<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

ઘાયલ-દામિની જેવી ફિલ્‍મોના સર્જક રાજકુમાર સંતોષીને ચેક રિટર્ન કેસમાં થયેલ સજાના હુકમને સેશન્‍સ અદાલતની બહાલી

ચેક રિટર્ન અંગેની બે ફરિયાદોમાં નીચેની કોર્ટે એક વર્ષની કરેલ સજાના ચૂકાદા સામે રાજકુમાર સંતોષીએ સેશન્‍સ કોર્ટમાં અપીલ કરી હતી

રાજકોટ તા. ર૬ :.. ઘાયલ, દામિની જેવી ફિલ્‍મોના સર્જક રાતકુમાર સંતોષી સામે રાજકોટની કોર્ટમાં થયેલ ચેક રિટર્ન અંગેની ફરિયાદમાં થયેલ એક વર્ષની સજાના હુકમને અપીલ કોર્ટે માન્‍ય રાખી સજાના હુકમને કાયમ રાખવા અને ચેકની રકમ મુજબનું વળતર ચુકાવી આપવાનો એડી. એસ. જજ શ્રી એસ. સી. મકવાણાએ હુકમ કર્યો છે.

સિનેમા કંપનીવાળા રાજકુમાર સંતોષીએ શ્રી અનિલ ધનરાજભાઈ જેઠાણી પાસેથી સંબંધની રૂએ મેળવેલ રકમ તેના વળતર સાથે ચુકવી આપવા માટેનું નક્કી થયેલ. તેની સામે તહોમતદાર રાજકુમાર સંતોષીએ ફરીયાદી શ્રી અનિલ ધનરાજભાઈ જેઠાણીને

રૂપિયા સત૨ લાખ પચાસ હજાર પુંરા તથા રૂપિયા પાંચ લાખ પુરાના જુદાજુદા ચેકો આપેલ અને તે ચેકો બેંકમાં રજું કર્યેથી પાસ થઈ જશે તેવું વચન અને વિશ્વાસ આપેલ હતો.

પરંતુ સદરહું ચેકો બેંકમાં પાસ થવા માટે રજું કરતા સદરહું ચેકો પુરતુ ભંડોળ ને હોવાના કારણસર સ્‍વિકારાયા વગરના પરત ફરેલ હતા તેથી રાજકુમાર સંતોષી સામે જુદી જુદી બે ફરીયાદો કરવામાં આવેલ હતી. બંને ફરીયાદમાં પુરાવાના અંતે રાજકોટના મહે. એડીશલ ચીફ જયુડિશીયલ મેજીસ્‍ટ્રેટ ે તહોમતદાર રાજકુમાર સંતોષીને ધી નેગોશીયેબલ ઈન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટની કલમ-૧૩૮ ના ગુન્‍હા અંગે તકસીરવાન ઠરાવી એક વર્ષની સજા તથા ચેકની રકમનું વળતર ચુકવી આપવા માટેનાં હુકમ કરેલ હતો. તે હુકમની સામે રાજકુમાર સંતોષીએ રાજકોટના મહે. સેશન્‍સ જજની કોર્ટમાં અપીલ દાખલ કરેલ હતી.

બંને સજા સામેની અપીલમાં તહોમતદાર રાજકુમાર સંતોષી તરફથી જુદાજુદા બચાવો લેવામાં આવેલ જેવાકે તહોમતદારે ફરીયાદીને રકમ ચુકવવાની રહેતી નથી પરંતુ કોરા ચેકોનો દુરઉપયોગ કરી ફરીયાદ દાખલ કરવામાં આવેલ હતી. તહોમતદારે ફરીયાદીને રૂપિયા સાઈઠ લાખ પુરા વળતર સહિતની રકમ ચુકવી આપવા માટેનું ફરીયાદી અને તહોમતદાર વચ્‍ચે નકકી થયેલ. તે પૈકી રાજકુમાર સંતોષીએ રૂપિયા સાડત્રીસ લાખ પચાસ હજાર પુંરા  અનિલ ધનરાજભાઈ જેઠાણીને ચુકવી આપેલ હતા.

ફરીયાદી તરફથી મુખ્‍ય દલીલ એવી કરવામાં આવેલ હતી કે રાજકુમાર સંતોષી ભણેલ ગણેલ અને ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રીઝ સાથે વર્ષોથી સંકળાયેલ હોવાથી રકમ માંગતા હોય તેનાથી વધારે રકમ ચુકવે તે માની શકાય નહી.

તેટલું જ નહી પરંતુ રાજકુમાર સંતોષીએ આપેલ અગાઉના ચેકો સમયાંતરે બદલાવી આપવામાં આવેલ તેટલું જ નહી પરંતુ બે ચેકોની તારીખ પુરી થઈ ગયેલ હતી તેથી બેંકે તે ચેકો પાસ કરેલ ન હતા તેથી રાજકુમાર સંતોષીએ આપેલ કોરા ચેકોનો દુરઉપયોગ થયેલ હોવાનું કોઈપણ સંજોગોમાં માની શકાય નહી. બંને પક્ષ તરફથી ના.સુપ્રિમ કોર્ટ તથા ના.ગુજરાત હાઈકોર્ટના જુદાજુદા ચુકાદાઓ રજું કરવામાં આવેલ હતા.

 અને બંને પક્ષકારોની દલીલ સાંભળીને રાજકોટના મહે.એડીશલ સેશન્‍સ જજ શ્રી એસ.સી. મકવાણા  તહોમતદાર રાજકુમાર સંતોષીની બંને અપીલો રદ કરી નીચેની કોર્ટે કરેલ સજા તથા વળતર ચુકવવાનો હુકમ માન્‍ય રાખેલ છે. ફરીયાદી  અનિલ ધનરાજભાઈ જેઠાણી વતી એડવોકેટ  પ્રવિણ એચ. કોટેચા, પૂર્વેશ પી.કોટેચા, રવિ એચ.સેજપાલ,નિલય એન. પાઠક, હરેશ ડી.મકવાણા, દિવ્‍યેશ એ.રૂડકીયા, રજનીક એમ.કુકડીયા, અજયસિંહ એલ. ચુડાસમા, ચિંતન ભલાણી, વૈભવ મહેતા, મોહિત સોનછત્રા રોકાયા હતા.

રાજકુમાર સંતોષી

ફિલ્‍મ ડાયરકેટર

 

(4:13 PM IST)