News of Wednesday, 20th November 2024
આરોપી દ્વારા પોતાની પ્રેમિકાની હત્યા કર્યા બાદ બીજી હત્યા કરેલ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચકચારી મામલામાં ભેદ ઉકેલ્યો
એકાંત સ્થળોએ લૂંટ માટે હત્યા કરતા અચકાતો નહતો, કચ્છ તપાસમાં નવું રહસ્ય ખુલ્યુ : ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરી જોઇન્ટ સીપી શરદ સિંધલના માર્ગદર્શનમાં ડીસીપી અજીત રાજીયાણ ટીમને મોટી સફળતા :શાપર-વેરાવળ ઔદ્યોગીક વિસ્તારની પરિણિતાને આપઘાતની ફરજ પાડવા અંગે પતિ-સાસુનો નિર્દોષ છુટકારો

રાજકોટ, તા. ર૦ : સાપર વેરાવળ ઓદ્યોગિક વિસ્તારમાં પરણીતાને આપઘાતની ફરજ પાડવાના ગુનામાં પતિ અને સાસુને અદાલતે નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શાપર વેરાવળ ઓદ્યોગિક વિસ્તારમાં રહેતી કાજલબેન તારીખ ૨૦ ૭ ૨૦ ના રોજ ફાસોખાય આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મળતકના પરિવારજનોની ફરિયાદ પરથી મળતક કાજલના પતિ બીપીન સીહ ચંદ્રવંશી અને તેના સાસુ મીનાબેન સામે આપઘાતની ફરજ પાડવા ની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં કાજલબેનએ બીપીનસિંહ ચંદ્રવંશી સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં. બાદ જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી મેણા ટોણા મારતા કાજલબેન એ પગલું કરી લીધું ખુલ્યું હતું. તપાસ પૂર્ણ થતા બંનેને જેલહવાલે કર્યા હતા.બાદ તપાસનીશ દ્વારા અદાલતમાં ચાર્જસીટ કરવામાં આવતા કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ આરોપી ના એડવોકેટ વિજયરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલિલ તેમજ દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઇ ગોંડલ સેશન્સ કોર્ટના જજ એમ એ ભટ્ટી આરોપી બીપીનસિંહ ચંદ્રવંશી અને તેની માતા મીનાબેન રતનસિંહ ચંદ્રવંશીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે. આ કેસમાં બચાવ પક્ષે આરોપી તરફે ગોંડલના વિજયરાજસિંહ જાડેજા અને એચ.કે. ચનીયારાની રોકાયા હતા. (૬.૧પ)
(3:40 PM IST)










