News of Wednesday, 27th November 2024
રાજકીય ઇચ્છા શકિત, ન્યાયિક સક્રિયતાના સમન્વયથી કલ્યાણ રાજય અને સામાજિક ન્યાયની સંકલ્પનાને મૂર્તિમંત કરી શકાશેઃ કમલેશ જોશીપુરા
ભારતીય બંધારણના અમૃત મહોત્સવ પ્રસંગે રાજકોટ ખાતે લીગલ રિસર્ચ ફાઉન્ડેશન તેમજ સરકારી લો-કોલેજ સહિત વિવિધ કોલેજો દ્વારા સેમીનાર :રાજકોટ ખાતેના સેમીનારમાં ભવરલાલ શર્મા, કમલેશ જોષીપુરા, કુલપતિ મનોજકુમાર સિંહા, ડો. કલ્પક ત્રિવેદી, મીનળ રાવલ, ભાવના જોશીપુરા, કૃપા પંડયાનું માર્ગદર્શન :કોમન સિવિલ કોડનું અમલીકરણ આવશ્યક : ભવરલાલ શર્મા * વિદેશમાં બંધારણનો અભ્યાસ ફરજિયાત છે : કલ્પક ત્રિવેદી

રાજકોટ, તા. ર૭ : ૨૬ નવેમ્બર બંધારણ દિવસ તેમજ ભારતીય બંધારણ અમલમાં આવ્યા ના ૭૫ વર્ષ અમળત મહોત્સવ નિમિત્તે લીગલ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા રાજકોટની અને અમદાવાદની સરકારી લો કોલેજ ના સહયોગથી પરિવર્તનશીલ બંધારણવાદ આ કેન્દ્રવર્તી શીર્ષક સાથે રાષ્ટ્રીય કક્ષાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ધર્મેન્દ્રસિંહજી કોલેજના ઐતિહાસિક સભાખંડમાં આયોજિત આ કાર્યક્રમમાં દેશના વરિષ્ઠ કુલપતિ પ્રોફેસર ભવરલાલ શર્મા, લીગલ રિસર્ચ ફાઉન્ડેશનના અધ્યક્ષ પ્રોફેસર કમલેશ જોષીપુરા, વરિષ્ઠ ધારાશાષાી શ્રીકલ્પક ત્રિવેદી તેમજ ઇન્ડિયન સોસાયટી ફોર ઇન્ટરનેશનલ લો નવી દિલ્હીના તાજેતરમાં ચૂંટાયેલા અધ્યક્ષ કુલપતિ પ્રોફેસર મનોજકુમાર સિંહા, સરકારી લો કોલેજ અમદાવાદના પ્રિન્સિપાલ મીનળ રાવલ તથા બાર એસોસિએશન ઓફ ઇન્ડિયા ના ગુજરાતના મહામંત્રી વરિષ્ઠ ધારાશાષાી શ્રીમતી ભાવનાબેન જોષીપુરા, પ્રિ કળપા પંડયા સહિતના અગ્રણીઓએ વિચારો વ્યક્ત કરી બંધારણ ની રચનાના અમળત મહોત્સવ નિમિત્તે પ્રત્યેક વિદ્યા શાખા માટે બંધારણનો અભ્યાસ આવશ્યક બનાવવા અર્થે મત વ્યક્ત કર્યો હતો.
આ સેમિનારમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાયદા ભવન, સમાજ કાર્ય ભવન, એચએન શુક્લ કોલેજ, હરી વંદના કોલેજ, ગ્રેસ કોલેજ તેમજ પાંધી લો કોલેજ ના અધ્યાપકો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાયદા ભવનના અધ્યક્ષ ડોક્ટર આનંદભાઈ ચૌહાણ, સમાજ કાર્ય ભવનના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ દવે, ઉપરાંત આચાર્ય ચિરાગભાઈ ચૌહાણ, પૂર્વીબેન સોનેજી, ગોવિંદભાઈ વેકરીયા તેમજ પ્રિયંકાબેન પરિષદ મંત્રી પ્રવિણાબેન જોશી ધર્મેન્દ્રસિંહજી કોલેજના કાર્યકારી આચાર્ય હેમલબેન સહિતના વિવિધ વિદ્યા શાખાના અગ્રણી પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.
વરિષ્ઠ પૂર્વ કુલપતિ અને કાયદા વિદ્યા શાખા ના પ્રોફેસર કમલેશ જોશીપુરા એ આ પ્રસંગે જણાવ્યું હતું કે પરિવર્તનશીલ બંધારણવાદ ના સિદ્ધાંત ના આધાર ઉપર દેશમાં સામાજિક ન્યાય ની સંકલ્પના સહકાર કરવામાં સારી એવી સફળતા મળી છે. દેશમાં મજબૂત નેતળત્વ અને રાજકીય ઈચ્છા શક્તિ ના પરિપાકરૂપ દેશના કોમનમેન માટે આરોગ્ય શિક્ષણ જીવન નિર્વાહ ના ક્ષેત્રમાં ઉત્કળષ્ટ નિર્ણયો લેવાયા છે સાથોસાથ ન્યાયિક સક્રિયતા અને દિશાદર્શન નો પ્રતિભાવ સંસદે ખૂબ જ યોગ્ય રીતે આપ્યો છે તે આ દેશની બંધારણીય સર્વોપરીતા દર્શાવી આપે છે.
દેશના વરિષ્ઠ કુલપતિ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માનવ અધિકાર ભવનના પૂર્વ અધ્યક્ષ પ્રોફેસર ભવરલાલ શર્માએ આ પ્રસંગે બીજો વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે બંધારણની રચનાના ૭૫ માં વર્ષે એ બાબત નિર્વિવાદ રીતે સાબિત થઈ છે કે લોકમત જ સર્વોપરી છે અને ભારતીય બંધારણ સમક્ષ અમળત મહોત્સવ નિમિત્તે કેટલાક પડકારો પણ નિષ્પન્ન થયા છે અને આ પડકારોને પહોંચી વળવા માટે સંસદ કારોબારી અને ન્યાયતંત્ર પૂર્ણ રીતે સક્ષમ છે. પ્રો શર્મા તે જણાવ્યું હતું કે દેશમાં કોમન સિવિલ કોડ માટેની ચર્ચા ચાલી રહેલ છે ત્યારે મારો સ્પષ્ટ મત છે કે કોમન સિવિલ કોડ નું અમલીકરણ આવશ્યક છે અને વાસ્તવમાં તે નેશનલ સિવિલ કોર્ટ છે ત્યારે ભારતમાં વસતા સર્વે નાગરિકોએ જરા પણ ડર રાખ્યા વગર ખુલ્લા મને આ વ્યવસ્થાને સમર્થન આપવું જોઈએ.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ અને ધારાશાષાી શ્રી કલ્પક ત્રિવેદીએ જણાવ્યું હતું કે મારા તાજેતરના અમેરિકા તેમજ યુકેના પ્રવાસ દરમિયાન વિવિધ યુનિવર્સિટીઓની મુલાકાત લેવાનું બન્યું અને ત્યાં આગળ મેં તપાસ કરતા જે તે દેશના બંધારણ ની પ્રાથમિક માહિતી નો અભ્યાસ પ્રત્યેક વિદ્યા શાખા માટે ફરજિયાત છે આપણા દેશમાં આ પ્રકારની વ્યવસ્થા આપણે કેમ ન કરી શકીએ. વાસ્તવમાં બંધારણની રચનાનો અમળત મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે આજે આપણે સંકલ્પના કરીએ કે પ્રત્યેક વિદ્યા શાખાના વિદ્યાર્થીઓ માટે ભારતીય બંધારણની પ્રાથમિક માહિતીનો અભ્યાસ અનિવાર્ય અને આવશ્યક બનાવીએ અને અભ્યાસક્રમમાં પણ તેનો સમાવેશ કરીએ.
અમદાવાદની સરકારી કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર મીનલબેન રાવલ એ જણાવ્યું હતું કે ભારતીય બંધારણમાં સમાનતા સ્વાતંત્ર અને કાયદા સમક્ષની સમાનતા અનિવાર્ય બાબત છે અને અમુકનો અભ્યાસ કરતા તેની શરૂઆત જ અમો ભારતીયથી થાય છે તેનો અર્થ એ થાય કે ન્યાયતંત્ર સંસદ કે કારોબારી એ બધાથી ઉપર ભારતીય પ્રજા છે અને પ્રજાની આકાંક્ષા અને ઈચ્છા ની પૂર્તિ માટે આપણા બંધારણમાં કલ્યાણ રાજ્યની સંકલ્પના કરવામાં આવી છે સાથોસાથ રાજકીય સામાજિક અને આર્થિક ન્યાય ની સંકલ્પના વ્યક્ત કરવામાં આવી છે.
૭૪ માં બંધારણીય સુધારા મહિલાઓ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ૩૩ ટકા અનામત ની જોગવાઈ બાદ રાજકોટના પ્રથમ મહિલા મેર બનેલા શ્રીમતી ભાવનાબેન જોષીપુરા એ આ પ્રસંગે જણાવ્યું હતું કે ૭૩ માં અને ૭૪ માં બંધારણીય સુધારા પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓએ અસરકારક ભૂમિકા ભજવી છે અને ૩૦ વર્ષના લેખક જોખાં કરીએ તો હવે નિર્ણયની પ્રક્રિયામાં પણ મહિલાઓ ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવી રહેલ છે એટલું જ નહીં પરંતુ આરોગ્ય સ્વચ્છતા વગેરે ક્ષેત્રોમાં મહિલા નેતળત્વ ઉત્કળષ્ટ પ્રદાન કરી રહેલ છે.
આ પ્રસંગે અખિલ હિન્દ મહિલા પરિષદના કુસુમબેન ઠાકર, મહિલા ધારાશાષાી પારુલ બેન પંડ્યા, સામાજિક કાઉન્સેલર પૂનમબેન વ્યાસ, કાયદા ભવન ના પાયલબેન પટેલ અગ્રણીઓ ઉપસ્થિત રહેલ. કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર નીરજભાઈ મણીયારે કરેલ અને આભાર દર્શન પૂર્વીબેન સોનેજીએ કરેલ હોવાનુ઼ એક યાદીમાં સમ્રાટ ઉપાધ્યાયે જણાવ્યું છે.
ભારતીય બંધારણ દિવસ તેમજ અમળત મહોત્સવ નિમિત્તે રાજકોટ ખાતે આયોજિત રાષ્ટ્રીય કક્ષાના સેમિનારની વિવિધ તસ્વીરો જોઇ શકાય છે. (૯.૨૯)
(3:38 PM IST)










