી આ ચિંતન શીબીર શરૂ થશે, અને શનિવારે સાંજે પૂર્ણ થશે, રાજકોટ કલેકટર સહિત રાજયભરના કલેકટરો, ડીડીઓ, મ્યુ. કમિશ્નરો, પોલીસ કમિશ્નરો, ડીએસપી, તથા રાજયના મુખ્ય સચિવ, અન્ય ખાતાના સચિવો, મુખ્યમંત્રી, અન્ય પ્રધાનમંડળ વિગેરે ખાસ ભાગ લેશે, રાજય સરકાર દ્વારા દરેક IAS-IPS ને વિવિધ વિષયો અંગે પ્રોજેકટો-સૂચનો આપવા જણાવાયું છે.
રાજકોટ કલેકટરશ્રી પ્રભવ જોષીને ૪ થી પ મહત્વના પ્રોજેકટ અપાય, તેમાં રાજકોટ કલેકટરે પ્રવાસન પ્રોજેકટની પસંદગી કરી તે અંગે આખુ પ્રેઝન્ટેશન-સૂચનો ચિંતન શીબીરમાં રજૂ કરશે, કલેકટરના ર૧ના સવારે રાજકોટથી સોમનાથ જશે.જીલ્લા કલેકટર શ્રી પ્રભવ જોષીએ ‘‘અકિલા''ને જણાવ્યું હતું કે, રાજકોટ શહેર-જીલ્લા અને ગ્રામ્ય કક્ષાએ પ્રવાસન સ્થળો કેમ વિકસાવાય, ટુરીઝમ ક્ષેત્રો આકષર્ણરૂપ બને, ઐતિહાસિક પ્રવાસન સ્થળો તેનું મહત્વ શોધી કાઢી તેની જાણકારી આપી શકાય, લોકો-સંસ્થાઓના તમામ પ્રકારના સહકારથી પ્રવાસન સ્થળો વિકસાવવા અંગે પોતે ખાસ પ્રોજેકટ રજૂ કરનાર છે, તેમજ ખંભાલીડા બૌધ્ધ ગૂફા, ઓસમ ડુંગર, ઘેલા સોમનાથ, મુરલી મનોહર મંદિર, સણોસરા દરબારગઢ સરહિતના અન્ય ડેવલપ થઇ રહેલા એક ડઝન પ્રવાસન સ્થળમાં વધુમાં વધુ ડેવલપમેન્ટ પણ પ્રોજેકટમાં આવરી લેવાશે અને સૂચનો પણ કરાશે.
(3:30 PM IST)










