<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

આસામની શ્રેલીના અમદાવાદથી રાજકોટ સહેલીને મળવા આવ્‍યા બાદ બેભાનઃમોત

નહેરૂનગરમાં આવી હતીઃ સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૨૧: નાના મવા રોડ પર નહેરૂનગર-૬માં રહેતી સહેલીના ઘરે અમદાવાદથી આવેલી મુળ આસામની શ્રેલીના સેમ્‍યુઅલ સાંગમા (ઉ.વ.૨૫) સાંજે સાડા સાતેક વાગ્‍યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ દમ તોડી દેતાં શોક છવાઇ ગયો હતો. માલવીયાનગર પોલીસને હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ સહિતે જાણ કરી હતી. મૃતક ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં નાની હતી અને અમદાવાદ રહી પ્રાઇવેટ નોકરી કરતી હતી. તેના લગ્ન થયા નહોતાં. તેણીને લિવરની બિમારી હોવાનું તેના ભાઇએ જણાવ્‍યું હતું.

(4:40 PM IST)