News of Wednesday, 20th November 2024
બાળકોને મોબાઇલમાંથી બહાર કાઢો, આપણી દેસી-શેરી રમતો રમાડો
નવરંગ નેચર કલબ દ્વારા ગામેગામ દોઢ લાખ બાળકોને વિનામૂલ્યે શેરી રમતો રમાડવામાં આવીઃ કોઇપણ સંસ્થાઓને આવી રમતો રમાડવી હોય તો અમારો સંપર્ક કરોઃ વી. ડી. બાલા

રાજકોટઃ ફાયવજી યુગમાં વિદ્યાર્થીઓ મેદાન ની દેસી રમતોથી દુર થઇ ગયેલ છે. અત્યારે મોબાઇલમાં રમતો રમાય છે. ૩ વર્ષ ના બાળકોથી શરૂ કરી મોટી ઉમરના લોકો મોબાઇલમાં જાત જાતની રમતો રમતા હોય છે. આવી મોબાઇલની રમતોથી બાળકોમાં હિંસક વૃતિ વધે છે. અવાસ્તવિકપણામાં બાળકો જીવે છે. અને માઇકાંગલાપણુ વધતું જાય છે.
નવરંગ નેચર કલબના વી.ડી. બાળાએ બાળકોને મોબાઇલની રમતોથી બહાર કાઢવા માટે મેદાનની દેસી રમતો રમાડવી જોઇએ કે જે મોટાભાગે શેરીઓમાં રમાતી. શેરી રમતોની મજા છે છે કે થોડી જગ્યામાં થોડા માણસોથી થોડા સમય અને નહીવત સાધનો થી રમી શકાય છે. જેના ફાયદા આ મુજબ છે. (૧) રમત-ગમત એટલે જ ‘રમવું' અને ‘આનંદિત' રહેવું. (ર) રમત રમવાનો ભાવ એ અંતરસ્કુરિત અને કુદરતી છે. (૩) રમત ગમત એ જન્મજાત પ્રવૃતિ છે અને તેનાથી ક્રિયાશીલતા કેળવાય છે. (૪) રમત એ જીવનના સરવાળા-બાદબાકીનો તટસ્થ ઘટક છે.
(પ) રમતના મેદાનમાં મુલ્યલક્ષી-અનુભવો મળે છે. (૬) રમતથી સુખ, આનંદ, ઉત્સાહ અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે. (૭) ચારિત્ર્ય નિર્માણ માટે રમત જરૂરી છે, તેનાથી સંસ્કારો શુધ્ધ થાય છે. આ સહિત અનેક કાયદાઓ છે.
આ યુગમાં વિદ્યાર્થીઓમાં મોબાઇલની રમતો સિવાય માત્ર ક્રિકેટ રમાઁવાનો ગજબનો શોખ હોય છે તેથી દેશી રમતો ઓછી રમાય છે. આવી ભૂલાતી જતી બિન ખર્ચાળ દેસી રમતો લોકભોગ્ય બને તે માટે જાન્યુઆરી ર૦૧૬ થી પ્રાથમિક શાળા અને હાઇસ્કુલના બાળકોને ગામડે કે શહેરમાં જઇ સ્કુલોમાં રમતો રમાડેલ, મે ર૦રર-ર૩ માં કુલ ૧૩૦ સ્કુલોમાં જઇ ૩૧ હજાર બાળકોને દેસી રમતો (શેરી રમતો) વિનામૂલ્યે રમાડેલ છે.
વર્ષ ર૦૧૬ થી અત્યાર સુધીમાં કુલ દોઢ લાખ બાળકોને શેરી રમતો રમાડેલ છે. બાળકોને રમતો રમાડીયા પછી સ્થાનિક લોકોના સહકારથી ભરપુર નાસ્તો (ગાજર, બીટ, ટમેટા, કાકડી, જામફળ, બોર અને દાડમ) કરાવવામાં આવે છે. આવા નાસ્તાથી બાળકો ને પોષણ મળે છે અને જંકફુડના પડીકાઓથી દૂર થાય તેવો હેતુ હોવાનું જણાવેલ.
બાળકોને લંગડી, ખોખો, નારગોલ, દોરડા કુદ, આંઘળો પાટો, છુટ દડો, લીંૅબુ ચમચી, કોથડા દોડ, સંગીત ખુરશી, રેલ ગાડી, દોરડા ખેંચ, ધમાલિયો ધોકો, કબડી, કમાન્ડો બ્રિજ, સાંઢિયો-સાંઢિયો, ફુંક મારી ફુગો ફોડવો, પૈડાં ફેરવવા, પૈડાં માંથી પસાર થવું, લાંબી કુદ, ઉંચી કુદ, જુમખા, ત્રિપગી, દેડકા દોડ, વર્તુળ નો રાજા, ગિલ્લી-દંડો, ટપલી દાવ, ભમરડા (ગરિયો), મિનિ ઠેકામણી, ફેર-કુદરડી, બિલ્લી પકડ, બેક રેસ જેટલી રકતો રમાડવામાં આવે છે.
નવરંગ કલબના ૯ સભ્યો અલગ અલગ તાલુકામાં રહે છે. તેઓ શિયાળા દરમિયાન અલગ અલગ સ્કુલોમાં શેરી રમતો રમાડવા જશે. ઇલિયસભાઇ કુરેશી (ઉમરાળા/ભાવનગર), મહેશભાઇ ભીંભા (કુતિયાણા/જામજોધપુર), પરેશભાઇ હાથલિયા (રાણાવાવ/માણાવદર), દીપકભાઇ કોયાણી (જામકંડોરણા/કાલાવડ), દિલસુખભાઇ પટેલ (ધ્રોલ/જોડિયા), અતુલભાઇ પટેલ (ધ્રોલ/જોડિયા), દદજીભાઇ ગોહિલ (હળવદ/વાંકાનેર) વી.ડી. બાલા (જસદણ/રાજકોટ/વિંછીયા/ગોંડલ/માળીયા હાટીના) મો. ૯૪૨૭૫ ૬૩૮૯૮, હરેશભાઇ જીવાણી (ટંકારા/મોરબી),
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે વિ. ડી. બાલા રાજકોટ, દિલીપભાઇ કોયાણી -જામકંડોરણા, હાજીભાઇ ગોહીલ માથક, ઇલ્યાશભાઇ કૂરેશી ઉમરાળા, અતુલભાઇ કોરવાડીયા-ધ્રોલ, દિલશૂખભાઇ ગડારા -ધ્રાંગડા, મહેશભાઇ ભિંભા -ખાગેશ્રી, ઉર્વેશભાઇ પટેલ-રાજકોટ, નરેશભાઇ નકુમ રાજકોટ નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)
(4:01 PM IST)










