<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

કાંકરેજ પંથકમાં દશનામ ગોસ્‍વામી સમાજ વિરૂધ્‍ધ અભદ્રભાષા બોલનારા સામે કડક પગલા ભરો

ભગવા રંગ ભોલેકા ગ્રુપના સાધુ સંતો-આગેવાનોનું કલેકટરને આવેદન

રાજકોટ તા. ર૭: ભગવા રંગ ભોલેકા ગ્રુપના સાધુ સંતોએ કલેકટરને આવેદન પાઠવી મહંત બળદેવનાથ ગુરૂશ્રી વસંતનાથ દેવ દરબારની જગ્‍યા તા. કાંકરેજ સમગ્ર દશનામ ગોસ્‍વામી સમાજના વિરૂધ્‍ધ અભદ્ર ભાષાના ઉચ્‍ચારણો કરી સમગ્ર ગોસ્‍વામી સમાજની લાગણી દુભાવેલ હોઇ કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેર્યું હતું કે, કાંકરેજ તાલુકાના ગંગાપુર ગામે થળી મઠ મુકામે પ. પૂ. મહંતશ્રી ૧૦૦૮ શ્રી જગદીશપુરીજી બાપુ તા. ૧૯-૧૧-ર૪ ના રોજ બ્રહ્મલીન (દેવલોક) થતા તા. રર-૧૧-ર૦ર૪ના રોજ થળી મઠ મુકામે સમગ્ર સેવકો, ભકતગણ તેમજ સંતો, મહંતોની તેમજ હજારો ગ્રામજનોની હાજરીમાં નવા ગાદીપતી તરીકે મહંતશ્રી કાર્તિકપુરીજી બાપુની ચાદરવિધિ કરેલ.કોઇપણ સંત, મહંતશ્રી દેવલોક પામે તો તેમના સેવકગણ, સંતો, ગ્રામજનોની હાજરીમાં પાલખીયાત્‍રત્રા કાઢવામાં આવે છે. પરંતુ અહીં માત્ર ગણ્‍યા ગાંઠયા લોકોએ સમગ્ર દશનામ ગોસ્‍વામી સમાજ વિરૂધ્‍ધ અશોભનીય અને અભદ્ર બેફામ વાણી વિલાસ કરી આ ગોસ્‍વામી સમાજ શું કરી લેશે તેવું સમગ્ર સમાજને જણાવેલ છે.

જેથી સમગ્ર દશનામ ગોસ્‍વામી સમાજ તેમનો વિડીયો જોઇ ખૂબ જ આઘાત સાથે દુઃખની લાગણી અનુભવેલ છે. જેથી આવી અભદ્ર અને અશોભનીય વાણીના વિરૂધ્‍ધમાં થતી કાયદેસરની કાર્યવાહી કરવા માટે વિનંતી કરવામાં આવે છે.

 

(3:34 PM IST)