<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

તારા સિવાય બીજીસ્ત્રી સાથે અફેર છે તારી દીકરી મારી નથી છૂટાછેડા આપી દે કહી આરતીબેનને ત્રાસ

ચામુંડાનગરમાં બનાવઃ મહિલા પોલીસમાં અસ્‍થા રપ વારીયા કવાર્ટરમાં રહેતો પતિ વાલજી રાઠોડ, વાડલા ગામમાં રહેતા સાસુ બાલુબેન, જેઠ અરવિંદ રાઠોડ, અને નણંદ રેખા, નણદોયા લલીત સામે ફરિયાદ

રાજકોટ, તા. ર૧: રૈયાધાર ૧ર માળીયા કવાર્ટરની સામે ભાડે રહેતી મહિલાને નાનીનાની બાબતે ઝઘડો કરી બાલાજી હોલ પાસે આસ્‍થા રપ વારીયા કવાર્ટરમાં રહેતા પતિ, વઢવાણના વાડલા ગામમાં રહેતા સાસુ, જેઠ અને રાજકોટમા રહેતા નણંદ અને નણદોયા ત્રાંસ આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રૈયાધાર ૧ર માળીયા કવાર્ટરની સામે અમરાભાઇ ના મકાનમાં ભાડે રહે છે. પોતાના ર૦૧૦ માં અમદાવાદમાં રહેતા વાલજીભાઇ રાઠોડ નાં દીકરા મુકેશ સાથે લગ્ન થયા હતા. લગ્ન જીવન  દરમ્‍યાન પોતાને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. પતિ પોતાને મારકુટ કરતો હોઇ તેથી પોતે તેની સાથે છુટાછેડા લીધા બાદ પોતે પુત્રી સાથે અમદાવાદમાં મકાન ભાડે રાખીને રહેતા હતા. સાત વર્ષ એકલા રહયા હતા. પોતે રાજકોટમાં રહેતા માતાના ઘરે દીકરીને લઇને આટો મારવા ગયા હતા. ત્‍યારે પોતે માતાને કહેલ કે પુર્વપતિ મુકેશ પોતાને ફોન કરી મને રાખવા માંગે છે કહી અવારનવાર ફોન કરે છે. તેમ વાત કરતા માતાએ કહેલ કે આસ્‍થામાં મેલડી માતાના ભુવા છે તેમની પાસે જઇને તું જાણી આવકે તારા મુકેશમાં કાંઇ સુધારો આવ્‍યો છે કે નહી' તેમ કહેતા પોતે માતાને લઇને ભુવાજી લલીતભાઇ પરમાર તેમની પાસે ગયા અને પોતે પુર્વપતિ વિશે જોવડાવતા પોતાને કહેલ કે ‘તે વ્‍યકિતમાં કાંઇ સુધારો થયો નથી અને તને તથા તારી દીકરીને સારી રીતે રાખશે નહી જો તારે લગ્ન કરવા હોય તો મારો સાળો જે રાજકોટમાં રહે છે તેનું નામ વાલજી છે તે તારી અને તારી દીકરીની જવાબદારી લેશે. તેથી એ જ દિવસે વાલજી અને તેના મમ્‍મી બન્નેએ ચર્ચા કર્યા બાદ અનુકુળ આવતા દીકરીને સાચવવાની જવાબદારી લેશે તેવું પોતાને મૌખિક કહેલ બાદ ર૦ર૩માં બાલાજી હોલ પાસે આસ્‍થા રપ વારીયામાં લલીતના ઘરે ફુલહાર કરેલ અને પછી બે દિવસ બાદ કોર્ટમાં બંનેએ લગ્ન કર્યા હતા. બાદ પોતે દિકરી સાથે પતિ, સાસુ સાથે રહેતા હતા. લગ્નના એક માસ બાદ પતિ, સાસુ સાથે વઢવાણના વાડલા ગામે કુળદેવી માતાના દર્શન કરવા ગયા બાદ રાજકોટ આવ્‍યા હતા. બાદ સાસુને તેનું આધારકાર્ડની ઝેરોક્ષ ન મળતા તેણે પોતાની સાથે ઝઘડો કરી ગાળો આપી મારમાર્યો હતો. અને ‘તે મારો થેલો ખોલીને મારા ડોકયુમેન્‍ટ લઇ લીધા છે' કહી બે-ત્રણ જાપટ મારી દીધી હતી અને સાસુએ નણંદ રૈખા લલીત પરમારને  ફોન કરીને બોલાવતા બંનેએ પોતાના માથાના વાળ ખેંચી ઝાપટ મારી હતી દરમ્‍યાન પતિ વાલજી બહારથી આવતા સાસુએ ત્રણેયને ઘરની બહાર કાઢી મુકયા હતા બાદ પોતે પતિ અને પુત્રી સાથે રાજકોટ રૈયાધારમાં આમરાભાઇના મકાનમાં ભાડે રહેવા આવી ગયા હતા બાદ પોતે ગર્ભવતી થતા પાંચ માસ થયા હતા. બાદ પોતાના કાકીજી હિરાબેનનો દિકરો દેવજી રાઠોડને પોતાનો જેઠ થતો હોઇ તેણે ફોન કરી પોતાને કહેલ કે ‘મારી લાજ ન કાઢવી અને તુ મને બોવ ગમે છે' તેમ વાત કરેલ જે વાતનું પોતે ફોનમાં રીકોર્ડીંગ કરી પતિને વાત કરતા પતિએ દેવજી રાઠોડની પત્‍ની બાબુને ફોન કરી વાત કર્યા બાદ પોતાને તથા પતિને વાડલા ગામે બોલાવતા  બંને ત્‍યાં બાબુના ઘરે ગયા ત્‍યાં સાસુ, જેઠ અરવિંદ, દેવજી, કાકીજી સાસુ હીરા અને જેઠાણી બાબુ રાઠોડને ફોનનું રોકોર્ડીંગ બધાને સંભળાવતા પતિ સિવાય આ તમામ લોકો પોતાને ગાળો આપી માર માર્યો હતો. બાદ પોતાને વઢવાણ હોસ્‍પિટલમાં એક દિવસ માટે સારવાર કરાવી હતી. અને પોતે આ તમામ વિરૂધ્‍ધ વઢવાણ પોલીસમાં અરજી કરતા બાદ સમાધાન થઇ ગયેલ અને રાજકોટ આવી ગયા હતાં. પુત્રનો જન્‍મ થયા બાદ દીકરાની માનતા ઉતારવા વાડલા ગયા ત્‍યારે ત્‍યાં અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી પતિએ માર માર્યો હતો. બાદ રાજકોટ આવ્‍યા બાદ પતિ પોતાને અને બાળકોને મુકી જતો રહ્યો હતો. બાદ બીજા દિવસે ઘરે આવીને કહેલ કે ‘મારે તારા સિવાય બીજીસ્ત્રી સાથે અફેર છે. તુ મને છૂટાછેડા આપી દે હું તને કે તારી દીકરીને નહી રાખુ તારી દીકરીએ મારી દીકરી નથી' કહેતા પોતે મહિલા પોલીસમાં ફરીયાદ નોંધાવતા એ. એસ. આઇ. આર. એમ. સાવલીયાએ તપાસ હાથ ધરી છે.

(2:35 PM IST)