<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

“ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ-EoDB” અંતર્ગત સિંગલ વિન્ડો પોર્ટલ માટે “ઈન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ(IFP)” વિકસાવનાર ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્યોમાંનું એક : છેલ્લા એક દાયકામાં અંદાજે રૂ. ૩.૯૬ લાખ કરોડનું વિદેશી તેમજ રૂ. ૧૮.૪૬ લાખ કરોડનું સ્થાનિક રોકાણ : “ઈન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ” પર રાજ્યના ૧૮ વિભાગો સંબધિત ૨૦૦થી વધુ બિઝનેસ સેન્ટ્રીક સેવાઓ ઉપલબ્ધ : નવા પ્રોફેશનલ ટેક્સ સ્લેબ પ્રમાણે દર મહિને રૂ. ૧૨,૦૦૦થી ઓછી આવકવાળાને પ્રોફેશનલ ટેક્સ ભરવામાંથી મુક્તિ : iORA પોર્ટલ દ્વારા ૩૬ સેવાઓનું ઓનલાઈન એક્સેસ: ૧૭ લાખથી વધુ અરજીઓની પ્રક્રિયા કરાઇ: ગુજરાત સરકારે ૯ જેટલા શ્રમ કાયદાઓને ડિક્રિમીનલાઇઝ કર્યા4:14 PM IST

ગુજરાતમાં મગફળીની ટેકાના ભાવે અત્‍યાર સુધીની સૌથી રેકોર્ડબ્રેક ખરીદી : બજાર ભાવ કરતા ટેકાનો ભાવ વધુ મળતા રાજ્‍યના ખેડૂતોમાં ખુશહાલી છવાઈ : કળષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ : અત્‍યાર સુધીમાં ૨.૯૮ લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. ૬,૭૦૦ કરોડના મૂલ્‍યની કુલ ૧૦ લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરાઈ : રાજ્‍યના ૨૦,૫૦૦થી વધુ ખેડૂતો પાસેથી રૂ. ૨૫૨ કરોડના મૂલ્‍યની કુલ ૫૧,૪૦૦ મેટ્રિક ટનથી વધુ સોયાબીન પણ ટેકાના ભાવે ખરીદાઈ : નોંધણી કરાવેલ તમામ ખેડૂતો પાસેથી આગામી તા. ૮ ફેબ્રુઆરી સુધીમાં ખરીદી પૂર્ણ કરાશે : અત્‍યાર સુધીમાં મગફળી માટે ૨.૩૨ લાખ ખેડૂતોને રૂ. ૫,૧૭૨ કરોડ અને સોયાબીન માટે ૧૭,૦૦૦ ખેડૂતોને રૂ. ૨૧૦ કરોડનું ચૂકવણું કરાયું 3:32 PM IST

દેશને એક નવા બંધારણની જરૂર છે જે સામાજીક, આર્થીક, રાજકીય, વૈજ્ઞાનીક પ્રગતી થકી સર્વાંગી વિકાસને નવો આયામ આપી શકે : આપણા બંધારણના ૭પ વર્ષ... બંધારણ થકી જેવો સમાજ, જેવા રાષ્‍ટ્રનું નિર્માણ કરવા માંગતા હતા તેમાં આપણે કેટલા સફળ થયા તેની ગંભીર વિચારણાની જરૂર : દેશની લોકશાહીની વર્તમાન સ્‍થિતિ જોતા ડો. આંબેડકરની ભવિષ્‍યવાણી સાચી ઠરી રહી છે... સતા મેળવવા માટે અપ્રમાણીક રસ્‍તાઓ અપનાવી રાજકીય પક્ષોએ આપણા સારા બંધારણને નિષ્‍ફળ બનાવી દીધું છે : સતા પર આવવા મતનું રાજકારણ, અનામતનું રાજકારણ, લઘુમતીઓનું તૃષ્‍ટીકરણ, ભાષાવાદ, પ્રાંતવાદ, જાતીવાદના હીન માર્ગો અપનાવી બંધારણના ઉદ્દેશોની હત્‍યા કરી છે : લોકપ્રતિનિધિત્‍વ કાનુનમાં એવા સંશોધનની જરૂર છે જેને લઇ કોઇ અપરાધી વ્‍યકિત, ગુન્‍હેગારો ધારાસભા, સંસદ કે સ્‍થાનીક સ્‍વરાજયની ચુંટણીઓ ન લડી શકેઃ અત્‍યારે જે સાંસદો, ધારાસભ્‍ય કે અન્‍ય ચુંટાયેલા સભ્‍યો સામે દીવાની-ફોજદારી કેસો પેન્‍ડીંગ છે તે ચલાવવા ખાસ અદાલત બનાવી છ મહિનામાં કેસનો નિકાલ કરી જો ગુન્‍હેગાર સાબીત થાય તો તેમનું સભ્‍યપદ રદ કરી દેવું જોઇએ : રીઢા ગુનેગારો, રાષ્‍ટ્રવિરોધી તત્‍વો, ત્રાસવાદીઓ અને તેમનો આર્થીક ભંડોળ-આશ્રય પુરૂ પાડતા માણસો, ડ્રગ્‍સ સિન્‍ડીકેટના સભ્‍યો સામે કેસ ચલાવવા સમરી ટ્રાયલ કોર્ટોની રચના કરવામાં આવે અને આવી કોર્ટમાં કેસ દાખલ થયાના બે અઠવાડીયામાં ચુકાદો અને આ ચુકાદા સામે અપીલ ફકત સમરી ટ્રાયલ એપિલેટ ટ્રીબ્‍યુનલમાં જ થઇ શકે, ટ્રીબ્‍યુનલ પણ બે અઠવાડીયામાં કેસનો નિકાલ કરે તેવું ત્‍વરીત ન્‍યાયનું મોડયુલ રાષ્‍ટ્રહિતમાં અપનાવવુ જરૂરી : ૧૯૫૩ માં સંસદમાં બંધારણ વિષે અત્‍યંત દુરદર્શી વિચારક, મેઘાવી વ્‍યકિતત્‍વના સ્‍વામી ડો.બી.આર.આંબેડકરે પોતાની અસહમતી વ્‍યકત કરતા કહયું હતું કે, લોકો મને હંમેશ કહયા કરે છે કે અરે તમે બંધારણના ઘડવૈયા છો, મારો જવાબ એ છે કે મને એ કામ સોંપવામાં આવ્‍યું હતું અને મોટાભાગે મારી ઇચ્‍છા વિરૂધ્‍ધ મેં એ કર્યુ છે11:48 AM IST

૬પ વર્ષ જુની કે.જે. કોટેચા ગર્લ્‍સ હાઇસ્‍કુલના લાભાર્થે પૂર્વ વિદ્યાર્થીની દિપાલી દીદી દ્વારા કૃષ્‍ણ કથાનું આયોજન : તા. ૩૧ જાન્‍યુ. - ૧ ફેબ્રુઆરીએ હેમુગઢવી હોલ ખાતે રાત્રે ૮.૩૦ થી ૧ર સુધી દિપાલી દીદી કથાનું અમૃતરસપાન કરાવશે ખાનગી શાળાઓના આક્રમણ અને ધંધાદારી કેળવણીકારો વચ્‍ચે કોઇ ફી વગર ચાલતી શ્રી કે.જે. કોટેચા ગર્લ્‍સ સ્‍કુલ ૭રપ વિદ્યાર્થીનીઓને નિઃશુલ્‍ક અભ્‍યાસ કરાવતી કે.જે. કોટેચા ગર્લ્‍સ સ્‍કુલનું વ્‍યકિતગત નહી, શાળા શિક્ષકો... શિક્ષણ પ્રેમીઓ સંચાલન કરે છે દાનનો ઉપયોગ શાળાની ભૌતિક સુવિધા વધારવામાં થશેઃ બીલ્‍ડીંગમાં જરૂરી રીપેરીંગ, પુસ્‍તકાલય, સોલાર પેનલની જરૂરીયાત 4:01 PM IST

લાલપુરની નર્સને રાજકોટ મનપામાં અને તેના ભાઇને જેટકોમાં નોકરી અપાવવાના નામે ઠગાઇઃ મોટીવાવડીનો ગઠીયો સકંજામાં : ઉપાસનાબેન કરમુર અગાઉ વોકહાર્ટમાં નોકરી કરતી હતી ત્‍યારે સાથેની નર્સએ પોતાના ગામનો પ્રતિક ડઢાણીયા સરકારી નોકરી અપાવે છે તેમ કહેતાં ઉપાસનાબેને સંપર્ક કર્યોઃ અલગ અલગ બહારના તળે પ્રતિકે રૂપિયા પડાવ્‍યા નકલી નિમણુંક ઓર્ડર અને તાલિમના ઓર્ડર આપ્‍યાઃ અલગ અલગ બહાને ગાંધીનગર સચિવાલય, વડોદરા સહિતના સ્‍થળોએ લઇ ગયો અને સાહેબને આપવા પડશે, કાગળો ઘટે છે, તાલિમ ખર્ચના ચુકવવાના છે...કહી ત્રણ લાખથી વધુ રકમ ખંખેરીઃ યુનિવર્સિટી પોલીસે સકંજામાં લીધો પ્રતિકે આપેલો નોકરીના ઓર્ડરનો નકલી લેટર3:43 PM IST