ભારતીય શિક્ષણ મંડળ યુવા આયામ દ્વારા નેશનલ રિસર્ચ કોન્ફરન્સઃ સૌરાષ્ટ્ર પ્રાંતના ૫૫ શોધાર્થીઓ જોડાયા

રાજકોટઃ ભારતીય શિક્ષણ મંડળ દ્વારા તારીખ ૧૫, ૧૬, ૧૭ નવેમ્બર ૨૦૨૪ ના રોજ SGT યુનિવર્સિટી ગુરુગ્રામ હરિયાણા ખાતે નેશનલ લેવલની રિસર્ચ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ. જેમાં કુલ ૧,૬૯,૦૦૦ થી વધુ રજીસ્ટ્રેશન કરવામાં આવેલ અને તેમાંથી ભારતભરમાંથી ૬,૦૦૦ થી વધુ રિસર્ચ પેપર સબમીટ થયેલ. આ તમામ રિસર્ચ પેપર માંથી સેન્ટ્રલ લેવલે ૧૦૦૦ રિસર્ચ પેપર સિલેક્ટ થયેલ જેમાંથી ૬૦ જેટલા રિસર્ચ પેપર સૌરાષ્ટ્ર પ્રાંતના પણ પસંદ થયા હતા. સૌરાષ્ટ્ર યુવા આયમના પ્રમુખ ડો. હરેશ બાંભણિયાના નેતળત્વમાં સૌરાષ્ટ્ર પ્રાંત માંથી પસંદ થયેલા કુલ ૬૦ જેટલા રીસર્ચેરએ આ નેશનલ કોન્ફરન્સમાં હાજર રહી પોતાના રિસર્ચ પેપર રજૂ કર્યા હતા. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે એસ. સોમનાથજી ચેરમેન ઈસરો, મોહન ભાગવતજી સરસંધચાલક રાષ્ટ્રીય સેવા સંઘ, ધર્મેન્દ્ર પ્રધાનજી એજ્યુકેશન મિનિસ્ટર ભારત રાષ્ટ્ર તથા યુ.જી.સી, એ.આઈ.સી.ટી.ઇ, DRDO ના બ્રહ્મોસના ચેરપરસન, નેવલ ચીફ ઉપેન્દ્ર દ્વિવેદી, બાબા રામદેવ પતંજલિ, સંઘ પરિવારના અખિલ ભારતીય અધિકારીઓ તથા વિવિધ IIT ના વડાઓ તથા વિવિધ મહાનુભાવો એ ઉપસ્થિત રહીને તમામ રિસર્ચસને વિશિષ્ટ માર્ગદર્શન પ્રદાન કરેલ.
ભારતીય શિક્ષણ મંડલના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ સુરેશજી ના હતા એ આ રિસર્ચ કોન્ફરન્સ ના આયોજનમાં રાષ્ટ્રિય કક્ષાએ જોડાયેલા યુવા આયામના પ્રમુખ ડો. હરેશ બાંભણિયા અને તેમની સમગ્ર ટીમ તથા ૬૦ રિસર્ચસને કોન્ફરન્સની સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતા










