<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

યુનિવર્સીટીના કર્મચારીના પ્રોવિડન્‍ડ ફંડ સ્‍કીમ અંગે ચાર માસમાં તપાસ કરી નિર્ણય કરવા હાઈકોર્ટનો આદેશ

 

રાજકોટઃ બીજા એક કેસમાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીમાં શ્રી કેતન ચંદ્રકાન્‍ત ઠાકર નામની વ્‍યકિત જેઓ યુનિવર્સીટીમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા હતા અને ૨૨ વર્ષની નોકરી પછી રાજીનામું આપી છુટા થયેલ, પણ યુનિવર્સીટીએ કોઈપણ કર્મચારીના પગારમાંથી પ્રોવિડન્‍ડ ફંડની રકમ કપાત કરેલ ન હોય અને તેટલી રકમ યુનિવસીટર્ટીએ પણ પ્રોવિડન્‍ડ ફંડ ખાતામાં જમા કરાવેલ ન હોય અરજદારને ઘણુ આર્થિક નુકશાન થયેલ. તે બાબતે કર્મચારીઓના પ્રોવિડન્‍ડ ફંડ સ્‍કીમ અંગે ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટીશન દાખલ કરી દાદ માંગતા ગુજરાત હાઈકોટ દ્વારા સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટી અને પ્રોવિડન્‍ડ ખાતાને આદેશ આપેલ છે કે અરજદાર કર્મચારીને યુનિવર્સીટીએ પ્રોવિડન્‍ડ સ્‍કીમ લાગુ પાડેલ નથી તે અંગે કાયદાની કલમ ૭(એ) નીચે તપાસ કરી ચાર માસની અંદર નિર્ણય લેવાનો આદેશ કરેલ છે.

(2:39 PM IST)