<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

Viનું ‘‘બી સમવન વી'' કેમ્‍પેઇન પૂરજોશમાં: દર કલાકે ૧૦૦ ટાવર્સ

રાજકોટ તા. ર૬: અગ્રણી ટેલિકોમ કંપની Vi એ તેના લેટેસ્‍ટ ‘‘બી સમવન વી'' કેમ્‍પેઇનના ભાગરૂપે એક અનોખું સીમાચિન્‍હ હાંસલ કર્યાની જાહેરાત કરી છે. કંપનીએ સમગ્ર ભારતમાં તેના હાલ ચાલી રહેલા નેટવર્ક વિસ્‍તરણના ભાગરૂપે દર કલાકે ૧૦૦ ટાવર્સનું તેનું મહત્‍વાકાંક્ષી લક્ષ્યાંક પૂરૂં કર્યું છે. આ વર્ષના પ્રારંભે સફળ એફપીઓ પછી કંપનીએ તેના નેટવર્કમાં ઝડપથી વિસ્‍તરણ કર્યું છે, નવું ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર તૈયાર કર્યું છે અને દર કલાકે ૧૦૦ ટાવર્સ ઉમેરવાનું નોંધપાત્ર સીમાચિન્‍હ હાંસલ કર્યું છે.

Vi ના સીએમઓ અવનીશ ખોસલાએ આ કેમ્‍પેઇન અંગે જણાવ્‍યું હતું કે ‘‘બી સમવન વી'' કેમ્‍પેઇન કનેકશન્‍સની શકિતની સૌને યાદ અપાવે છે. દર કલાકે ૧૦૦ ટાવર્સ ઉમેરવા એ મજબૂત કનેકિટવિટી લાવવાની અમારી પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે.

ઓગિલ્‍વિના ઇસીડી રોહિત દૂબેએ આ કેમ્‍પેઇન અંગે જણાવ્‍યું હતું કે આ કેમ્‍પેઇન ટેલિકોમ નેટવર્ક માટે સૌથી પડકારજનક ક્ષેત્રો પૈકીના એકમાં તૈયાર કરાયેલી આ હૃદયસ્‍પર્શી ક્ષણ કનેકિટવિટી માટે Vi ની પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમે આશા રાખીએ છીએ કે આ પ્રયાસ ગ્રાહકોના નેટવર્ક અનુભવને વધારશે અને સાર્થક પરિવર્તન લાવશે.

(4:23 PM IST)