તા. ૨૭ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ વૈશાખ સુદ – ૧૧ સોમવાર
News of Tuesday, 26th November 2024
વોર્ડ નં.૪ના વિવિધ વિસ્તારમાં રોડ ૮ કરોડના ખર્ચે ટનાટન બનશે
ધારાસભ્ય ઉદય કાનગડના હસ્તે ખાતુમુહુર્ત : તીરૂપતી પાર્ક, ગ્રીનલેન્ડ ચોકડી, મોરબી રોડ સહિતના લતાવાસીઓને રાહત

રાજકોટ : શહેરના વોર્ડ-૪ માં ધારાસભ્ય ઉદય કાનગડના હસ્તે તથા મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિન મોલીયાની ઉપસ્થિતિમાં તિરૂપતિ પાર્ક, ગરબી ચોક, ગ્રીનલેન્ડ ચોકડી પાસે, મોરબી રોડ તેમજ રાજલક્ષ્મી મેઈન રોડ, રાજેશ્વર મહાદેવ મંદિર પાસે સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી રૂા. ૮ કરોડના ખર્ચે ટી.પી. સ્કીમ નં.૧૪,૧૮,૩૧ના રોડના કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. આ તકે કોર્પોરેટરો પરેશ પીપળીયા, કંકુબેન ઉધરેજા, વોર્ડના પ્રભારી જે.ડી. ભાખર, વોર્ડપ્રમુખ કાનાભાઈ ડંડેયા, મહામંત્રી ભરતભાઈ લીંબાશીયા, હિતેશ મઠીયા, તેમજ સંજય ગોસ્વામી, જનકભાઈ આહીર, પ્રવીણભાઈ પટેલ, મયુર ભમ્મર, રાજુભાઈ ભાનુશાળી, અંકુરભાઈ સખીયા, હિતેશ પીપળીયા, રામદેભાઈ ભેસદાળીયા, દિલીપભાઈ બોરીચા, રામભાઈ બીહારી, વિનોદભાઈ જાની, હિતેશ ગોહેલ, જયોતીબેન જાદવ, અમિત બરાસરા, રાજ ડાંગર સહિત વોર્ડના વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ તેમજ સ્થાનીક લતાવાસીઓ બ્હોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ધારાસભ્ય ઉદય કાનગડ સહિતના આગેવાનોનનું સ્થાનિક લતાવાસીઓ ઘ્વારા ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યારે વોર્ડ-૪માં વિવિધ વિકાસ કાર્યોના ખાતમુર્હુત થકી લોકોના સુખ,સુખાકારી અને સગવડતામાં વધારો થશે એમ અંતમાં ઉપસ્થિત અગ્રણીઓએ જણાવેલ હતું.
(4:04 PM IST)










