News of Thursday, 21st November 2024
રવિવારે મુખ્યમંત્રી તથા રાજયપાલ રાજકોટ આવતા હોય સીટીના તમામ પ્રાંત તથા મામલતદારોને જવાબદારી સોંપતા કલેકટર

રાજકોટમાં રેસકોર્સ મેદાન ખાતે યોજાયેલ મોરારીબાપુની રામકથામાં રાજયના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ-રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી રવિવારે સવારે રાજકોટ આવી રહ્યા છેઃ આ સંદર્ભે સુરક્ષા અને પ્રોટોકોલ અંગે રાજકોટ સીટીના તમામ પ્રાંત-મામલતદારોને વિવિધ જવાબદારી કલેકટરે સોંપી છેઃ હિરાસર એરપોર્ટ-રાજકોટનું જુનુ એરપોર્ટ-રામકથા સ્થળ-સિવીલ હોસ્પીટલ ખાતે ર સ્પેશીયલ વોર્ડ, સરકીટ હાઉસમાં શનિવારથી કબજો અંગે કાર્યવાહી કરવા આદેશો. શનિવારે ખાસ રીહર્સલ યોજાશે.
(4:40 PM IST)










