<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

અરજદારો દસ્‍તાવેજ ન કરતા રૂડા લાલઘૂમઃ પ૮ આવાસ રદ્દ

મુંજકા ખાતેના પ્રધાનમંત્રી આવાસ યોજનાની ફલેટ સ્‍વીકારવાની મુદત પૂર્ણ થતા કાર્યવાહી

રાજકોટ તા. ૨૧: રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા અને રૂડા દ્વારા મધ્‍યમવર્ગ તેમજ ગરીબ પરિવારો માટે આવાસ યોજનાઓ બનાવવામાં આવી રહી છે. આવાસ યોજનાનું ફોર્મ ભરાયા બાદ ડ્રો કરવામાં આવે છે. ત્‍યાર બાદ અરજદારને તેમને લાગેલ આવાસનો દસ્‍તાવેજ તેમજ મેન્‍ટેનન્‍સની રકમ ભરવા સહિતની સુચના અપાતી હોય છે. પરંતુ અમુક અરજદારો સમયસર દસ્‍તાવેજ નબનાવતા હોય તેમને લાગેલા આવાસ રદ કરવાનો નિયમ છે. જે અંતર્ગત રાજકોટ સહિત શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા પરિશ્રમ હાઉસીંગ સર્વિસ સોસાયટીની બાજુમાં મુંજકામાં તૈયાર થયેલ આવાસ યોજનામાં ૫૭ અરજદારોએ સમયસર દસ્‍તાવેજ ન બનાવતા તેમને ફાળવવામાં આવેલ આવાસ રદ કરવામાં આવ્‍યા છે. અને તેની જાણકારી અરજદારોને આપી દેવામાં આવી છે.

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત EWS-1  પ્રકારના ટી.પી.૧૭ એફ.પી.૭૩, પરિશ્રમ હાઉસિંગ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટી, સંસ્‍કુતિ પાર્ટી પ્‍લોટની બાજુમાં, કાલાવડ રોડ,મુંજકા,  આવાસો આવાસ ધારકોને ફાળવેલ છે. જેમના દ્રારા રૂૂડાનાં આવાસનો દસ્‍તાવેજ/ભાડાકરાર આજદિન સુધી કરાવેલ ન હોય. આ બાબતે લાભાર્થીઓને રૂૂડા કચેરીએથી વારંવાર નોટીસ આપવામાં આવેલ છે. પરંતુ, આજદિન સુધી આવાસ ધારકો દ્રારા દસ્‍તાવેજ, ભાડાકરાર કરાવેલ નથી. સદરહુ બાબતે બોર્ડ બેઠકમાં ઠરાવ્‍યા મુજબ આવા આવાસ ધારકોનાં આવાસો રદ કરવામાં આવ્‍યા છે.રૂડા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના એક સાથે ૫૭ આવાસો રદ કરવામાં આવ્‍યા છે. જેમાં એ-૧૦૨, ૧૦૪, ૪૦૬, ૬૦૬ તથા બી-૩૦૫, ૬૦૩, ૭૦૬ તથા સી-૨૦૩, ૨૦૪, ૬૦૭ તથા ડી-૧૦૧, ૨૦૬, ૩૦૩, ૫૦૬, ૬૦૨, ૬૦૫, ૬૦૭, ૭૦૭ તથા ઈ-૪૦૫, ૬૦૧, તથા એફ-૪૦૨ તથા જી-૪૦૩, ૫૦૬, ૬૦૫ તથા એચ-૨૦૫, ૩૦૫, ૩૦૭ આઈ-૪૦૬, જે-૫૦૮, ૬૦૧, ૭૦૬, કે-૧૦૧, ૪૦૮, ૬૦૩, ૭૦૭, એલ-૧૦૫, ૧૦૬, ૨૦૬, ૨૦૭, ૨૦૮, ૫૦૪, ૬૦૨, ૭૦૫, ૭૦૮, ૧૦૩, એમ-૨૦૩, ૪૦૧, ૫૦૪, ૫૦૫, ૬૦૨, એન-૧૦, ૩૦૧, ૪૦૭, ૬૦૨, આઈ-૬૦૧ અને ઈ-૬૦૫ અને બી-૬૦૪ ફ્‌લેટ નંબર સહિતના ૫૭ અરજદારોના ઉપર મુજબના આવાસો રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

(4:25 PM IST)