<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

જે.એમ.જે. ગ્રુપના સ્‍થાપક-ચેરમેન મયુરધ્‍વજસિંહ જાડેજાનો જન્‍મદિવસ ઉજવાયોઃ સફળતાના શિખરે પહોંચ્‍યા પછી પણ સેવાને પ્રાધાન્‍ય

રિયલ એસ્‍ટેટ, ટેકસ્‍ટાઇલ, એનર્જી, ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર, લોજિસ્‍ટિક, ફિલ્‍મ પ્રોડકશન સાથે સંકળાયેલા દિકરીઓના આર્શિવાદ મળે અને જે સંતોષ થાય તે અમૂલ્‍ય છે : દેશ વિદેશમાં રાજકોટનું નામ રોશન કર્યુ

રાજકોટ : જે.એમ. જે. ગ્રૃપના સ્‍થાપક અને ચેરમેન શ્રી મયુરધ્‍વજસિંહ જાડેજાનો ગઇકાલે જન્‍મદિવસ ઉજવાયો. તેમના મો. ૯પ૩૭૯ ૦૦૦૭૭ ઉપર અભિનંદનનો ધોધ વરસી રહ્યા છે.

સેવાના પર્યાય તરીકે ઓળખાતા મયુરધ્‍વજસિંહ સમસ્‍યા વિશે વાત કરવાનમાં નથી માનતા પરંતુ સમસ્‍યાના ઉકેલ લાવવામાં માને છે એટલે જસેવાના પર્યાય અને યુવા વર્ગમાં  ખુબ જ પ્રિય બની રહ્યા છે.

રાજકોટના જેએમજે ગળપના સ્‍થાપક અને સીએમડી મયુરધ્‍વજસિંહ જાડેજા વિવિધ વ્‍યવસાયો સાથે સંકળાયેલા છે. સેવાકીય પ્રવળત્તિઓમાં મોખરે રહેનાર મયુરધ્‍વજસિંહ જાડેજા રિયલ એસ્‍ટેટ, ટેક્‍સટાઈલ, એનર્જી, ઈન્‍ફ્રાસ્‍ટ્રકચર, લોજિસ્‍ટિક, ઈમ્‍પોર્ટ-એક્‍સપોર્ટ અને ફિલ્‍મ પ્રોડકશન સહિતના સફળ વ્‍યવસાય ચલાવી રહ્યા છે. આ ક્ષેત્રે પણ તેઓ નંબર વન છે. તેમણે પોતાની બિઝનેસની આવડતથી રાજકોટના નામનો ડંકો દેશભરમાં જ નહીં વિદેશમાં પણ વગાડ્‍યો છે. સેવા અને બિઝનેસ ક્ષેત્રે યુવા વયમાં અને ઓછા સમયમાં અસાધારણ ઉપલબ્‍ધિ મેળવવા બદલ મયુરધ્‍વજસિંહનું રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે સન્‍માન પણ કરવામાં આવ્‍યું છે.

જેએમજે ગળપના સ્‍થાપક મયુરધ્‍વજસિંહનું નામ આવે એટલે અનેક દીકરીઓના અંતરથી આશીર્વાદ નીકળે. કારણ કે અત્‍યાર સુધીમાં તેમણે અનેક દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવી સાસરે વળાવી છે. સમુહ લગ્ન પણ એવા કે દેશ-વિદેશમાં તેની ચર્ચા થાય. મયુરધ્‍વજસિંહને આ કાર્યમાં તેમના પત્‍ની અને પરીવારજનો સહયોગ કરે છે. તેમણે આર્થિક રીતે નબળી પરિસ્‍થિતિ ધરાવતા પરિવારની દીકરીઓના સમુહલગ્ન કરાવવાની શરુઆત વર્ષ ૨૦૧૯થી કરી હતી. જે કાર્ય દર વર્ષે અવિરત પણે ચાલે છે. તેઓ અત્‍યાર સુધીમાં અનેક દીકરીઓના સંપૂર્ણ કરિયાવર સાથે તેમના જાજરમાન લગ્ન કરાવી તેમને સાસરે વળાવી ચુકયા છે. ખાસ વાત એ છે કે તેમણે પોતે પણ સમુહલગ્નમાં જ લગ્ન કરી અનોખું ઉદાહરણ પુરું પાડ્‍યું છે.

મયુરધ્‍વજ સિંહ જાડેજા સફળ બિઝનેસમેન, સમાજસેવક અને સફળ બિલ્‍ડર છે. આજે તમને જન્‍મદિવસ છે ત્‍યારે દેશ-વિદેશથી તેમને શુભકામનાઓ મળી રહી છે. મયુરધ્‍વજસિંહ જાડેજા એવા વ્‍યક્‍તિ છે જે સમાજના દરેક વર્ગ માટે કંઈક કરવા માંગે છે જેથી તેઓ આગળ આવે અને તેમનો પણ ગ્રોથ થાય. અને સૌથી મહત્‍વનું કે પોતાના સેવાકાર્યોના બદલામાં તેઓ સામેના પક્ષેથી કોઈ જ અપેક્ષા રાખતા નથી. મયુરધ્‍વજસિંહ જાડેજા ખરા અર્થમાં સામાજિક સાહસિક છે.

મયુરધ્‍વજસિંહ જાડેજા રાજકોટના  સફળ બિઝનેસમેન, બિલ્‍ડર અને સમાજ સેવક છે. તેમનામાં પહેલાથી જ લોક કલ્‍યાણની ભાવના હતી જેને સાકાર કરવા માટે તેમણે જે.એમ.જે ગળપની સ્‍થાપના કરી. જે.એમ.જે ગળપનું એક જ ધ્‍યેય છે કે દીકરીઓની, જરૂરીયાતમંદોની અને વિદ્યાર્થીઓની મદદ અને સેવા કરવી. તેઓએ અનેક બાળકોને પ્રધાનમંત્રી વીમા કવચ હેઠળ આવરી લઈ તેમના પ્રીમિયમ ભરવાની જવાબદારી સ્‍વીકારી છે. ટુંકમાં કહીએ તો છેલ્લા ઘણા વર્ષોથી મયુરધ્‍વજસિંહ જાડેજા રાજકોટના અનેક જરૂરીયાતમંદોના જીવનને જ નહીં પણ ભાગ્‍યને બદલવાની જવાબદારી લીધી છે.

સેવાકાર્યો કરવા પિતા તરફથી પ્રેરણા મળી : મયુર ધ્‍વજસિંહ

મયુરધ્‍વજસિંહ જાડેજા સેવા કાર્ય કરે કે બિઝનેસ તેમાં તન, મન, ધનથી મહેનત કરવામાં અને સતત આગળ વધવામાં માને છે. આ પ્રેરણા તેમને તેમના પિતા તરફથી મળી  હોવાનું તેમણે જણાવ્‍યું હતું. મયુર ધ્‍વજસિંહ જાડેજાના પિતા એમ. બી. જાડેજા પીજીવીસીએલના પૂર્વ જોઈન્‍ટ મેનેજિંગ ડિરેક્‍ટર રહી ચૂકયા છે. તેમની કામગીરી એટલી ઉત્‍કળષ્ટ રહી હતી કે તત્‍કાલીન મુખ્‍યમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ નોકરી પૂરી થતાં ત્રણ વખત એક્‍સટેન્‍શન આપ્‍યું હતું.

દરમિયાન સેવાકાર્યો માટે મૈસુર (કર્ણાટક)ના સાંસદ સભ્‍ય યદુવીર ક્રિષ્‍નાદત્તા ચામરાજા વાડિયાર ઓફ મૈસુર, યુ.પી.ના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ કુંવર રઘુરાજપ્રતાપસિંહજી (ભદરી) તેમજ રાજકોટના ઠાકોરસાહેબ માંધાતાસિંહજી જાડેજા દ્વારા JMJ ગ્રુપના મેનીજીંગ ડિરેક્‍ટર મયૂરઘ્‍વાજસિંહ જાડેજા (પડાણા) નું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

રાજકોટ ગરાસિયા છાત્રાલયમાં એક માળમાં નવા રુમ વધારવા ૧.૨૫ કરોડનું અનુદાન પણ મયૂરઘ્‍વજસિંહએ આપેલું છે. તેમ યાદીમાં જણાવાયું છે.

(11:24 AM IST)