<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

ભુજની કંપનીઓમાં કર્મકાંડનો કોન્‍ટ્રાકટ અપાવવાની લાલચ આપી રાજકોટના અશોકભાઇ ધાંધીયા સાથે ૮.ર૪ લાખની ઠગાઇ

ભુજના મીરઝાપુરના હિતેષ પરમાર, જગત, વિનોદ અને દલપત વિરૂધ્‍ધ ફરિયાદઃ તમારે એક કંપનીમાં એક મહિનામાં ત્રણ શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ અને પાંચ યજ્ઞ કરવાની તેમ કહી લલચાવ્‍યાઃ રજીસ્‍ટ્રેશન ફી, ટેન્‍ડર ફી, પ્રોસેસ ચાર્જ, જીએસટી સહિતના નામે રૂા. ૯.૯૪ લાખ લઇ લીધાઃ યુનિવર્સિટી પોલીસમાં ફરીયાદ

રાજકોટ તા. ર૦ :.. રૈયા રોડ શાંતીનગર મેઇન રોડ પર જલારામ ચોક ડ્રીમસીટી એપાર્ટમેન્‍ટમાં રહેતા અને જનરલ સ્‍ટોર તેમજ કર્મકાંડ કરતા યુવાનને ભૂજની અલગ-અલગ કંપનીઓમાં પાંચ વર્ષ માટે કર્મકાંડનો કોન્‍ટ્રાકટ અપાવવાની લાલચ આપી કંપનીઓના નિયમ મુજબ અલગ અલગ ફી અને ચાર્જના બહાને રૂા. ૯,૯૪,૯પ૦ લઇ લીધા બાદ માત્ર રૂા. ૧.૭પ લાખ પરત કરી રૂા. ૮,ર૪,૯પ૦ ની છેતરપીંડી આચરનારા ભુજ-મીરઝાપરના શખ્‍સ સહિત ચાર શખ્‍સો સામે યુનિવર્સિટી પોલીસમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રૈયા રોડ શાંતીનગર મેઇન રોડ જલારામ ચોક પાસે ડ્રીમસીટી એપાર્ટમેન્‍ટ બી-ર ફલેટ નં. ૧ર૦૪ માં રહેતા અશોકભાઇ જગજીવનભાઇ ધાંધીયા (ઉ.૪ર) એ યુનિવર્સિટી પોલીસ મથકમાં ભુજના મીરઝાપરના હિતેષ વેલજી પરમાર, જગત, વિનોદ તથા દલપત સામે ફરિયાદ નોંધાવી છે. અશોકભાઇએ ફરીયાદમાં જણાવ્‍યુ છે કે પોતે કર્મકાંડ તથા શ્રહરી જનરલ સ્‍ટોર ચલાવે છે. સને ર૦૦૬-ર૦૦૭ માં ગોંડલ ખાતે ઠાકરશી ચા કંપનીમાં માર્કેટીંગ વિભાગમાં પોતે તથા હિતેષ પરમાર સાથે નોકરી કરતા હતાં. ત્‍યારથી પોતે તેને ઓળખે છે. બાદ આ કંપનીમાં નોકરી છોડી દીધા બાદ પોતાને હિતેષ સાથે કોઇ સંપર્ક ન હતો.

બાદ જાન્‍યુઆરી માસમાં અચાનક હિતેષનો પોતાને ફોન આવેલ પ્રથમ તેની સાથે સામાન્‍ય વાતો કર્યા બાદ તેણે પોતાને પુછેલ કે ‘તમે શું કામ કરો છો' પોતે કહેલ કે ‘હાલ હુ કર્મકાંડનું કામ કરૂ છું.' અને હિતેષે કહેલ કે ‘હું હાલ ભુજમાં રહુ છું. અને ગાંધીધામ, મુંદ્રા, બનાસકાંઠા સહિત ઘણી બધી જગ્‍યાએ મોટી મોટી કંપનીઓમાં ગાડીઓ ભાડા ઉપર આપવાનું અને ફાઇનાન્‍સનું કામ કરૂં છું.' તમે કર્મકાંડનું કામ કરો છો તો મારી જાણીતી કંપનીઓમાં શ્રીમદ્‌્‌ ભાગવત સપ્તાહ અને વિવિધ શાષાોકત યજ્ઞ કરવાનો વાર્ષિક કોન્‍ટ્રાકટ આપતા હોઇ છે. અને આ કોન્‍ટ્રાકટ પાંચ વર્ષ માટે આપવાનો હોય છે. જેમાં ભુજની એક કંપનીમાં તથા બનાસકાંઠાની બે કંપનીમાં આ રીતનો કર્મકાંડને લગતા કોન્‍ટ્રાકટ આપે છે. અને તેમની કંપનીઓમાં અમારી ગાડીઓના કોન્‍ટ્રાકટ ચાલતા હોય તે કંપનીઓના મેનેજર અને અન્‍ય અધિકારીઓ સાથે મારા સારા સંબંધ છે. જો તમારે આ કર્મકાંડના કોન્‍ટ્રાકટ લેવા હોય, તો હું મિત્રતાના દાવે તે કંપનીઓના લાગતા વળગતા અધિકારીઓ સાથે વાત કરી અને આ ત્રણેય કંપનીઓમાં કોન્‍ટ્રાકટ અપાવી દઉ.' તેમ વાત કરી હતી. જેથી પોતાને હિતેષની વાતમાનં ભરોષે આવતા પોતે આ ત્રણેય કંપનીના કોન્‍ટ્રાકટ અપાવી દેવા માટે હા પાડી હતી. અને આગળની પ્રોસેસ કરવા જણાવ્‍યું હતું. બાદ હિતેષે પોતાને કહેલ કે ‘ત્રણેય કંપનીઓમાં વાત થઇ ગઇ છે. અને તમને કોન્‍ટ્રાકટ મંજૂર થઇ જાય એટલે કંપનીની શરતો મુજબ તમને એક શ્રીમદ્‌્‌ ભાગવત સપ્તાહના રૂા. ૧,ર૧,૦૦૦ અને એક યજ્ઞના રૂા. ૩પ૦૦૦ લેખે કંપની દ્વારા તમને ચૂકવવામાં આવશે. અને તેમાં તમારે એક કંપનીમાં એક મહિનામાં ત્રણ શ્રીમદ્‌્‌ ભાગવત સપ્તાહ તથા પાંચ યજ્ઞ કરવાના રહેશે તેમાંથી બધી વ્‍યવસ્‍થા અમારે કરવાની રહેશે. તેમ હિતેષે લોભામણી લાલચ આપી હતી. આ બાબતે પોતે કોઇ લખાણ કર્યુ ન હતું. જેથી પોતે વિશ્વાસમાં આવી જઇ હા પાડી દીધી હતી. થોડા દિવસ બાદ હિતેષ પરમારે પોતાને ફોન કરી કહેલ કે ‘કર્મકાંડના કોન્‍ટ્રાકટ બાબતે કંપનીઓમાં બધુ નકકી થઇ ગયું છે.

 અને તમારે રજીસ્‍ટ્રેશન ફી, ટેન્‍ડર ફી, પ્રોસેસ ફી, પ્રોસેસ ચાર્જ, જીએસટી તથા પી. ડી. એસ. દંડ તેમજ અન્‍ય કારણો જણાવી તે બહાને પોતાને વિશ્વાસમાં લઇ તા. ર૧-૧-ર૪ થી ર૮-પ-ર૪ સુધીમાં કટકે કટકે રૂા. ૯,૯૪,૯પ૦ પોતાનો બેંક એકાઉન્‍ટમાંથી આ હિતેષને તેના મોબાઇલ નંબર પર ગુગલ પે દ્વારા જમા કરાવ્‍યા હતાં.

આ હિતેષે પોતાને અલગ-અલગ કંપનીઓમાં કર્મકાંડના કોન્‍ટ્રાકટની લાલચ આપી રૂપિયા લઇ લીધા હતાં. બાદ પોતે તેને અવારનવાર ફોન કરી કંપનીના મેનેજર વિનોદ, બીજી કંપનીના મેનેજર દલપત તથા જગત સાથે મોબાઇલમાં તેની સાથે કોન્‍ફરન્‍સ કોલમાં વાત કરાવતો અને તે બધા પોતાને કહેતા કે ‘તમે કંપનીના નિયમો મુજબ પૈસાની વ્‍યવસ્‍થા કરો જેથી તમારો કર્મકાંડનો કોન્‍ટ્રાકટ જલ્‍દીથી મંજૂર થઇ જશે તેવી લોભામણી લાલચ આપી હતી. બાદ પોતે હિતેષને અવારનવાર ફોન કરી પોતાના રૂપિયા પરત આપવા જણાવતા તે અલગ અલગ બહાના બતાવી પોતાના રૂપિયા પરત આપ્‍યા ન હતાં. બાદ હિતેશે તા. ૧૩-૬ ના રોજ પોતના નામ વાળો ભુજની બેંકનો રૂા. ૧૦ લાખનો ચેક લખેલો તેનો ફોટો પાડી પોતાને વ્‍હોટસ એપમાં મોકલી ફોન કરી જણાવેલ કે આ ચેક તમને કુરીયર મારફતે મોકલ્‍યો છે. તેમ જણાવેલ જે કવાર પોતાને મળ્‍યુ ન હતું. બાદ હિતેષે તા. પ-૭ ના રોજ રૂા. બે લાખનો ચેક મોકલી બાકીના રકમનો ચેક મળી જશે તેમ જણાવ્‍યું હતું. આથી તેણે પોતાની સાથે છેતરપીંડી આચારી હોવાની ખબર પડતા પોતે યુનિવર્સિટી પોલીસમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ એન. કે. પંડયાએ તપાસ હાથ ધરી છે.

(11:50 AM IST)