<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

મારો અવાજ જનરલ બોર્ડમાં દબાવી શકો, શહેરના રસ્‍તાઓ ઉપર નહીં: સાગઠીયા જનઆંદોલનના માર્ગેઃ ચિમકી

મનપા શાસકો દ્વારા ભેદભાવનો આક્ષેપ કરતા વિરોધ પક્ષ નેતા મને કયાં નિયમ અનુસાર સામાન્‍ય સભામાંથી બહાર કરાયો? મેયરને પત્ર લખી જવાબ માંગતા વશરામભાઇ

રાજકોટ, તા. ર૧: જનરલ બોર્ડમાં બોલવા ન  દેવાતા વશરામભાઇ સાગઠીયાએ શાસકો ઉપર ભેદભાવ રાખ્‍યાનો આક્ષેપ કર્યો હતો.

તેમણે જણાવેલ કે   ગુજરાત માથી લોકશાહી ને વિદાય અપાઈ રહી છે.ભારતના સંવિધાન મા લોકોને આપેલા વ્‍યક્‍તિ સ્‍વતંત્રતા ના અધિકારો નુ ખુલ્લેઆમ હનન થઈ રહ્યુ છે. જનતાએ પોતાના રક્ષણ અને સુખાકારી જળવાઈ રહે તે માટે પોતાના પ્રતિનિધિઓને ચુટીને મહાનગરપાલિકામા મોકલે છે.

  ગઇકાલના જનરલ બોર્ડમાં જનતાએ મિડિયા ના માધ્‍યમથી જોયુ હશે કે હું જનતાનાં પ્રશ્‍નો ઉઠાવવા રહ્યો અને તુરંત માર્શલ  દ્વારા મને નિયમ વિરુદ્ધ જનરલ બોર્ડની બહાર જબરજસ્‍તીથી કાઢવામાં આવ્‍યો હોવાનું જણાવેલ હતું. મનપામાં    ભ્રષ્ટાચાર મા લિપ્ત રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશન પાસે મેં (૧) થોડા એવા વરસાદ મા રાજકોટ ના રસ્‍તાઓ નુ ધોવાણ થઈ ગયું તેમા શુ કાર્યવાહી કરવામાં આવી, પ્રેમ મંદિર પાસે નાના મૌવા સર્વે નંબર ૧૨૩ ના ફા.ન પ્‍લોટ નં ૨૮૮ મા એક પણ મકાન નથી ખોટા મકાનો બતાવી મ્‍યુનિસિપલ કોર્પોરેશન ની કરોડોની જમીન બિલ્‍ડરો ને આપી દેવાનું મોટુ કૌભાંડના આક્ષેપ કરાયા હતા. જવાબદારો સામે પગલા કેમ નથી લેવાય રહ્યા? સહિતના પ્રશ્‍નો પુછયા છે. ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા દૂર કરનાર  જવાબદારો સામે પગલા કેમ નથી લેવાયા રહ્યા.  મને જનરલ બોર્ડમાં બોલવા દેવામાં આવ્‍યો નથી પરંતુ હું ચુપ નહીં બેસીસ આવતા અઠવાડિયામાં સમાજના બુધ્‍ધિજીવીઓ ને સાથે રાખીને જન આંદોલન ઉભુ કરીશ શાસક પક્ષ જનરલ બોર્ડમાં મારો અવાજ રૂંધશે પરંતુ રાજકોટ ના રસ્‍તાઓ ઉપર મારો અવાજ રૂંધી નહીં શકે. અને  મેયર ને પણ  આ અંગે પત્ર લખીને જવાબ આપવા જણાવ્‍યું  હતું. માર્શલ લો દ્વારા મારા સીટ ઉપર હોવા છતાં આપે મને કયા નિયમ અનુસાર બહાર કરવામાં આવ્‍યા તેવા સવાલો ઉઠાવ્‍યા છે.

(3:46 PM IST)