News of Thursday, 21st November 2024
ભગવતીપરામાં મામલતદાર ચાવડા દ્વારા કાર્યવાહી
નાગરિક બેંકની ૬ લાખની બાકી પ્રશ્ને મકાન કબ્જે લીધુ બેંકને કબ્જો સોંપી દેવાયોઃ બેન્ક સિકયુરાઇઝેશન એકટ હેઠળ કાર્યવાહી..

રાજકોટ તા.૨૧: કલેકટર પ્રભવ જોશીની સુચના બાદ મામલતદારશ્રી એસ. જે. ચાવડા, અને સત્યમ શેરસીયા, સર્કલ ઓફિસર દ્વારા ઘી સિકયુરાઈઝેન એક્ટ હેઠળ મિલકત નો કબ્જો લઇ નાગરીક બેંકને સોંપી દીધો હતો.
રાજકોટ નાગરિક સહકારી બેંક લી.દ્વારા ઝાલા નયનાબા શક્તિસિંહ અને ઝાલા જયદીપસિંહ શક્તિસિંહને રાજકોટ શહેરના ભગવતીપરા શેરી નંબર ૨૦, સીટી સર્વે વોર્ડ નંબર ૧૩, સીટ નંબર ૫૭૧, સીટી સર્વે નંબર ૨૦૯૨ ની જમીન ચો. મી. ૫૦ ઉપર આવેલ રેસીડેન્સીયલ મકાન ઉપર તારીખ ૩૧/૧૦/૨૦૧૪ સુધીની બાકી પટ્ટી લહેરી રકમ ૬,૦૭,૪૬૬/- પૈસા અને ત્યારબાદના ચડત વ્યાજની રકમની વસુલાત કરવા માટે સિકયોરાઈઝેશન એક્ટ અંતર્ગત કલેકટરના હુકમ અંતર્ગત મામલતદાર શહેર પૂર્વ એસ જે ચાવડા અને સર્કલ ઓફિસર સત્યમ શેરસીયા દ્વારા તારીખ ૨૪/૧૦/૨૦૨૪ ના રોજ નોટિસ આપેલ, જેની મુદત વીતી જતા આજરોજ તારીખ ૨૧/૧૧/૨૦૨૪ ના રોજ કબજો લઈ રાજકોટ નાગરિક સહકારી બેંકના અધિકળત અધિકારીને સોંપવામાં આવેલ છે.
(3:50 PM IST)










