News of Tuesday, 19th November 2024
શહેરના વિવિધ ક્ષેત્રોના ૯ મહાનુભાવોને સાંજે એનાયત થશે મેયર એવોર્ડ
પરાક્રમસિંહ જાડેજા, લક્ષ્મીબેન ડોબરીયા, દિલીપભાઇ સખીયા, કિશોરભાઇ રાઠોડ, હરીશભાઇ હરીયાણી, હેલીબેન ત્રિવેદી, ધીરૂભાઇ ધાબલીયા, નિર્લોકભાઇ પરમાર તથા હેમંતભાઇ ચૌહાણ બોલીવુડ મ્યુઝીકલ નાઇટ દરમિયાન સન્માનીત થશે

રાજકોટ, તા., ૧૯: મહાનગરપાલિકા દ્વારા આજે ડી.એચ.કોલેજ ગ્રાઉન્ડ, યાજ્ઞિક રોડ ખાતે વિવિધ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર શહેરના મહાનુભાવોને પ્રતિષ્ઠિત ‘મેયર એવોર્ડ' એનાયત કરવામાં આવશે. જેમાં મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાનેથી એનાયત કરવામાં આવશે.
ઉપરાંત કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોતમભાઇ રૂપાલા અને રામભાઇ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરા, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રીઓ અશ્વિનભાઇ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, અને ડો.માધવ દવે તેમજ વિવિધ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં અગ્રણી ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણીના હસ્તે દિપ પ્રાગટય થશે. વિવિધ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર શહેરના મહાનુભાવોનો ટૂંકો પરિચય
પરાક્રમસિંહ જાડેજા
નામઃ- પરાક્રમસિંહ જાડેજા-ચેરમેન અને મેનેજિંગ ડીરેક્ટર જ્યોતિ સી.એન.સી. લિ. અને જ્યોતિ સી.એન.સી. લિ.ની ફ્રાંચ સ્થિત પેટા કંપની હુરોન ગ્રાફેનસ્ટાડેન એસ.એન.એસ.ના પ્ર મુખ તરીકે કાર્યરત છે. સંકલ્પઃ- ભારતમાં નવી ટેકનોલોજી લાવવા માટે શકય તેટલું યોગદાન આપવું. ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉત્ઙ્ઘેરક તરીકે કામ કરવા માટે ભારતની યુવા ઙ્કતિભાને ઉછેરવા માટે વધુ સારી રોજગારી અને વધુ સારી કાર્યસ્થળનું સર્જન કરીને સમાજનો ઉત્કર્ષ કરવાની જવાબદારી નિભાવે છે.
- વર્ષ ૧૯૮૯મા ૨૦ વર્ષની ઉંમરે જ્યોતિ CNC ઓટોમેશન લિમિટેડની શરૂઆત કરી, તેની વળદ્ધિને આગળ ધપાવી.
આ ઉપરાંત ૧. લઘુ ઉદ્યોગ મંત્રાલય ૨. CII (ભારતીય ઉદ્યોગ સંઘ) તરફથી પુરસ્કાર ૩. IMTEX ૨૦૧૩ દરમિયાન ઇન્ડિયન મશીન ટૂલ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (IMTMA) દ્વારા ૪. વર્ષ ૨૦૦૪-૦૫ માટે CII શ્રેષ્ઠ ઉદ્યોગ સાહસિકતા પુરસ્કાર સહિતના અનેક પુરસ્કારો એનાયત કરવામાં આવેલ છે.
લક્ષ્મીબેન ડોબરીયા
નામઃ- લક્ષ્મી ડોબરિયા. અભ્યાસઃ- અંજાર નગરપાલિકા શાળા નંબર-૩ માં અને માધ્યમિક શિક્ષણ કે.કે. એમ.એસ. ગર્લ્સ હાઈસ્કૂલ અંજારમાં. - ઘરમાં ધાર્મિક વાતાવરણના કારણે કયારેક પ્રાસયુક્ત ધાર્મિક પંક્તિઓ જોડવાનું અનાયાસે થતું. આમ લખવાની શરૂઆત અજાણપણે થઈ. -૧૯૮૫ માં લગ્ન થયા ત્યારથી રાજકોટ ખાતે વસવાટ. -ગીત, ગઝલ અને અછાંદસ..એમ ત્રણેય કાવ્યપ્રકારમાં લેખનકાર્ય કરી રહ્યા છે.
- ૨૦૦૫ માં પ્રથમ સંયુક્ત ગઝલ સંગ્રહ શ્રી ગઝલ પ્રગટ થયો..જેની બે આવળત્તિ થઈ.
- ૨૦૧૦ માં બીજો સંયુક્ત ગઝલ સંગ્રહ તત્ત્વ ૧૧૧
- ૨૦૧૫ માં થમ સ્વતંત્ર ગઝલ સંગ્રહ તાસીર જુદી છે પ્રકાશિત થયો.
- ૨૦૧૯ માં સ્વતંત્ર ગીત સંગ્રહ છાપ અલગ મેં છોડી પ્રકાશિત થયો. આ સંગ્રહમાં ૭૦ ગીતો છે. તેઓને ૨૦૦૪..અભિયાન સાપ્તાહિક દ્વારા ૨૦૧૫..ફૂલછાબ દૈનિક દ્વારા નારી ગૌરવ એવોર્ડ
૨૦૧૬..સુરક્ષા સોસાયટી રાજકોટ દ્વારા વ્યક્તિ વિશેષ સન્માન
૨૦૧૬.. સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા
૨૦૧૯.. વિશ્વભારતી સંસ્થાન દ્વારા
૨૦૧૯.. ગુજરાત સાહિત્ય અકાદમી શ્રેષ્ઠ પુસ્તક વિભાગમાં દ્વિતીય પારિતોષિક
દિલીપભાઈ સખિયા
નામઃ- દિલીપભાઇ નાનજીભાઈ સખિયા
જન્મ તારીખઃ- ૧૦/૦૮/૧૯૭૭ સંસ્થાનું કાર્યઃ- પાણી બચાવો અભિયાન,પર્યાવરણ અને ર્પ્રકળતિના રક્ષણ ગૌ-સવર્ધન, ખેતી-ખેડૂત અને ગામડાનો વિકાસ દિલીપભાઇ સખીયા-જેનો જીવનમંત્ર છે. જલ હૈ તો જીવન હૈ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણી દરિયામાં જતું અટકાવવા લોકભાગીદારીથી ચેકડેમોને ઊંચા, ઊંડા, અને રીપેર કરવાનું તેમજ નવા ચેકડેમો બાંધવાનું અભિયાન ઉપાડવામાં આવ્યું. છેલ્લા બે વર્ષમાં જ લોકભાગીદારીથી ૨૦૦ ચેકડેમો નવસાધ્ય કરવામાં આવ્યાં અને નવા બનાવવામાં આવ્યાં તેમજ સમગ્ર ગુજરાતમા ૧૧,૧૧૧ ચેકડેમનો સંકલ્પ કરીને તે દિશામાં પ્રયાણ આદરી દીધું છે. સાથે સાથે ૧૧,૧૧૧ બોર રીચાર્જ કરવાનું પણ સંકલ્પ કરેલ છે. પાણીનું એક એક ટીપું કીમતી છે, કારણકે તે દરેક ટીપામાં એક જિંદગી છે.
કિશોરભાઈ રાઠોડ
પ્રમુખ-પુરૂષાર્થ યુવક મંડળ ચેરીટેબલ
ટ્રસ્ટ - ૧૯૮૫ થી સંસ્થા દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવળત્તિઓ કરવામાં આવી રહી છે. જેમાં, ૧૯૮૫થી રક્તદાન કેમ્પ અવિરત આજ દિન સુધી ચાલી રહ્યા છે.
- આ કાર્ય બદલ રાજ્ય સરકાર દ્વારા બે વખત સન્માનિત કરવામાં આવેલ.
- ૨૦૧૧માં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે શેર દિલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ.
- વિધાર્થીઓ માટે માર્ગદર્શન શિબિરો, રમત ગમત સ્પર્ધા પણ યોજવામાં આવે છે.
- નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં.૧૫ના દત્તક લેવામાં આવેલ છે.
- વળદ્ધાશ્રમ તેમજ દિવ્યાંગ બાળકોની સંસ્થામાં સેવા, સહયોગ પિકનિક, ઙ્કોત્સાહન આપવામાં આવે છે.
- આ ઉપરાંત છ જગ્યાએ મેડીકલ સાધન સેવા કેન્દ્રો પણ ચલાવવામાં આવી રહ્યા છે.
હરીશભાઈ હરિયાણી
જય સિયારામ મિત્ર મંડળનાં શ્રી હરીશભાઈ હરિયાણી- દીકરાનું ઘર વળદ્ધાશ્રમ-ઢોલરા , સ્વામી વિવેકાનંદ યુથ ક્લબ, કરુણા ફાઉંડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન , કલરવ ગ્રુપ, તથા જીવદયા ગ્રુપ વગેરેમાં તેઓ ખરા દિલ થી સેવા આપી રહ્યા છે. તેમના દ્વારા છેલ્લા ૧૫ વર્ષોથી રેસકોર્સ મેયર બંગલા સામે થી સવારે ડાયાબિટીઝ માટે ઉકાળો, ચિકનગુનિયા ફાકી,કડું કડિયાતું, કરંજનાં દાતણ, રામનામની બૂક ર્મોનિંગ વોકમાં આવતી લગભગ થી લગભગ ૫૦૦ વ્યક્તિઓને નિયમિતપણે વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યા છે. દરરોજ સવારે ન્યારી ડેમ ના રૂટ ખાતે ૮૦ લિટર દૂધ, ૦૫ કિલો બિસ્કીટ, ૩૦ કિલો ચણ, તથા ૨૦૦ નંગ રોટલી અબોલ જીવોનાં સેવાકાર્ય અર્થે શ્વાનોને ગૌમાતાઓને તથા કબૂતરો અને અન્ય પક્ષીઓને ખવડાવવામાં આવી રહ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ બર્ન્સ વિભાગમાં અને રેસકોર્સ સેનેટોરિયમમાં પણ દર્દીઓ માટેની તેમની સેવા અજોડ છે. વધુમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ઇમર્જન્સિ વિભાગમાં બિનવારસી મળતકો માટે કફન સેવા છેલ્લા ૨ વર્ષ થી કાર્યરત કરેલ છે.
હેલીબેન ત્રિવેદી
નામઃ- ડો. અલ્પના લાભુભાઈ ત્રિવેદી
કાર્યાનુભવઃ- - ટ્રસ્ટી, મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ ૧૯૯૩થી - મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ અંતર્ગત કે.જી. થી એન્જીનિયરીંગ કોલેજ સુધી ૨૬ શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન -૧૮,૦૦૦ વિદ્યાર્થીઓ અને ૮૦૦ શિક્ષકો ધરાવતી ૨૬ શાળાઓ તેમજ કોલેજોનાં વિશાળ શૈક્ષણિક સંકુલનું સંચાલન કરી રહ્યા છે.
- કર્મચારીઓના નિરીક્ષણ દ્વારા નેતળત્વનું કૌશલ્ય વિકસાવેલ છે.
- તપાસેલ અને તાલીમ પામેલ નવા કર્મચારીગણની દર વર્ષે ભરતી કરે છે.
- ટ્રસ્ટી, શ્રી લાલબહાદુર શાષાી કેળવણી મંડળ, રાજકોટ
- ટ્રસ્ટી, મહાલક્ષ્મી ફાઉન્ડેશન ટ્રસ્ટ, રાજકોટ
- ઉપપ્રમુખ, રાજકોટ શહેર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ
- ટ્રસ્ટી, સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ટ્રસ્ટ, કિસાનપરા ચોક, રાજકોટ
- ટ્રસ્ટી, ગાંધી સ્મળતિ ટ્રસ્ટ, રાજકોટ
- ટ્રસ્ટી, બાલભવન, રાજકોટ
- પ્રમુખ, શ્રી પુતળીબા ઉદ્યોગ મંદિર ટ્રસ્ટ, રાજકોટ
ધીરૂભાઈ ધાબલીયા
૧૯૬૧ માં ગુજરાત પબ્લીક સર્વિસ કમિશનની પરીક્ષા પાસ કરતાં જ તેમને સચિવાયલમાં પોસ્ટીંગ મળેલ, પરંતુ સમાજ સેવા કરવાની ભાવના હોવાથી મળેલી સરકારી નોકરીનો પણ તેઓએ અસ્વીકાર કર્યો.
તાલુકાનાં ૪૧ ગામમાં ખરાબાની જમીનનું રહેણાંક પ્લોટીંગ કરીને ૪૦૦ એકર જમીન વિતરણ કરી તેની આવકમાંથી પંચાયત ગળહ, શાળા, રસ્તા, પીવાના પાણીની વ્યવસ્થા કરેલ.
દળ કામગીરી કરી. ૧૯૬૪ થી ૧૯૮૬ સુધી ૨૨ વર્ષ જિલ્લા પંચાયત, રાજકોટની શિક્ષણ સમિતિમાં સક્રિય કામગીરી કરી
દસ સોસાયટીમાં ૬ વર્ષ અને ગ્રેઈનફંડમાં ૩ વર્ષ ડિરેક્ટર તરીકે જવાબદારી નિભાવેલ, પંચવટી હાઉસીંગ સોસાયટીની રચના તથા સંચાલનમાં ઙ્કમુખ તરીકે ૨૮ વર્ષ સેવા આપી છે.
નિર્લોકભાઈ પરમાર
નામ : નિર્લોકભાઈ પરમાર કાર્યાનુભવઃ-
- રંગભૂમિ ક્ષેત્રે ૪૩ વર્ષની કલાયાત્રા
- ૭૮ નાટકો પૈકી ૪૫નું દિગ્દર્શન
- ૨૯ નાટકો રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ
- ૧૧૭ રેડિયો નાટકોમાં સ્વર અભિનય
- ૨૫ થી વધુ ડોકયુમેન્ટરી ફિલ્મ
- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તેમજ પૂજ્ય મોરારીબાપુ દ્વારા નાટકો નિહાળીને સન્માન કરવામાં આવ્યું.
- છેલ્લા ૨૩ વર્ષથી નિઃશુલ્ક નાટયશાળા
- બાલભવન રાજકોટ ખાતે નિઃશુલ્ક ચિલ્ડ્રન થીએટર ચલાવી રહ્યા છે.
- લખેલ નાટકોઃ- ૧) પ્રોફાઈલ ચાલે છે. અને ૨) દ્વિઅંકી નાટક નરસિંહ ચરિત
- ટીમ હાઉસ ગુજરાત-યુટયુબ ચેનલ
- દ્વિઅંકી નાટક રાજધર્મ-પાંચ એવોર્ડ સાથે રાજ્યમાં પ્રથમ નંબરે વિજેતા
- એકાંકી નાટક કરૂણાંતિકા ત્રણ એવોર્ડ સાથે રાજ્યમાં પ્રથમ નંબરે વિજેતા
- એકાંકી નાટક શિક્ષણ ઉર્ફે યાહુ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં પ્રથમ નંબરે વિજેતા
- લઘુ નાટક થ્રી આર પ્રિન્સીપાલ ન્યુ દિલ્હી-રાષ્ટ્રીય કક્ષાએ સમગ્ર ભારતમાં પ્રથમ
- લઘુ નાટક પળથ્વી ક્ષીતિજ-૧૯માં પ્રથમ નંબરે વિજેતા
- મોનોએક્ટિંગ પળથ્વી રાજ્યમાં પ્રથમ નંબરે વિજેતા
આ ઉપરાંત રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ-દ્વિતીય અને તળતીય સ્થાન સહિત અનેક એવોર્ડ એનાયત થયેલ છે.
હેમંતભાઈ ચૌહાણ
નામઃ- હેમંતભાઈ ચૌહાણ
એવોર્ડ્સઃ-
- દ્રોપદી મુર્મુ જી (ભારતના રાષ્ટ્રપતિ) દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવેલ.
- ૨૦૧૨ માં ણવ મુખરજી (રાષ્ટ્રપતિ) દ્વારા એકેડેમી રત્ન એવોર્ડ આપવામાં આવેલ.
- વિશ્વમાં ૮૦૦૦ થી વધુ લોક, ગુજરાતી અને ભક્તિ ગીતો માટે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ (યુકે) દ્વારા સન્માનિત.
- ૧૯૯૮ માં ટોપ ગ્રેડ ઓલ ઈન્ડિયા રેડિયો નવી દિલ્હી પુરસ્કારથી સન્માનિત. .- ૧૯૯૭-૯૮માં ગુજરાતનું સંગીત ભૂષણ પુરસ્કાર બ્રિટિશ સંસદમાં બોબ બ્લેકમેન (એમપી હેરો) દ્વારા ૨જી જુલાઈ ૨૦૧૫
- ગુજરાત સરકાર દ્વારા ૧૯૮૭માં ગુજરાતી ફીચર ફિલ્મ કેસર ચંદનમાં શ્રેષ્ઠ પ્લેબેક સિંગરનો એવોર્ડ તેમજ
- ૧૯૯૫ માં ગુજરાતી ફીચર ફિલ્મ પંખીડા ઓ પંખીડા માં શ્રેષ્ઠ પ્લેબેક સિંગરનો એવોર્ડ - હેમંત ચૌહાણને ઘણી પ્રતિષ્ઠિત સંસ્થા મુહુર્ત સંગઠન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.
- સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે શ્રી મોરારી બાપુ દ્વારા ૨૦૧૭ માં હેમુ ગઢવી એવોડ
- ચેર સેન્ટર (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) દ્વારા ભીમ રત્ન એવોર્ડ ૨૦૨૪
- તલગાજરડામાં મોરારી બાપુ દ્વારા સંતવાણી એવોર્ડ ૨૦૧૯
ગુજરાતી ફિલ્મમાં પ્લેબેક સિંગિંગઃ-
- કેશર ચંદન, કુંભા રાણા, સંત સવૈયાનાથ, રામદેવપીરનો વિવાહ, પંખ વગરના પારેવા, માડી જયા, ભાથીજીના મંદિરે, કોટડાની ચામુંડા, પંખીડા ઓ પંખીડા, જય ખોડીયાર
(3:44 PM IST)










