News of Wednesday, 20th November 2024
પીસીબીના પાંચ દરોડાઃ વિદેશી દારૂ સાથે ત્રણ, દેશીના આથા સાથે મહિલા પકડાઇ
જૂગાર રમતાં ચાર શખ્સોને પકડી લેવાયાઃ પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણ અને ટીમની કામગીરી

રાજકોટ તા. ૨૦: શહેરમાં દારૂ-જૂગારની પ્રવૃતિ અટકાવવા પીસીબીની ટીમોએ દરોડા પાડી દેશી-વિદેશી દારૂના અને જૂગારમાં એક રાતમાં પાંચ કેસ કર્યા છે.
આજી વસાહત ખોડિયારનગર શેરી નં. ૨૫ મોમાઇ ડેરી પાસેના મકાનમાં દરોડો પાડી બે શખ્સ હાર્દિક નરેન્દ્રભાઇ ભાડજા (ઉ.૨૧-રહે. મુળ લતીપર ચોકડી હરિઓમ સોસાયટી ટંકારા) તથા આજી વસાહત ખોડિયારનગર-૩૩માં રહેતાં જગદીશ ભુપતભાઇ ભોજક (ઉ.વ.૨૩)ને રૂા. ૧૨૪૦૦ની દારૂની ૩૧ બોટલ સાથે પકડી લીધા હતાં. જ્યારે પાંજરાપોળ સામેના રોડ પરથી લાલપરી મફતીયાપરાના અશરફ સુલેમાનભાઇ રાઉમા (ઉ.વ.૩૧) અને શક્તિ સોસાયટી-૫ના વનરાજ રણછોડભાઇ મોરી (ઉ.વ.૩૧)ને મોબાઇલ ફોનમાં જૂગાર રમતો પકડી ચીઠ્ઠી, મોબાઇલ કબ્જે કરાયા હતાં.
તેમજ ભગીરથ સોસાયટી-૪ સંત કબીર રોડ પરથી મનહરપરા-૫ ભાવનગર રોડના હર્ષદ ઉર્ફ ડાગલો ખોડીદાસ મહેતા અને ભગવતી સોસાયટીના મુબારકશા ઇસ્માઇલશા શાહમદારને વરલીના આંકડા પર જૂગાર રમતાં પકડી રૂા. ૯૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે રૈયાધાર ધરમનગર ક્વાર્ટર પાછળ વંડામાંથી રૈયાધારની વસંતબેન પ્રવિણ સાડમીયાને રૂા. ૧૪૪૦૦ના ૬૦૦ લીટર દારૂના આથા સાથે પકડી લેવાઇ હતી.
તેમજ ૧૫૦ રીંગ રોડ ટ્વીન્સ સ્ટાર ટાવરની પાસે નહેરૂનગર તરફના રસ્તેથી કેવલ ક્વાર્ટરના મુળ મુળીલા કાલાવડના મહિપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા તથા નાના મવા નહેરૂનગર માલધારી ચોકના શિવાંગ ધર્મેશભાઇ સોલંકીને રૂા. ૨૯૪૯૬નો ૪૮ બોટલ દારૂ ભરેલી કાર જીજે૦૩કેએચ-૩૧૩૫ સાથે પકડી લેવાયા હતાં.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાની સુચના અંતર્ગત ઇન્ચાર્જ પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણ, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, હેડકોન્સ. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, ઘનશ્યામસિંહ ચોૈહાણ, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, રાહુલગીરી, ગિરીરાજસિંહ, યુવરાજસિંહ, વિજયમાઇ, કુલદિપસિંહ, દેવરાજભાઇ, વાલજીભાઇ, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સહિતે આ કામગીરી કરી હતી.
(3:38 PM IST)










