News of Thursday, 21st November 2024
ઔદિચ્ય ઘેલારામજી બ્રાહ્મણ સોશ્યલ ગ્રુપ દ્વારા વડીલ વંદના - વિદ્યાર્થી સન્માન

રાજકોટ : ઔદિચ્ય મહારાજશ્રી ઘેલારામજી બ્રાહ્મણ સોશ્યલ ગ્રુપ દ્વારા ૬૦ વર્ષથી વધુ વયના ૨૬ વડીલ ભાઇ બહેનોને સન્માનિત કરવા વડીલ વંદનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વડીલોને મોમેન્ટો, શાલ અને રૂમાલ અર્પણ કરાયા હતા. ઉપરાંત તેજસ્વી વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરાયા હતા. કાર્યક્રમના પ્રમુખ સ્થાને રાજય સભાના સાંસદ રામભાઇ મોકરીયા તેમજ અતિથિ વિશેષ તરીકે ઔ.ઝા.સ.બ્રહ્મસમાજના પ્રમુખ કમલેશભાઇ જોશી, બોલબાલા ટ્રસ્ટના જયેશભાઇ ઉપાધ્યાય, ઘોઘાવદર આનંદ આશ્રમ ગૌશાળાના નિરંજનભાઇ રાજયગુરૂ, ઔ.ઝા.સતર તાલુકા બ્રહ્મસમાજના વિપુલભાઇ શુકલ, સમસ્ત બહ્મસમાજના મહામંત્રી ડો. અતુલભાઇ વ્યાસ, પરાગભાઇ ભટ્ટ, સમસ્ત બ્રહ્મસમાજના ઉપપ્રમુખ નલિનભાઇ જોશી, પ્રશાંતભાઇ જોશી, હળવદ બોર્ડીંગના પ્રમુખ જયેશભાઇ જાની, સાચીહર બ્રહ્મસમાજના પ્રમુખ મયંકભાઇ મહેતા, શ્રીમાળી બ્રહ્મસમાજ રાજુભાઇ ત્રિવેદી, બ્રહ્મ અગ્રણી ચિરાગભાઇ પંડયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવં દિલીપભાઇ મહેતા, દિપકભાઇ પંડયા, સુધીરભાઇ પંડયા, ઇન્દ્રવદનભાઇ રાજયગુરૂ, અમિતભાઇ રાજયગુરૂ, રાકેશભાઇ રાજયગુરૂ, નિલેશભાઇ પંડયા, કનૈયાલાલ ભટ્ટ, યોગેશભાઇ ભટ્ટ, પંકજભાઇ વ્યાસ, યોગેન્દ્રભાઇ લહેરૂ, રામભાઇ ઠાકર, ભુમિતભાઇ જાની, રાજેશભાઇ મહેતા, ચેતનભાઇ પંડયાના સક્રીય સહકાર મળ્યો હતો. જ્ઞાતિજનોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી વડીલો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરેલ તેમજ પ્રસાદનો લાભ લીધો હતો. કશ્યપભાઇ શુકલ, દર્શીતભાઇ જાનીએ કાર્યક્રમને શુભેચ્છા પાઠવેલ. સંસ્થાની પ્રવૃત્તિ અંગે રાકેશભાઇ રાજયગુરૂએ પ્રકાશ પાડેલ. જયારે સ્વાગત પ્રવચન ઇન્દ્રવદનભાઇ રાજયગુરૂએ કરેલ. સંચાલન દિપકભાઇ પંડયાએ કરેલ. અંતમાં આભારદર્શન જયભાઇ પંડયાએ કરેલ.
(4:15 PM IST)










