<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

શનિવારે નાટક ‘‘સાઇલન્‍સ કોર્ટ ચાલૂ છે!''

રાજકોટના ૧૦ કલાકારોની ટીમ આ ગંભીર કોમેડી નાટક રજૂ કરશેઃ બૂકીંગ ચાલૂ

રાજકોટઃ આગામી તા. ૨૩ શનિવારે, રાત્રે ૯:૩૦ વાગે ભજવશે ઝંકૃત કલાવૃંદ નિર્મિત, વિજય તેંડુલકર લિખિત , અને હસેન મલેક અનુવાદિત નાટકઃ સાઇલન્‍સ  કોટ ર્ચાલુ છે!

નાટકનું વિષય-વસ્‍તુ બિલકુલ આજના  સમયને લગતી, આજ ની સમસ્‍યાઓને ઉજાગર કરે તેવું અને આપણા કહેવાતા સભ્‍ય સમાજની વૈચારિક સંકીર્ણતા પર એક સચોટ વ્‍યંગ કરે તેવું છે.નાટકનું કથા વસ્‍તુમા  મુખ્‍યત્‍વે લીલા બેણારેની વાત છે. લીલા બેણારે,એક અવિવાહિત શિક્ષિકા છે અને સામાજીક કાર્યકર્તા મી. કાશિકર દ્રારા ચલાવતી નાટય મંડળીની પણ સભ્‍ય છે.બેણારે,જીવનને પોતાની શરતોએ જીવે છે પણ તેનો આ વિચાર શું સમાજે ઘડેલા નૈતિક આચરણના ત્રાજવે બરાબર બેસે છે?  કેવી હોવી જોઇ તેનું આચરણ?આવી વ્‍યકિતગત વાતો ને કોતરવા, એક આભાસી કોર્ટ નાટકમાં ઊભી થાય છે,જે ધીમે-ધીમે નીજી અને વાસ્‍તવિક બની જાય છે. તેમ યાદીમાં જણાવ્‍યું છે.

આ નાટકમાં બધા કલાકાર રાજકોટ રહેરના જ છે.નાટકનું દિગ્‍દર્શન કૃશાન દોશીએ કરેલ છે. ઝંખના ભટ્ટ, અમિત વાઘેલા, કૃશાન દોશી, ભાવિતા જેઠવા, શમિક દવે, આદિત્‍યરાજસિંહ ઝાલા, ગીતાંશ સ્‍વાદિયા, અમિત પાઠક, યતીન આશરા, હાર્દિક અસોડિયા દેવરાજ અને કૌશલ ભટ્ટ નાટકને મંચસ્‍થ કરશે. તેમજ પ્રકાશ સંચાલનની જવાબદારી હાર્દિક મહેતા અને હુસૈન પોપટિયા પૂરી પાડશે.

વધુ માહિતિ તેમજ બૂકિંગ માટે કૃશાન દોશી ૯૪૨૬૯૧૮૫૫૧, ૯૫૨૭૦૭૭૩૭૧ નો સંપર્ક કરી શકાય છે

(3:58 PM IST)