News of Tuesday, 19th November 2024
ખાદ્યતેલોના ભાવોમાં ઘટાડોઃ સીંગતેલમાં ર૦ અને કપાસીયા તેલમાં ૧૦ રૂા. ઘટયા
૪ દિ'માં સીંગતેલનાં ડબ્બે પ૦ અને કપાસીયા તેલમાં ૪૦ રૂા. નીકળી ગયા

રાજકોટ, તા. ૧૯: ખાદ્યતેલમાં ભાવ ઘટાડાનો દોર જારી રહયો છે. આજે સીંગતેલમાં વધુ ર૦ અને કપાસીયા તેલમાં ૧૦ રૂા. નો ઘટાડો થયો છે.
સ્થાનીક બજારમાં ઓઇલ મીલોમાં નવી મગફળીનું પિલાણ શરૂ થયાના રહેવાલે સીંગતેલમાં ર૦ રૂા. તૂટયા હતા અને સીંગતેલ લુઝ (૧૦ ીક.ગ્રા.) ના ભાવ ૧૪૭૦ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ૧૪પ૦ રૂા. અને સીંગતેલ નવા ટીનના ભાવ રપ૭૦ ના ર૬ર૦ રૂા. હતા તે ઘટીને રપપ૦ થી ર૬૦૦ રૂા. થયા છે. કપાસીયા તેલમાં ૧૦ રૂા. ઘટતા કપાસીયા તેલ લુઝના ભાવ ૧ર૯૦ રૂા. હતા તે ઘટીને ૧ર૮૦ અને કપાસીયા ટીનના ભાવ રર૪૦ થી રર૯પ રૂા. હતા તે ઘટીને રર૩૦ થી રર૮પ રૂા. થયા હતા.
છેલ્લા ૪ દિ'માં સીંગતેલમાં ડબ્બે પ૦ રૂા. અને કપાસીયા તેલમાં ૪૦ રૂા. નો નોંધપાત્ર ભાવ ઘટાડો થયો છે.
(4:38 PM IST)










