News of Thursday, 21st November 2024
રામકથા શ્રવણઅર્થે બહારગામથી આવેલા ભાવિકો માટે શહેરનાં વિર તાત્યાટોપે ટાઉનશીપ ખાતે ઉતારાની અફલાતુન વ્યવસ્થા
ઉતારામાં ૪પ૦૦ થી પ૦૦૦ લોકોને રહેવા-જમવા, ચા-પાણી-નાસ્તા સહિતની સંપુર્ણ સુવિધા :ઉતારા માટે રજીસ્ટ્રેશન કથાસ્થળ, રેસકોર્ષ ગ્રાઉન્ડ, એરપોર્ટવાળા ગેઇટ પાસે તા. રર,ર૩ સવાર ૭ થી મોડીરાત સુધી ચાલુ રહેશેઃ કથા દરમ્યાન ચાલુ દિવસોમાં પણ રજીસ્ટ્રેશન ચાલુ રહેશે.

રાજકોટઃ રામકથાના ભવ્યાતિભવ્ય આયોજનને આખરી ઓપ અપાઇ રહયો છે, ત્યારે રાજકોટ શહેર-જિલ્લા તેમજ બહારગામ અને દેશ-વિદેશથી બહોળી સંખ્યામાં ભકત સમુદાય રામકથા શ્રવણનો લ્હાવો લેવા રાજકોટ આંગણે આવી રહયો છે ત્યારે રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે રામકથા મધ્યસ્થ કાર્યાલય ખાતે મહેમાનોને રહેવાની (ઉતારા) ની વ્યવસ્થા અંતર્ગત સાધુ-સંતો,વી.આઇ.પી.મહેમાનો, કાલાકારો, સંગીતકારો, સહિત ભાવિકો માટે ઉતારાની વ્યવસ્થાનું સુચારૂ આયોજન હાથ ધરવામાં આવી રહયું છે.
આ રામકથા દરમ્યાન વિવિધ સામાજીક-સેવાકીય સંસ્થાઓ, સમાજશ્રેષ્ઠીઓ, પ્રબુધ્ધ નાગરિકો પોતપોતાની રીતે આ ધાર્મિકોત્સવમાં યથાશકિત પોતાનું યોગદાન આપી આ સેવાયજ્ઞમાં સેવારૂપી આહુતિ આપી રહયા છે. જેમાં દેશ-વિદેશથી રામકથા શ્રવણ કરવા આવનાર ભાવિકો માટે ઉતારાની વ્યવસ્થા માટે આવાસ સમિતિના કિરીટભાઇ ગોહેલ, શૈલેષભાઇ ભીમાણીની ટીમ દ્વારા ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉતારામાં રહેવા,જમવા,ચા-પાણી,નાસ્તા સહિત ભાવિકોને કથાસ્થળે પહોચાડી પરત લાવવા માટે વાહનની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
રામકથા શ્રવણઅર્થે બહારગામથી આવેલા ભાવિકો માટે શહેરના વિર તાત્યાટોપે ટાઉનશીપ, ઇન્ડીયન ઓઇલ પેટ્રોલ પંપની પાછળ, સોરઠીયાવાડી, ૮૦ ફુટ મેઇન રોડ, રાજકોટ ખાતે ઉતારો રાખવામાં આવેલ છે. તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી કેમ્પસ વગેરે જગ્યાઓ પર ઉતારાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ ઉતારામાં ૪પ૦૦ થી પ૦૦૦ માણસોને રહેવા તથા ત્રણેય ટાઇમ જમવા, ચા-પાણી-નાસ્તા સહિતની સંપુર્ણ સુવિધાનું જડબેસલાક આયોજન કરવામાં આવેલ છે.
રામકથા દરમ્યાન બહારગામથી આવેલા ભાવિકો માટે ઉતારાની સંપૂર્ણ વ્યવસ્થા આવાસ સમિતિના કિરીટભાઇ ગોહેલ, શૈલેષભાઇ ભીમાણી, પંકજભાઇ ચગ, સુધીરભાઇ પટેલ, હસુભાઇ સોની, અજયભાઇ જાદવ, મનસુખભાઇ પટોળીયા, પાર્થભાઇ સોજીત્રા, રમેશભાઇ પંડયા, પ્રદિપભાઇ રાણપરા, ચંદ્રેશભાઇ પરમાર, રમેશભાઇ દોમડીયા, ભરતભાઇ ચાવડા, દિલીપભાઇ ત્રિવેદી, સુનીલભાઇ બક્ષી સહિતના સંભાળી રહયા છે.
આવાસ સમિતિના કિરીટભાઇ ગોહેલ અને શૈલેષભાઇ ભીમાણીની ટીમે જણાવેલ હતું કે આ ઉતારામાં ભાવિકોને રહેવા-જમવા-ચા-પાણી અને નાસ્તાની સુવિધાની સાથોસાથ કથા સ્થળ સુધી લેવા-મુકવા માટે વાહનની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે.
આ ઉતારામાં તા.ર૩,ર૪ નવેમ્બરના રોજ સવાર ૭ થી જ મોડી રાત સુધી ચાલુ રહેશે, જેમાં ઉતારા માટેનું રજીસ્ટ્રેશન કથા સ્થળ, રેસકોર્ષ ગ્રાઉન્ડ, એરપોર્ટવાળા મેઇન ગેઇટ પરથી જ થશે. તેમજ કથા દરમ્યાન ચાલુ દિવસોમાં પણ રજીસ્ટ્રેશન ચાલું રહેશે. રજીસ્ટ્રેશન માત્ર કથાસ્થળ ઉપર જ કરવામા઼ આવશે વધુ માહિતી માટે અજયભાઇ જાદવ-૮૪૦૧૧૮૪પર૦, પંકજભાઇ ચગ-૯૮૭૯પ૭૦૮૭૮નો સંપર્ક કરી શકાય છે.જેની ખાસ નોંધ લેવા જણાવેલ હતું.
(2:27 PM IST)










