તા. ૨૯ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૬ શુક્રવાર
News of Wednesday, 20th November 2024
રાજકોટ યાર્ડ ફરી મગફળીની જંગી આવકોથી છલોછલઃ ૧.૧૫ લાખ ગુણીની આવક
મગફળી ભરેલા ૧૦૦૦થી વધુ વાહનોની યાર્ડ પાસે ૯ કિલોમીટર સુધીની લાંબી કતારો લાગી

રાજકોટઃ રાજકોટ માર્કેટયાર્ડમાં આજે મગફળીની આવકો શરૂ કરાતા ફરી મગફળીની જંગી આવકોથી યાર્ડ છલોછલ થઇ ગયું હતું. રાજકોટ યાર્ડમાં આજે મગફળીની ૧,૧૫,૦૦૦ ગુણીની આવકો થઇ હતી. મગફળી જાડીના ભાવ ૯૦૦થી ૧૨૧૫ અને મગફળી ઝીણીની ભાવ ૯૩૦ થી ૧૧૭૦ રૂાના ભાવે સોદા પડયા હતા. આવકો વધતા મગફળીના ભાવો ૨૦થી૩૦ રૂા. ઘટયા હતા. મગફળી ભરેલા ૧૦૦૦થી વધુ વાહનોની યાર્ડથી ૯ કિ.મી. સુધી લાંબી કતારો લાગી હતી. યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા, યાર્ડના ડિરેકટરો તથા યાર્ડના સ્ટાફ દ્વારા ઉતરાઇની વ્યવસ્થા કરવામાં આવી હતી. તસ્વીરમાં મગફળીના ઢગલા અને મગફળી ભરેલા વાહનોની લાંબી કતાર નજરે પડે છે.
(2:47 PM IST)










