<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

હિલ સ્ટેશન સાપુતારા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 'સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ ૨૦૨૫'નો શુભારંભ કરાવશે : ૨૬ જુલાઇથી ૨૩ દિવસ સુધીના ફેસ્ટિવલના પ્રથમ દિવસે 'એક ભારત શ્રેષ્ઠ ભારત' થીમ પર ગુજરાત સહિત ૧૩ રાજ્યોના ૩૫૪ કલાકારો દ્વારા 'ભવ્ય કાર્નિવલ પરેડ' : પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા તેમજ આદિજાતિ રાજ્ય મંત્રી કુંવરજીભાઇ હળપતિ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે : વિવિધ સાપ્તાહિક કાર્યક્રમોમાં ગીતા રબારી,પાર્થ ઓઝા, રાગ મહેતા જેવા ગુજરાતના ખ્યાતનામ કલાકારો તેમજ કેરળનું 'થેકક્નિકાડુ અટ્ટમ મ્યૂઝિકલ બેન્ડ' પ્રસ્તુતી રજૂ કરશે : સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલની વિવિધ એક્ટિવિટી અને રજીસ્ટ્રેશન સહિતની માહિતી માટે QR કોડ સ્કેન કરી શકાશે4:16 PM IST