<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

૧ લી ડીસેમ્‍બરે રાજકોટ બાર.એસો.ની નવી ડીરેકટરીનું ગુજરાત હાઇકોર્ટના જસ્‍ટીશ બિરેન વૈષ્‍ણવ દ્વારા વિમોચન

બાર.એસો. દ્વારા રવિવારે બંધન પાર્ટી લોન્‍સ ખાતે કાર્યક્રમનું આયોજનઃ વકીલો, જજો માટે ઉપયોગી ડીરેકટરી તૈયાર કરાયઃ રાજકોટના મુખ્‍ય સેસન્‍શ જજ - ફેમીલી કોર્ટમાં મુખ્‍ય જજ સહિતના જજીસ, વકીલો ઉપસ્‍થિત રહેશે

રાજકોટ, તા. ર૭: રાજકોટ બાર. એસો. દ્વારા આગામી તા. ૧ લી ડીસેમ્‍બર રવિવારના રોજ બાર.એસો. ની ડીરેકટરીનો વિમોચન કાર્યક્રમ બંધન પાર્ટી લોન્‍સ, ૧પ૦ ફુટ રીંગ રોડ, અયોધ્‍યા ચોક ખાતે સંગીત સંધ્‍યા સાથે આયોજન કર્યુ છે.

આ કાર્યક્રમમાં રાજકોટ જીલ્લાના યુનિક જજ અને હાઇકોર્ટના જસ્‍ટીસશ્રી બિરેન વૈષ્‍ણવ ખાસ ઉપસ્‍થિત રહેવાના છે. આ પ્રસંગે રાજકોટના મુખ્‍ય જીલ્લા ન્‍યાયાધીશ  વી.બી. ગોહેલ પર ઉપસ્‍થીત રહેશે.

આ પ્રસંગે રાજકોટ ફેમીલી કોર્ટના મુખ્‍ય ન્‍યાયાધીશશ્રી બી.એસ. પરમાર પણ ઉપસ્‍થિત રહેશે.

રાજકોટ બાર.એસો. દ્વારા છેલ્લા ઘણાં સમયથી બાર.એસો.ની નવી ડીરેકટરીની કામગીરી ચાલતી હતી. જેમૉ રાજકોટ શહેર તથા તાલુકા જીલ્લાના સરકારી વકીલો, કોર્ટ, તેમજ શહેરના તમામ વકીલોના નામ ફોન નંબર-ઇ-મેઇલ સહીતની માહિતી, ઉપરોકત જરૂરી જે તે સરકારી ખાતા પોલીસ ડીપાર્ટમેન્‍ટ, ઇલેકટ્રોનીક તેમજ પ્રિન્‍ટ મીડીયાના પત્રકારો સહિતની જાણકારી ભેગી કરીને જરૂરી માહિતી સાથેની ઉપયોગી થઇ શકે તેવી ડીરેકટરી તૈયાર કરવામાં આવેલ છે.

ડીરેકટરી વિમોચન સાથે વકીલો દ્વારા સંગીત સંધ્‍યાનુંૅ પણ આયોજન કરેલ છે.

આ ડીરેકટરી તૈયાર થઇ જતાં તેમજ ર૦ ડીસેમ્‍બરે બાર. એસો.ની નવા વર્ષની હોદેદારોની ચુંટણી યોજાનાર હોય હાલમાં ચાલુ વર્તમાન બોડી દ્વારા આ નવી ડીરેકટરી માટે અથાગ પ્રયત્‍નો કરીને ૧ લી ડીસેમ્‍બરે નોમીનેશન માટે ખુલ્લી મુકાય રહી છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ બાર.એસો.ના પ્રમુખ બકુલભાઇ રાજાણી, ઉપપ્રમુખ સુરેશભાઇ ફળદુ, સેક્રેટરી પી.સ. વ્‍યાસ, મે.સેક્રેટરી જયેન્‍દ્ર ગોંડલીયા, ટ્રેઝરર આર.ડી. ઝાલા, લાયબ્રેરી સેક્રેટરી એમ.વી. મહેતા, મહિલા મેમ્‍બર રેખાબેન લીંબાસીયા તેમજ કારોબારી સભ્‍યો અજય પીપળીયા, અમિત વેકરીયા, અજયસિંહ ચૌહાણ, ખુશાલ વ્‍યાસ, નિકુંજ શુકલા, રણજીત મકવાણા, ભાવેશ રંગાણી, પિયુષ સખીયા તથા હિરલબેન જોષી જહેમત ઉઠાવી રહયા છે

(3:29 PM IST)