<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

કોંગ્રેસ દ્વારા ઇન્‍દિરાજી અને લક્ષ્મીબાઇને પુષ્‍પાંજલી

શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઝાંસીની રાણી વિરાંગના મહારાણી લક્ષ્મીબાઇની જન્‍મ જયંતિ નિમિતે મહિલા કોલેજ અંડરબ્રીજ ખાતે પુષ્‍પાંજલી અર્પવામાં આવી હતી. તેમજ સાથો સાથ દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્‍દિરા ગાંધીની જન્‍મ જયંતિ નિમિતે ઇન્‍દિરા સર્કલ યુનિવર્સિટી રોડ ખાતે પુષ્‍પાંજલી અર્પવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા, મહિલા કોંગ્રેસ પ્રમુખ દીપ્‍તીબેન સોલંકી, જશવંતસિંહ ભટ્ટી, મેઘજીભાઇ રાઠોડ, જયંતીભાઇ હિરપરા, ડી. પી. મકવાણા, ધરમભાઇ કાંબલીયા, જીજ્ઞેશભાઇ બોરડ, લાખાભાઇ ઉંધાડ, નાગજીભાઇ વિરાણી, સલીમભાઇ કારીયાણી, જીતુભાઇ ઠાકર, ગજેન્‍દ્રસિંહ ઝાલા, બીપીનભાઇ રાઠોડ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:36 PM IST)