તા. ૨૮ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ વદ – ૧૪ મંગળવાર
News of Tuesday, 26th November 2024
સંઘાણી સંપ્રદાયનું ગોંડલ ખાતે સામૂહિક ચાતુર્માસ સંપન્ન :ઋણ સ્વીકાર તથા વિદાય સમારોહ

રાજકોટ, તા., ર૬: સંઘાણી સંપ્રદાયનું ૨૦૨૪ નું ઐતહાસિક સામૂહિક ચાતુર્માસ ભવ્યાતિ ભવ્ય રીતે સંપન્ન થયું.તેમજ ગોંડલ સંપ્રદાયના દાદા ડુંગર ગુરૂદેવ તેમજ સંઘાણી સંપ્રદાયના નાયક બા.બ્ર. નરેન્દ્રમુની ની અસિમકળપાથી ચાતુર્માસ વિદાય સમારોહ ગોંડલના પાંચેય સંઘના શ્રાવકો અને શ્રાવિકાઓ અને પોરબંદર સંઘ , મોરબી પ્લોટ સંઘ , નૂતન ગુરૂદેવ વૈયાવચ્ચ ભવન - રાજકોટ, સત્કાર્ય સેવા સમિતિ ના પ્રયોજક રાકેશભાઈ ડેલીવાળા , નીતિનભાઈ મહેતા તેમજ અન્ય સંઘોના વિવિધ આગેવાનોની હાજરીમા સંપન્ન થયો.
પ્રસંગની શરૂઆતમાં બા.બ્ર. પૂજ્ય જયશ્રીબાઈ સ્વામીએ મંગલાચરણ કર્યું. આ પ્રસંગે બા.બ્ર.હિનાબાઈ સ્વામી પૂ. સોનલબાઇ મહા., પૂ. માલતીબાઇ મહા. તથા સાધનાબાઇ મહા.એ પોતાના ભાવ રજુ કર્યા હતા.
ગાદીપતિ ગુરૂદેવ પંથકમુની મહારાજ સાહેબે વંકચૂલ ની વાર્તા કહીને પ્રતિજ્ઞામાં અડગ રહેવાનું ઉદબોધન કર્યું , તેમજ દરેક સતીજીઓએ સમગ્ર ચાતુર્માસ દરમ્યાન જતું કરીને અનુકૂળતા ગુમાવીને ખુબજ મોટું યોગદાન આપ્યું છે તે બદલ તેમની પ્ર્રસંશા કરેલ.
આ કાર્યક્રમનું સંચાલન મેહુલભાઈ રવાણીએ કર્યુ હતું. સંપ્રદાય પ્રમુખ અશોકભાઈ કોઠારી એ તેમના વક્તવ્યમાં દરેક દાતાશ્રીઓને વ્યક્તિગત રીતે યાદ કરી ને તેમની ભાવનાને બિરદાવી અને ઋણ સ્વીકાર કર્યું. તેમજ આ દ્રવ્ય દાન ઉપરાંત શ્રમ દાન, સેવા દાન, વૈયાવચ્ચ દાન , અનુમોદના દાન , અને સૌથી છેલ્લે અને મોટું દાન નડતર દાન ની વાત કરી ને જણાવેલ કે આ દાન સૌથી મોટું છે પરંતુ તેમનું બહુમાન ન કરાય તેમજ દરેક સેવાભાવી ડોકટર ને વ્યક્તિગત યાદ કરીને તેમની પ્રશંશનીય સેવાને યાદ કરીને વંદન કર્યા. અને અંતમાં આ વિહાર કહો કે વિદાય સમારોહમાં ગોંડલમાં પ્રથમ વખતજ સરસ મજાની નવકારશી જમણ કરાવીને યશ કલગી લગાડવા બદલ સ્વ. કાંતિલાલ છગનલાલ શેઠ પરિવારનો અંતઃ કરણ પૂર્વક સમગ્ર કમિટી વતી આભાર માન્યો . અંતમાં કમલેશભાઈ સંઘાણીએ આભાર વ્યક્ત કરી ઋણ સ્વીકાર કર્યો હતો તેમ સંપ્રદાય પ્રમુખશ્રી અશોકભાઈ કોઠારી (મો. ૯૯૭૮૯ પ૦૯ર૩) ની યાદી જણાવે છે.(૪.૨૮)
(12:00 PM IST)










