<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

નીલકંઠનગરમાં મકાન અને કારમાંથી રૂા.૧ લાખના દારૂ સાથે રાણા શામળા પકડાયો

પીસીબીના કોન્‍સ. વિજયભાઇ મેતા, કુલદીપસિંહ જાડેજા અને યુવરાજસિંહ રાણાની બાતમીઃ ૩.૯૯ લાખનો મુદામાલ કબ્‍જે

રાજકોટ તા. ર૬ :.. હરીનગર મેઇન રોડ પર નીલકંઠનગરમાં મકાન અને કારમાંથી રૂા. એક લાખના વિદેશી દારૂ સાથે એક શખ્‍સને પીસીબીની ટીમે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ હરીનગર મેઇન રોડ પર નીલકંઠનગરમાં આવેલા એપાર્ટમેન્‍ટ પાસે પાર્ક કરેલી એક કારમાં વિદેશી દારૂનો જથ્‍થો હોવાની પીસીબીના કોન્‍સ. વિજયભાઇ મેતા, કુલદીપસિંહ જાડેજા અને યુવરાજસિંહ રાણાને બાતમી મળતા નિલકંઠનગર જીવી ૭ સ્‍ટોરી એપાર્ટમેન્‍ટ પાસે આવેલા એક મકાન પાસે દરોડો પાડી જીજે-૧ આર. સી. પ૬૯૭ નંબરની કારની ડેકીમાંથી રૂા. પ૭,૬૦૦ ની કિંમતની વિદેશી દારૂની ૧૪૪ બોટલ સાથે રાણા ફોગાભાઇ શામળા (ઉ.વ. ર૭) (રહે. હરીનગર મેઇન રોડ, નીલકંઠનગર જીબી-૭ સ્‍ટોરી એપાર્ટમેન્‍ટ પાસે, મુળ ઇન્‍દીરાનગર પોરબંદર) ને પકડી લીધો હતો.

બાદ પોલીસે ઘરમાં તલાશી લેતા તેમાંથી રૂા. ૩૬,૬૦૦ ની કિંમતની વિદેશી દારૂની ૬૦ બોટલ મળી આવતા પોલીસે દારૂનો જથ્‍થો, કાર તથા મોબાઇલ મળી રૂા. ૩,૯૯,ર૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો. આ કામગીરી ઇન્‍ચાર્જ પી.આઇ. એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.જે. હુણ તથા એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, હેઙ કોન્‍સ. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, ઘનશ્‍યામસિંહ ચૌહાણ, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, રાહુલગીરી ગોસ્‍વામી, ગીરીરાજસિંહ જાડેજા, કોન્‍સ. યુવરાજસિંહ રાણા, વિજયભાઇ મેતા કુલદિપસિંહ જાડેજા દેવરાજભાઇ કળોતરા , વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી દ્વારા કરવામાં આવી હતી.

(4:16 PM IST)